કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/કૃપાથી તારી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે!
વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે!
અહો! પર્ણે પર્ણે તવ સ્મિતભર્યો છંદ છલકે!
અહો! પર્ણે પર્ણે તવ સ્મિતભર્યો છંદ છલકે!
અજાણ્યું ના લાગે અહીં અવ મને કાંઈ કશુંયે;
અજાણ્યું ના લાગે અહીં અવ મને કાંઈ કશુંયે;
હવામાં હૂંફાળા અદીઠ કરનો સ્પર્શ ગ્રહતો.
હવામાં હૂંફાળા અદીઠ કરનો સ્પર્શ ગ્રહતો.
કૃપાથી તારી, મા, પથ મળી ગયો, નીરવ ગતિ.
કૃપાથી તારી, મા, પથ મળી ગયો, નીરવ ગતિ.
ચલાવ્યો ચાલું છું : શિર પર નથી ભાર વહેતો!
ચલાવ્યો ચાલું છું : શિર પર નથી ભાર વહેતો!
તમે તો પાસે છો : નસ નસમહીં નામ રટણા;
તમે તો પાસે છો : નસ નસમહીં નામ રટણા;
અનિદ્રા-નિદ્રામાં મધુર પ્રકટે કૈંક શમણાં.
અનિદ્રા-નિદ્રામાં મધુર પ્રકટે કૈંક શમણાં.
વસ્યાં છો આવીને ક્ષણક્ષણમહીં શાશ્વત થઈ;  
વસ્યાં છો આવીને ક્ષણક્ષણમહીં શાશ્વત થઈ;  
તમે આ મંદિરે ઝળહળ થતાં જ્યોતિ-કુસુમ!
તમે આ મંદિરે ઝળહળ થતાં જ્યોતિ-કુસુમ!
તમે મારી વાચા, હૃદયદલની આરત તમે;
તમે મારી વાચા, હૃદયદલની આરત તમે;
તમારા સાન્નિધ્યે જગ સકલનો થાક વિરમે!
તમારા સાન્નિધ્યે જગ સકલનો થાક વિરમે!

Latest revision as of 02:21, 13 November 2024

૨૭. કૃપાથી તારી

કૃપાથી તારી, મા, સરવર સમું આભ ઊઘડે
અને પંખીઓનાં કમળ ટહુકાઓ વિલસતા;
વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે!
અહો! પર્ણે પર્ણે તવ સ્મિતભર્યો છંદ છલકે!

અજાણ્યું ના લાગે અહીં અવ મને કાંઈ કશુંયે;
હવામાં હૂંફાળા અદીઠ કરનો સ્પર્શ ગ્રહતો.
કૃપાથી તારી, મા, પથ મળી ગયો, નીરવ ગતિ.
ચલાવ્યો ચાલું છું : શિર પર નથી ભાર વહેતો!

તમે તો પાસે છો : નસ નસમહીં નામ રટણા;
અનિદ્રા-નિદ્રામાં મધુર પ્રકટે કૈંક શમણાં.
વસ્યાં છો આવીને ક્ષણક્ષણમહીં શાશ્વત થઈ;
તમે આ મંદિરે ઝળહળ થતાં જ્યોતિ-કુસુમ!

તમે મારી વાચા, હૃદયદલની આરત તમે;
તમારા સાન્નિધ્યે જગ સકલનો થાક વિરમે!

૧૯૭૦(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૪૮-૧૪૯)