ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/હસિતકાન્ત હરિરાય બૂચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Corrected Inverted Comas)
Line 6: Line 6:
કવિ શ્રી હસિત બૂચનું વતન જૂનાગઢ છે. એમનો જન્મ ઈ.સ. ૧૯૨૧ના એપ્રિલની ૨૬મી તારીખે વડોદરામાં થયો હતો. જ્ઞાતિએ નાગર ગૃહસ્થ. પિતાનું નામ શ્રી હરિરાય ભગવન્તરાય બૂચ અને માતાનું નામ સવિતાલક્ષ્મી. એમનાં લગ્ન ઈ.સ. ૧૯૪૬માં શ્રી જ્યોત્સનાબહેન સાથે થયાં હતાં.
કવિ શ્રી હસિત બૂચનું વતન જૂનાગઢ છે. એમનો જન્મ ઈ.સ. ૧૯૨૧ના એપ્રિલની ૨૬મી તારીખે વડોદરામાં થયો હતો. જ્ઞાતિએ નાગર ગૃહસ્થ. પિતાનું નામ શ્રી હરિરાય ભગવન્તરાય બૂચ અને માતાનું નામ સવિતાલક્ષ્મી. એમનાં લગ્ન ઈ.સ. ૧૯૪૬માં શ્રી જ્યોત્સનાબહેન સાથે થયાં હતાં.
વડોદરાની શિક્ષણાનુભવ શાળામાં ચાર ધોરણ સુધી પ્રાથમિક કેળવણી લઈને તેઓ ત્યાંની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણ બરોડા કૉલેજમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા ઈ. ૧૯૪૨માં ઉત્તીણ કરી અને ભચેચ સિલ્વર કપ મેળવ્યો અને બરોડા કૉલેજમાં ફેલો તરીકે નિમાયા. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ. એ. ની પદવી મેળવી અને સ્વ. કે. હ. ધ્રુવ સુવર્ણચન્દ્રક વિજેતા બન્યા. ૧૯૪૫-૪૬માં મુંબઈ સરકારના પ્રકાશન ખાતામાં ગુજરાતી વિભાગના વડા અને તંત્રી તરીકે પ્રથમ કાર્ય કર્યું અને પછી વર્ષો સુધી વિસનગરની એમ. એન. કૉલેજમાં ગુજરાતીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે. અત્યારે જેઓ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના મુખ્ય પ્રાધ્યાપક છે.
વડોદરાની શિક્ષણાનુભવ શાળામાં ચાર ધોરણ સુધી પ્રાથમિક કેળવણી લઈને તેઓ ત્યાંની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણ બરોડા કૉલેજમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા ઈ. ૧૯૪૨માં ઉત્તીણ કરી અને ભચેચ સિલ્વર કપ મેળવ્યો અને બરોડા કૉલેજમાં ફેલો તરીકે નિમાયા. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ. એ. ની પદવી મેળવી અને સ્વ. કે. હ. ધ્રુવ સુવર્ણચન્દ્રક વિજેતા બન્યા. ૧૯૪૫-૪૬માં મુંબઈ સરકારના પ્રકાશન ખાતામાં ગુજરાતી વિભાગના વડા અને તંત્રી તરીકે પ્રથમ કાર્ય કર્યું અને પછી વર્ષો સુધી વિસનગરની એમ. એન. કૉલેજમાં ગુજરાતીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે. અત્યારે જેઓ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના મુખ્ય પ્રાધ્યાપક છે.
વિદ્યાર્થીજીવનમાં રાષ્ટ્રીય વિદ્યાર્થીસંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની વિવિધ પ્રવૃત્તિઓમાં એમણે સક્રિય ભાગ લીધેલો. શિક્ષિકાબહેન શ્રી માલતીબહેન રણદીવેએ પ્રથમ કાવ્ય લખવા કહ્યું અને એમણે 'ગુલાબ' લખ્યું. માતા, પિતા અને પત્નીની એમની સાહિત્યરુચિની ખિલવણી અને સાહિત્યકાર્યની અનુકૂલતામાં પ્રબળ અસર છે. લેખનથી એમને આનંદ મળે છે અને જો તેથી વ્યક્તિ, ગૃહ અને વાચકસમાજને આનંદ મળતો હોય-સંસ્કાર સમજાતો હોય તો એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ સિદ્ધ થતો એમને લાગે છે. કવિ ન્હાનાલાલ અને બળવંતરાય એમના પ્રિય લેખકો છે અને કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પોતાના સર્જનમાં ઉપકારક થાય એ માટે તેઓ સાહિત્ય અને ઇતિહાસવિષયક પુસ્તક વિશેષ વાંચે છે. કુટુંબનું વાતાવરણ અને અધ્યાપનનો વ્યવસાય એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
વિદ્યાર્થીજીવનમાં રાષ્ટ્રીય વિદ્યાર્થીસંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની વિવિધ પ્રવૃત્તિઓમાં એમણે સક્રિય ભાગ લીધેલો. શિક્ષિકાબહેન શ્રી માલતીબહેન રણદીવેએ પ્રથમ કાવ્ય લખવા કહ્યું અને એમણે ‘ગુલાબ' લખ્યું. માતા, પિતા અને પત્નીની એમની સાહિત્યરુચિની ખિલવણી અને સાહિત્યકાર્યની અનુકૂલતામાં પ્રબળ અસર છે. લેખનથી એમને આનંદ મળે છે અને જો તેથી વ્યક્તિ, ગૃહ અને વાચકસમાજને આનંદ મળતો હોય-સંસ્કાર સમજાતો હોય તો એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ સિદ્ધ થતો એમને લાગે છે. કવિ ન્હાનાલાલ અને બળવંતરાય એમના પ્રિય લેખકો છે અને કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પોતાના સર્જનમાં ઉપકારક થાય એ માટે તેઓ સાહિત્ય અને ઇતિહાસવિષયક પુસ્તક વિશેષ વાંચે છે. કુટુંબનું વાતાવરણ અને અધ્યાપનનો વ્યવસાય એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ઈ. ૧૯૪૬માં ‘બ્રહ્મ અતિથિ' નામે એમની પ્રથમ કાવ્યકૃતિ પ્રગટ થઈ. એ પછી ‘રૂપનાં અમી' અને ‘સાન્નિધ્ય’ નામે કાવ્યસંગ્રહો એમણે આપ્યા. ‘સાન્નિધ્ય'ને ૧૯૬૧માં ગુજરાત રાજ્ય તરફથી પારિતોષિક પ્રાપ્ત થયેલું. કાવ્ય ઉપરાંત શ્રી બૂચ વાર્તા, નાટક અને વિવેચનલેખો પણ લખે છે. એમના ‘શુભસ્ય શીઘ્રમ્’ એકાંકીસંગ્રહને ૫ણ રાજ્ય સરકારનું પારિતોષિક મળ્યું છે.
ઈ. ૧૯૪૬માં ‘બ્રહ્મ અતિથિ' નામે એમની પ્રથમ કાવ્યકૃતિ પ્રગટ થઈ. એ પછી ‘રૂપનાં અમી' અને ‘સાન્નિધ્ય’ નામે કાવ્યસંગ્રહો એમણે આપ્યા. ‘સાન્નિધ્ય'ને ૧૯૬૧માં ગુજરાત રાજ્ય તરફથી પારિતોષિક પ્રાપ્ત થયેલું. કાવ્ય ઉપરાંત શ્રી બૂચ વાર્તા, નાટક અને વિવેચનલેખો પણ લખે છે. એમના ‘શુભસ્ય શીઘ્રમ્’ એકાંકીસંગ્રહને ૫ણ રાજ્ય સરકારનું પારિતોષિક મળ્યું છે.
‘રૂપનાં અમી'ના પ્રકાશન સાથે શ્રી બૂચે કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યુ. એમનાં કાવ્યો નાજુકતાની મુદ્રાથી અંકિત હોય છે. પ્રકૃતિ, પ્રીતિ અને અધ્યાત્મના એમના કાવ્યવિષયો, મધુર ગીતો, સફાઈદાર છંદોબદ્ધ કાવ્યો, સુંદર સૉનેટો અને સુદીર્ઘ રચનાઓમાં આલેખાઈને આસ્વાદ્ય બન્યા છે. સુગેયતા, પ્રાસાદિકતા અને ઊર્મિપ્રધાનતા- એમની કવિતાનાં નોંધપાત્ર લક્ષણો છે. ૧૯૫૫માં કવિએ ગુજરાત યુવક કૉંગ્રેસ દ્વારા ભારત પ્રવાસ કરેલો. એ નિમિત્તે પણ આપણને કેટલાંક કાવ્યો મળ્યાં છે. ભારતદર્શન દ્વારા રાષ્ટ્રની વિવિધ સિદ્ધિઓનું ગાન એમણે 'ભાકરા નંગલ', 'ખડકવાસલા' જેવાં કાવ્યોમાં ગાયુ છે. પ્રણયકાવ્યોમાં જેમ મુગ્ધતા અને દામ્પત્યની 'અમી' ભાવના વ્યક્ત થઈ છે તેમ પ્રકૃતિકાવ્યોમાં પણ વિવિધ ઋતુ પરત્વેની કવિહૃદયની ભાવસ્થિતિ આકર્ષક નિરૂપણછટા ધારીને આલેખાઈ છે. કવિનાં કાવ્યો ચિંતનની મુદ્રા પણ ધારી રહે છે. આ ઉપરાંત કવિએ 'સૂરમંગલ'માં કેટલાંક સુંદર સંગીતરૂપકો પણ આપ્યાં છે.
‘રૂપનાં અમી'ના પ્રકાશન સાથે શ્રી બૂચે કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યુ. એમનાં કાવ્યો નાજુકતાની મુદ્રાથી અંકિત હોય છે. પ્રકૃતિ, પ્રીતિ અને અધ્યાત્મના એમના કાવ્યવિષયો, મધુર ગીતો, સફાઈદાર છંદોબદ્ધ કાવ્યો, સુંદર સૉનેટો અને સુદીર્ઘ રચનાઓમાં આલેખાઈને આસ્વાદ્ય બન્યા છે. સુગેયતા, પ્રાસાદિકતા અને ઊર્મિપ્રધાનતા- એમની કવિતાનાં નોંધપાત્ર લક્ષણો છે. ૧૯૫૫માં કવિએ ગુજરાત યુવક કૉંગ્રેસ દ્વારા ભારત પ્રવાસ કરેલો. એ નિમિત્તે પણ આપણને કેટલાંક કાવ્યો મળ્યાં છે. ભારતદર્શન દ્વારા રાષ્ટ્રની વિવિધ સિદ્ધિઓનું ગાન એમણે ‘ભાકરા નંગલ', ‘ખડકવાસલા' જેવાં કાવ્યોમાં ગાયુ છે. પ્રણયકાવ્યોમાં જેમ મુગ્ધતા અને દામ્પત્યની ‘અમી' ભાવના વ્યક્ત થઈ છે તેમ પ્રકૃતિકાવ્યોમાં પણ વિવિધ ઋતુ પરત્વેની કવિહૃદયની ભાવસ્થિતિ આકર્ષક નિરૂપણછટા ધારીને આલેખાઈ છે. કવિનાં કાવ્યો ચિંતનની મુદ્રા પણ ધારી રહે છે. આ ઉપરાંત કવિએ ‘સૂરમંગલ'માં કેટલાંક સુંદર સંગીતરૂપકો પણ આપ્યાં છે.
‘દલપતરામ-એક અધ્યયન' અને વિવિધ સામયિકોમાં પ્રગટ થતા રહેતા એમના સાહિત્યવિષયક અભ્યાસલેખો અને ૧૯૬૧ના ગ્રંથસ્થ વાક્મયની સમીક્ષા શ્રી બૂચના વિવેચક પાસાનું સારું દર્શન કરાવે છે. નાટક અને ટૂંકી વાર્તાના પ્રકારમાં પણ એમને નોંધપાત્ર સફળતા મળી છે. ગુજરાત વિદ્યાસભા, સાહિત્યસભા, સાહિત્યપરિષદ અને લેખકમિલન સાથે તેઓ સંકળાયેલા છે અને વિસનગરની કવિસભા, અને ત્યાંથી પ્રગટ થતા અનિયતકાલિક 'મંજરી' તેમ જ વડોદરાના ગુજરાતી સાહિત્ય મંદિરના તેઓ સ્થાપક છે.
‘દલપતરામ-એક અધ્યયન' અને વિવિધ સામયિકોમાં પ્રગટ થતા રહેતા એમના સાહિત્યવિષયક અભ્યાસલેખો અને ૧૯૬૧ના ગ્રંથસ્થ વાક્મયની સમીક્ષા શ્રી બૂચના વિવેચક પાસાનું સારું દર્શન કરાવે છે. નાટક અને ટૂંકી વાર્તાના પ્રકારમાં પણ એમને નોંધપાત્ર સફળતા મળી છે. ગુજરાત વિદ્યાસભા, સાહિત્યસભા, સાહિત્યપરિષદ અને લેખકમિલન સાથે તેઓ સંકળાયેલા છે અને વિસનગરની કવિસભા, અને ત્યાંથી પ્રગટ થતા અનિયતકાલિક ‘મંજરી' તેમ જ વડોદરાના ગુજરાતી સાહિત્ય મંદિરના તેઓ સ્થાપક છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 40: Line 40:
{{gap}}પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
{{gap}}પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
૧. ‘રૂપનાં અમી' માટે પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના, 'ગુજરાત મિત્ર', 'બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ, ૧૯૫૫.
૧. ‘રૂપનાં અમી' માટે પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના, ‘ગુજરાત મિત્ર', ‘બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ, ૧૯૫૫.
૨. ‘સાન્નિધ્ય’ માટે શ્રી જયંત પાઠકનો એ સંગ્રહમાંનો ‘આસ્વાદ', ‘ગુજરાત સમાચાર'.
૨. ‘સાન્નિધ્ય’ માટે શ્રી જયંત પાઠકનો એ સંગ્રહમાંનો ‘આસ્વાદ', ‘ગુજરાત સમાચાર'.
3. ‘દલપતરામ -એક અધ્યયન’ માટે ‘ગુજરાતમિત્ર'.
3. ‘દલપતરામ -એક અધ્યયન’ માટે ‘ગુજરાતમિત્ર'.

Revision as of 02:42, 15 June 2024

હસિતકાન્ત હરિરાય બૂચ

[૨૬–૪–૧૯૨૧]

કવિ શ્રી હસિત બૂચનું વતન જૂનાગઢ છે. એમનો જન્મ ઈ.સ. ૧૯૨૧ના એપ્રિલની ૨૬મી તારીખે વડોદરામાં થયો હતો. જ્ઞાતિએ નાગર ગૃહસ્થ. પિતાનું નામ શ્રી હરિરાય ભગવન્તરાય બૂચ અને માતાનું નામ સવિતાલક્ષ્મી. એમનાં લગ્ન ઈ.સ. ૧૯૪૬માં શ્રી જ્યોત્સનાબહેન સાથે થયાં હતાં. વડોદરાની શિક્ષણાનુભવ શાળામાં ચાર ધોરણ સુધી પ્રાથમિક કેળવણી લઈને તેઓ ત્યાંની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણ બરોડા કૉલેજમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા ઈ. ૧૯૪૨માં ઉત્તીણ કરી અને ભચેચ સિલ્વર કપ મેળવ્યો અને બરોડા કૉલેજમાં ફેલો તરીકે નિમાયા. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ. એ. ની પદવી મેળવી અને સ્વ. કે. હ. ધ્રુવ સુવર્ણચન્દ્રક વિજેતા બન્યા. ૧૯૪૫-૪૬માં મુંબઈ સરકારના પ્રકાશન ખાતામાં ગુજરાતી વિભાગના વડા અને તંત્રી તરીકે પ્રથમ કાર્ય કર્યું અને પછી વર્ષો સુધી વિસનગરની એમ. એન. કૉલેજમાં ગુજરાતીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે. અત્યારે જેઓ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના મુખ્ય પ્રાધ્યાપક છે. વિદ્યાર્થીજીવનમાં રાષ્ટ્રીય વિદ્યાર્થીસંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની વિવિધ પ્રવૃત્તિઓમાં એમણે સક્રિય ભાગ લીધેલો. શિક્ષિકાબહેન શ્રી માલતીબહેન રણદીવેએ પ્રથમ કાવ્ય લખવા કહ્યું અને એમણે ‘ગુલાબ' લખ્યું. માતા, પિતા અને પત્નીની એમની સાહિત્યરુચિની ખિલવણી અને સાહિત્યકાર્યની અનુકૂલતામાં પ્રબળ અસર છે. લેખનથી એમને આનંદ મળે છે અને જો તેથી વ્યક્તિ, ગૃહ અને વાચકસમાજને આનંદ મળતો હોય-સંસ્કાર સમજાતો હોય તો એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ સિદ્ધ થતો એમને લાગે છે. કવિ ન્હાનાલાલ અને બળવંતરાય એમના પ્રિય લેખકો છે અને કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પોતાના સર્જનમાં ઉપકારક થાય એ માટે તેઓ સાહિત્ય અને ઇતિહાસવિષયક પુસ્તક વિશેષ વાંચે છે. કુટુંબનું વાતાવરણ અને અધ્યાપનનો વ્યવસાય એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઈ. ૧૯૪૬માં ‘બ્રહ્મ અતિથિ' નામે એમની પ્રથમ કાવ્યકૃતિ પ્રગટ થઈ. એ પછી ‘રૂપનાં અમી' અને ‘સાન્નિધ્ય’ નામે કાવ્યસંગ્રહો એમણે આપ્યા. ‘સાન્નિધ્ય'ને ૧૯૬૧માં ગુજરાત રાજ્ય તરફથી પારિતોષિક પ્રાપ્ત થયેલું. કાવ્ય ઉપરાંત શ્રી બૂચ વાર્તા, નાટક અને વિવેચનલેખો પણ લખે છે. એમના ‘શુભસ્ય શીઘ્રમ્’ એકાંકીસંગ્રહને ૫ણ રાજ્ય સરકારનું પારિતોષિક મળ્યું છે. ‘રૂપનાં અમી'ના પ્રકાશન સાથે શ્રી બૂચે કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યુ. એમનાં કાવ્યો નાજુકતાની મુદ્રાથી અંકિત હોય છે. પ્રકૃતિ, પ્રીતિ અને અધ્યાત્મના એમના કાવ્યવિષયો, મધુર ગીતો, સફાઈદાર છંદોબદ્ધ કાવ્યો, સુંદર સૉનેટો અને સુદીર્ઘ રચનાઓમાં આલેખાઈને આસ્વાદ્ય બન્યા છે. સુગેયતા, પ્રાસાદિકતા અને ઊર્મિપ્રધાનતા- એમની કવિતાનાં નોંધપાત્ર લક્ષણો છે. ૧૯૫૫માં કવિએ ગુજરાત યુવક કૉંગ્રેસ દ્વારા ભારત પ્રવાસ કરેલો. એ નિમિત્તે પણ આપણને કેટલાંક કાવ્યો મળ્યાં છે. ભારતદર્શન દ્વારા રાષ્ટ્રની વિવિધ સિદ્ધિઓનું ગાન એમણે ‘ભાકરા નંગલ', ‘ખડકવાસલા' જેવાં કાવ્યોમાં ગાયુ છે. પ્રણયકાવ્યોમાં જેમ મુગ્ધતા અને દામ્પત્યની ‘અમી' ભાવના વ્યક્ત થઈ છે તેમ પ્રકૃતિકાવ્યોમાં પણ વિવિધ ઋતુ પરત્વેની કવિહૃદયની ભાવસ્થિતિ આકર્ષક નિરૂપણછટા ધારીને આલેખાઈ છે. કવિનાં કાવ્યો ચિંતનની મુદ્રા પણ ધારી રહે છે. આ ઉપરાંત કવિએ ‘સૂરમંગલ'માં કેટલાંક સુંદર સંગીતરૂપકો પણ આપ્યાં છે. ‘દલપતરામ-એક અધ્યયન' અને વિવિધ સામયિકોમાં પ્રગટ થતા રહેતા એમના સાહિત્યવિષયક અભ્યાસલેખો અને ૧૯૬૧ના ગ્રંથસ્થ વાક્મયની સમીક્ષા શ્રી બૂચના વિવેચક પાસાનું સારું દર્શન કરાવે છે. નાટક અને ટૂંકી વાર્તાના પ્રકારમાં પણ એમને નોંધપાત્ર સફળતા મળી છે. ગુજરાત વિદ્યાસભા, સાહિત્યસભા, સાહિત્યપરિષદ અને લેખકમિલન સાથે તેઓ સંકળાયેલા છે અને વિસનગરની કવિસભા, અને ત્યાંથી પ્રગટ થતા અનિયતકાલિક ‘મંજરી' તેમ જ વડોદરાના ગુજરાતી સાહિત્ય મંદિરના તેઓ સ્થાપક છે.

કૃતિઓ
૧. બ્રહ્મ અતિથિ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : જયદેવ બ્રધર્સ', વડોદરા.
२. સિદ્ધરાજ : મૌલિક, ચરિત્ર: પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા.
૩. રૂપનાં અમી : મૌલિક, કાવ્યસંગ્રહ: પ્ર. સાલ ૧૯૫૪,
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૪. ધમ્મપદ : અનુવાદ, કાવ્ય: પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : પોતે. બીજી આવૃત્તિ ૧૯૫૯ : પુસ્તકાલય લિ., વડોદરા.
૫. દલપતરામ-એક અધ્યયન : મૌલિક, વિવેચન: પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા.
૬. સિદ્ધહેમ : અનુવાદ (પ્રા. જ. કા. પટેલ સાથે), વ્યાકરણ; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : ચારુતર વિદ્યા મંડળ, આણંદ.
૭. સૂરમંગલ : મૌલિક, સંગીતરૂપકો; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : ભારત પ્રકાશન, અમદાવાદ.
८. સાન્નિધ્ય : મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૯. યાદવાસ્થળી : સંપાદન, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, અમદાવાદ.
૧૦. ૧૯૬૧ની ગુજરાતી ગ્રંથસ્થ વાક્મયની સમીક્ષા : મૌલિક, વિવેચન; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ.
૧૧ . શુભસ્ય શીઘ્રમ્ : મૌલિક, એકાંકીસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : લક્ષ્મી પુસ્તક ભંડાર, અમદાવાદ.
૧૨. હરિકિરણ : (સહલેખક) ચરિત્ર; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : અરવિંદરાય બૂચ, વડોદરા.
૧૩. આગિયા ઝબૂકિયા : મૌલિક, બાલગીતો; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘રૂપનાં અમી' માટે પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના, ‘ગુજરાત મિત્ર', ‘બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ, ૧૯૫૫.
૨. ‘સાન્નિધ્ય’ માટે શ્રી જયંત પાઠકનો એ સંગ્રહમાંનો ‘આસ્વાદ', ‘ગુજરાત સમાચાર'.
3. ‘દલપતરામ -એક અધ્યયન’ માટે ‘ગુજરાતમિત્ર'.
૪. ‘સૂરમંગલ' માટે શ્રી ડોલરરાય માંકડનો આમુખ.

સરનામું : ૯૪, સમસ્ત સોસાયટી, અમદાવાદ-૭..