રાજેન્દ્ર પટેલની કવિતા/તીડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 28: Line 28:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શિકારીઓ જ શિકારીઓ
|previous = વાવાઝોડાં
|next = એક વિમાન
|next = વાંદરાઓ
}}
}}

Latest revision as of 02:56, 26 August 2024

૪૨. તીડ

આજકાલ, જ્યાં ને ત્યાં,
ઊભા ને ઊભા મોલ પર,
તૂટી પડે છે તીડ.

લીલપ તરસી આ તીડની ટોળકીઓ,
ઉજ્જડ કરતી જાય છે આ ધરા.

ખાવામાં એવાં તો મશગૂલ હોય છે આ તીડ,
જાણે બહેરાં ન હોય!
કોઈ પણ જંતુનાશક દવાથી કે,
ગમે તેવા ધુમાડાથી પણ ટેવાઈ ગયાં છે,
આ તીડ.

આ તીડ બાળપણમાં જોયેલાં તે નથી જ,
આ તો અપરંપાર ખાઈને પણ ભૂખ્યાં ડાંસ,
મસમોટાં જનાવરો કરતાં ભયંકર.

આ તીડે તો,
જાણે ઢાંકી દીધા છે સૂરજ ચાંદાને,
અને ભરદિવસે અંધારું કરી મૂક્યું છે.

ને કશાય અણસાર વિના,
છવાઈ ગયાં છે સર્વત્ર.