કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ચંદન ચારુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 27: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વડવાયું
|previous = ભેદ કરે એ ભૂલે
|next = મૂળ એક
|next = પંડના છે પડછાયા
}}
}}

Latest revision as of 02:20, 31 May 2024


૩૩. ચંદન ચારુ

અંતર કેરા ભાઈ, ઓરસિયા પર
ઘસો રે હરિ કેરું નામ,
ચંદન ચારુ ઊતરે હો જી.

મરમવ્યથાળાં આંસુ ભીતર ઉતારો,
જોજો એ છલવો નકામ.—
ચંદન ચારુ ઊતરે હો જી.

હળવી હથેળી વાળી ચંદન નિતારો,
લેપી દો અંગડે તમામ.—
ચંદન ચારુ ઊતરે હો જી.

મમ રે ચોગમ તૃષ્ણા તાપ તપાવે,
સરોદ, છે શાતા અવિરામ —
ચંદન ચારુ ઊતરે હો જી.
(સુરતા, પૃ. ૯૪)

(રામરસ, પૃ. ૨૩)