અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જ્યોત્સ્ના શુક્લ/અન્ધારાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)}} | {{Right|(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/માતા, તારો બેટડો આવે!| માતા, તારો બેટડો આવે!]] | માતા! તારો બેટડો આવે:]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/ઓ ન્યૂયૉર્ક! | ઓ ન્યૂયૉર્ક!]] | ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!]] | |||
}} |
Latest revision as of 08:48, 20 October 2021
અન્ધારાં
જ્યોત્સ્ના શુક્લ
આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન!
ના’વ્યો પ્રકાશ પગથાર :
જગે એકલી, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો વસન્ત લીલી કુંજમાં, રે બ્હેન!
ખીલી કળીઓ કરમાય :
દિલ દાઝતાં, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો મેં માનવીનાં યૂથમાં, રે બ્હેન!
મેલા કુટિલ એ વ્યવહાર :
ઝેર વરસતાં રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો કથા પુરાણ-મન્દિરે રે બ્હેન!
દીઠાં ત્યાં દંભ, અનાચાર :
જીવન શોષતાં રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધું હું કલ્પનાની સ્હાયથી, રે બ્હેન!
ઊડું ઊડું ને પડું છેક :
વને એકલી, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)