પન્ના નાયકની કવિતા/તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = તારું ઘર એ તારું ઘર છે
|previous = તારું ઘર એ તારું ઘર
|next = ઝાડ જેમ મારે અહીં ઊભા રહેવું  
|next = ઝાડ જેમ મારે અહીં ઊભા રહેવું  
}}
}}

Revision as of 02:23, 23 August 2024

૨૫. તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું

તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.

મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ,
ને આમ તમે આંખોને કરી દીધી અંધ.
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી,
ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી.
અછાંદસ જેવો છે આપણો આ પંથ,
ને એનું તે નામ તમે છંદ રાખ્યું.