કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ઉંમર લાગી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
Line 24: | Line 24: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = આ શ્રેણીનાં સંપાદકો | |previous = આ શ્રેણીનાં સંપાદકો | ||
|next = | |next = આભાર હોય છે | ||
}} | }} |
Revision as of 13:49, 14 October 2024
૨. ઉંમર લાગી
ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી,
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.
ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી,
તને પણ પાછા ફરતાં એક મુદ્દત નામાબર લાગી.
ન મેં પરવા કરી તેનીય એણે નોંધ ના લીધી,
મને તો આખી દુનિયા મારા જેવી બેકદર લાગી.
ઝરણ સુકાઈને આ રીતથી મૃગજળ બની જાએ?
મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી.
હવે એવું કહીને મારું દુ:ખ શાને વધારો છો.
કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.
હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો,
અને શંકા કદી લાગી તો એ તારી ઉપર લાગી.
ઘણાં વરસો પછી આવ્યાં છો એનો એ પુરાવો છે,
જે મેંહદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.
બધા સુખદ અને દુ:ખદ પ્રસંગોને પચાવ્યા છે,
પછી આ આખી દુનિયા મારું દિલ લાગી, જિગર લાગી.
અચલ ઇન્કાર છે એનો ‘મરીઝ’ એમાં નવું શું છે?
મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી.
(આગમન, પૃ. ૩)