કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/મૂળ એક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 27: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પરબનું પાણીરોડવનારો રામ
|previous = પરબનું પાણી
|next = રોડવનારો રામ
|next = રોડવનારો રામ
}}
}}

Latest revision as of 00:59, 31 May 2024


૮. મૂળ એક

મૂળ એક, એનાં મુખ અનેક હો જી.
ધરતી જોડતી દાંડલી એક જ,
અગણ પુષ્પ-અભિષેક,
પાંખડી પાંખડીએ ચેતનમય
પૃથ્વીની પમરે મ્હેક રે;
ભાઈ, મૂળ એક, એનાં મુખ અનેક હો જી.
આભ આષાઢી ઘન-ગોરંભે
ઝૂકે લ્હેકં લ્હેક,
મોર બપૈયા ચાતક કેરી,
ભિન્ન અભિન્ન ગહેક રે;
ભાઈ, મૂળ એક, એનાં મુખ અનેક હો જી.
કોઈ વન પૂજે, કોઈ મન પૂજે,
તન પૂજે અતિરેક,
પૂજન-શબ્દ વિવિધ કિંતુ મહીં
અકલ એક અહાલેક રે;
ભાઈ, મૂળ એક, એનાં મુખ અનેક હો જી.

(રામરસ, પૃ. ૨૪)