કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૮. એક ફળ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮. એક ફળ| નિરંજન ભગત}} <poem> રસ્તાની ધારના વૃક્ષની ડાળ ઉપર એક ફ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
એનું બીજ પણ ખરી ગયું | એનું બીજ પણ ખરી ગયું | ||
ધરતીમાં સરી ગયું. | ધરતીમાં સરી ગયું. | ||
૨૦૦૪ | ૨૦૦૪ | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૩૯)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૩૯)}} |
Revision as of 07:25, 10 July 2021
૪૮. એક ફળ
નિરંજન ભગત
રસ્તાની ધારના વૃક્ષની ડાળ ઉપર એક ફળ પાક્યું,
એની છાલ લીસી લીસી
એનો ગલ પોચો પોચો,
હર્યુંભર્યું
રસથી કસથી.
ન કોઈએ એને તોડ્યું,
ન કોઈએ એને ચાખ્યું,
કે ન કોઈએ એને ઝોળીમાં નાંખ્યું,
કે ન કોઈએ એને છાબમાં રાખ્યું.
દિવસ પછી દિવસ વહી ગયા,
એની છાલ ભૂકો ભૂકો,
એનો ગલ સૂકો, સૂકો,
હવે નથી રસ,
હવે નથી કસ,
એનું બીજ પણ ખરી ગયું
ધરતીમાં સરી ગયું.
૨૦૦૪
(બૃહદ છંદોલય, પૃ. ૩૩૯)