અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/નો મળ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 32: Line 32:
ઝીલનારા કોઈ… નો મળ્યા રે… અમે.
ઝીલનારા કોઈ… નો મળ્યા રે… અમે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ગાંધીડો મારો
|next = સુખડ ઘસાઈ ગઈ
}}

Latest revision as of 10:01, 20 October 2021


નો મળ્યા

દુલા ભાયા ‘કાગ’

અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે…
ચડનારા કોઈ… નો મળ્યા રે…
અમે, દાદરો બનીને ખીલા ખાધા રે…
તપસ્યાનાં ફળ… નો ફળ્યાં રે… ટેક

માથડાં કપાવી અમે… ઘંટીએ દળાણા… (૨);
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે…
જમનારા… કોઈ નો મળ્યા રે… અમે.

નામ બદલાવ્યાં… અમે પથિકોને કાજે… (૨);
કેડો બનીને જુગ જુગ સૂતા રે…
ચાલનારા કોઈ… નો મળ્યા રે… અમે.

પગે બાંધ્યા ઘૂઘરા ને… માથે ઓઢી ઓઢણી… (૨);
ઘાઘરી પ્હેરીને પડમાં ઘૂમ્યા રે…
જોનારા… કોઈ નો મળ્યા રે… અમે.

કુહાડે કપાણા અમે… આગ્યુંમાં ઓરાણા… (૨);
કાયા સળગાવી ખાખ કીધી રે…
ચોળનારા કોઈ… નો મળ્યા રે… અમે.

સ્વયંવર કીધો આવ્યા… પુરુષ રૂપાળા… (૨);
કરમાં લીધી રૂડી વરમાળા રે…
મુછાળા કોઈ… નો મળ્યા રે… અમે.

‘કાગ’ બ્રહ્મલોક છોડ્યો છોડ્યો પતિતોને કાજે… (૨);
હેમાળેથી દેયું પડતી મેલી રે…
ઝીલનારા કોઈ… નો મળ્યા રે… અમે.