અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/શાંત કોલાહલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર! | કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ભૂલેશ્વરમાં એક રાત | |||
|next =આવડ્યું એનો અરથ (વનવાસીનું ગીત: ૪) | |||
}} |
Latest revision as of 07:42, 21 October 2021
શાંત કોલાહલ
રાજેન્દ્ર શાહ
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી?
ચંચલ કૈં!
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં!
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત
હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા
ઘર, હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-દ્યૌત નિર્મલ
ડ્હોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જ્વલ!
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર!