અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/વિસર્જન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(ઇલા કાવ્યો, રતન અને બીજાં બધાં, ત્રીજી આ., ૧૯૫૨, પૃ. ૧૦૦)}} | {{Right|(ઇલા કાવ્યો, રતન અને બીજાં બધાં, ત્રીજી આ., ૧૯૫૨, પૃ. ૧૦૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/ઓ ન્યૂયૉર્ક! | ઓ ન્યૂયૉર્ક!]] | ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/આત્મવિહંગને | આત્મવિહંગને]] | વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી]] | |||
} |
Revision as of 08:50, 20 October 2021
વિસર્જન
ચંદ્રવદન મહેતા
પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા!
ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંય જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે!
અને પ્હાડોના જો, વીજતણખાથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે!
નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા! તુજમય નવા સર્જન મહીં.
(ઇલા કાવ્યો, રતન અને બીજાં બધાં, ત્રીજી આ., ૧૯૫૨, પૃ. ૧૦૦)
{{HeaderNav
|previous= ઓ ન્યૂયૉર્ક! | ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!]]
|next = આત્મવિહંગને | વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી]]
}