નવલરામ પંડ્યા/અંધેરીનગરીનો ગર્ધવસેન : એક ઉટંગ વાર્તા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 11: Line 11:
હરગોવનદાસ જેવા અત્યાર સુધી શુદ્ધ ને અક્લિષ્ટ લખનારમાં આવું વલણ જોવું એ અત્યંત ખેદકારક છે, પણ અમે ધારીએ છીએ કે પ્રસ્તાવનામાં ભાઈ લખે છે કે ‘જુદે જુદે સ્થળે, જુદે જુદે સમયે, અને મનની લખનારામાં આવું વલણ જોવું એ અત્યંત ખેદકારક છે, પણ અમે ધારીએ જુદી જુદી સ્થિતિની અંદર’ આ વાર્તા લખાયેલી છે તેનું જ આ પરિણામ હશે, અને અર્થ ભાગમાં પણ જે જે ખામીઓ દેખાય છે તેનું કારણ આપણે ઉદારતાથી એ જ ગણવું જોઈએ. માટે હવે અર્થ ભાગ પર આ રીતની ટીકા વિસ્તારવાને બદલે ટૂંકામાં જ પતાવી હંસની પેઠે ‘નીર’નો ત્યાગ કરી ‘ક્ષીર’ ગ્રહણ કરીએ છીએ.

કોઈ કલ્પિત અંધેરી નગરીમાં ગર્ધવસેન કરીને રાજા હતો. કયે સમે તે કહ્યું નથી અને કાળ ચીતરવા કોઈપણ રીતનો બંધ રાખ્યો નથી કે વાંચનાર તે અટકળી શકે. એમાંનાં વર્ણન હાલના સમયને બરાબર જેમ બંધબેસતાં આવતાં નથી, તેમ સો ઉપરના કે હજાર ઉપરના કાળને પણ લાગુ પડતાં નથી. દેશ ને કાળ વિનાની આ વાર્તા ગ્રંથકાર પોતે કહે છે તેમ ઉટંગ જ છે. એ ગર્ધવસેન એના નામ પ્રમાણે ગધેડો જ અને નગરી અંધેરી તે અંધેરી જ હતી. એનો પ્રધાન ગંડુપુરી નામે કોઈ બાવો, દુર્બળસિંહ સેનાપતિ, બોથડપંત ખજાનચી, અજ્ઞાનભટ ન્યાયાધીશ, જુલમેશ્વર જકાત ખાતાનો ઉપરી. કપટચંદ મહેસૂલ ખાતાનો વડો, ને હજૂરનો પહેરેગીર અબુધ કરીને કોઈ આરબ હતો! પાત્રો તો જોવા જેવાં ભેગાં થાય છે, પણ પાત્રતા ઉપર ગ્રંથકારનું કાંઈ પણ લક્ષ ન હોવાથી બધો રંગનો ભંગ થઈ ગયો છે.

આમાંના ઘણાખરાને લુચ્ચા કલ્પ્યા તે તો ઠીક છે પણ તે ને તે જ માણસને બીજે પ્રસંગે છેક બેવકૂફ-ઘેલા જ કહેવાય એવા ચીતર્યા છે એ શું? પણ થયું છે એમ કે રજવાડાને લગતી અંધેર ને જુલમની કહાણીઓ ભાટ લોકોના તરફથી દેશમાં ચાલે છે તેને આ ગ્રંથમાં આડીઅવળી જેમ આવે તેમ ગોઠવી દીધી છે, અને તેથી એવાં પાત્રોની આશા જ રાખવી એ ફોકટ છે. આ પ્રત્યેક કહાણીઓ છૂટી છૂટી વાંચતાં ફારસ જેવી પણ રમૂજી છે, અને તે દેશી રજવાડાના અંધેર ઉપર અચ્છા ઝપાટા ગણાય. પરંતુ એ મૂળે તો ભાટની કહાણીઓ અને તે આ વાર્તાના પાત્ર જોડે જોડાઈ એટલે તેનું અસંભવિતપણું સંભવની પણ બહાર જતું રહ્યું છે.

વળી, આ કહાણીઓ એટલી બધી છે કે તે મૂળ વાતમાં ભંગાણ પાડી વાંચનારના રસને તોડી નાંખે છે. આ વાર્તાની સંકલનામાં આવી આડકથાઓ દાખલ કરતાં ઘટતો વિવેક ન વાપરી શકાયો તેથી જ બધી ખરાબી થઈ છે. બાકી એ મૂળ વાત તો ઘણીખરી સંભવિત, હાલના રાજાઓને ચાનક આપનારી, તથા સમજે તેને સુબોધકારી છે.

મૂળ વાત આ પ્રમાણે છે. ગર્ધવસેન એના બાપને ઘડપણનો એકનો એક કુંવર હોવાથી છરાયો ને લાડઘેલો તો હતો જ તેવામાં એને ગાદી મળી. એને બગાડવા ચોતરફથી નઠારાં માણસો ભેગાં થયાં. સારા ને ભલા કારભારીઓ દૂર થયા, ને લુચ્ચા માણસોના પોબાર પડવા લાગ્યા. ગંડુપુરી કરીને એક બાવો હતો તેને એ નાનપણથી મામો મામો કહી બોલાવતો અને તેના ઉપર ઘણી પ્રીતિ હતી. તેને એ મૂર્ખાએ પ્રધાન કર્યો. એ બાવો મહા લુચ્ચો, ને સ્વાર્થી હતો. એણે રાજાને કુછંદમાં નાંખી પોતાના હાથમાં સઘળો અધિકાર લઈ લેવા ધાર્યું, પણ તેમાં એને રાજાની સગુણસુંદરી નામની રાણી તરફથી કેટલીક હરકત નડી કેમ કે તે ડાહી ને ભલી હતી માટે એ રાણી ઉપર અભાવો કરાવવા તે બહુ મથ્યો, અને આખરે રાજાને ઝેર દેવાનું રજેરજ જૂઠું આળ ઊભું કરી તે બાપડીને તે મૂરખ રાજા પાસે મહેલના એક ખૂણાના ઓરડામાં કેદ દાખલ રાખવાનો હુકમ કરાવ્યો. હવે રાજાને કોઈ શીખામણ આપનાર રહ્યું નહિ, અને તેમાં વળી કૌભાંડમતિ નામની એક કુપાત્ર રાણી કારભારી પરણાવી લાવ્યો. તેણીએ તો રાજાને કોડીનો કરી નાંખવા અફીણ ને દારૂ પર ચઢાવી દીધો. નવી રાણીના હાથમાં જતો રહેલો જોઈ, પેલા પાપી પ્રધાને તાની નામનો એક ફાંકડો તાયફો બોલાવી રાજાને તેના છંદમાં ફસાવ્યો. પણ આ તો ગંડુ ને બકરું કાઢતાં ઊંટ પેઠા જેવું થયું. રાજાને તાનીનું તાન એટલું લાગ્યું કે આખા રાજની તે કીસબાતણ જ મુખ્તિયાર થઈ પડી. કૌભાંડમતિ કે ગંડુપુરીનો રાજમાં કોઈ ભાવ પૂછે નહિ, પણ સઘળા પેલી નાયકાને ઘેર ધક્કા ખાય. આ જોઈ પેલાં બે સમદુઃખીયાં સમજ્યાં ને એકસંપ થઈ એકાએક રાત્રે ગુણકાને કેદ કરી લીધી. કેફની ધૂનમાં રાજા ‘તાની, તાની’ કરતો તેની પાસે ગયો ત્યારે તેનો વેશ લઈ કૌભાંડમતિએ જ ત્યાં આવી તેને રાજી કર્યો. બીજે દિવસે કેફ ઊતરી ત્યારે પણ રાજાએ તાનીની કાંઈ તપાસ કરી કે નહિ તેનો ઉલ્લેખ આ ઉટંગ વાર્તામાં કર્યોં જ નથી, પણ હવેથી રાજા કોણ જાણે શી રીતે, પણ બિલકુલ આ બે જણને તાબે થઈ ગયેલો વર્ણવવામાં આવ્યો છે.