કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ચારે દિશા મને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઇશારે ઇશારે | ||
|next = | |next = હાલ સમજે છે | ||
}} | }} |
Latest revision as of 12:17, 15 October 2024
૨૩. ચારે દિશા મને
ચાહે છે મારા પ્રેમ તું ક્યાં લઈ જવા મને?
ખેંચી રહી છે કેમ આ ચારે દિશા મને?
માફીની માગણીથી જિગર ખૂન થઈ ગયું,
આ કેવી ક્રૂરતાથી કરો છો સજા મને?
સહેલું અને સરળ છે અહીંથી ઊડી જવું,
આવી નથી જો રાસ જગતની હવા મને.
એનો નથી ખયાલ કે તારી નજર નથી,
દુઃખ એ જ છે કે જોઈ રહ્યા છે બધા મને.
મારા જીવનવહનમાં સરિતાનો અંશ છે,
રસ્તે પડી રહું તો પડે છે મજા મને.
જાણે કોઈ કવિના કવનની કદર ન હો,
લાગે છે કંઈક એવું તમારા વિના મને.
જોતો નથી કશુંય હું દુનિયાના ધોરણે,
મારો જ વાંક છે કે ન આવી મજા મને.
ખુશ્બુથી તર કરી શકું મહેફિલને હું ‘મરીઝ’,
દે ફૂલ જેમ જો કોઈ થોડી જગા મને.
(આગમન, પૃ. ૬૭)