કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. ખોટી ચીજ| – જયન્ત પાઠક}} <poem> ખપે ન ખોટી ચીજ :: અમને ખપે ન ખોટી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
:: મનને ખપે ન ખોટી ચીજ. | :: મનને ખપે ન ખોટી ચીજ. | ||
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ. | ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ. | ||
::::::: —અમનેo | |||
:: અઢળક ચહું અંબાર તેજનો | :: અઢળક ચહું અંબાર તેજનો | ||
::: નહીં ઓછાથી રાચું; | :::: નહીં ઓછાથી રાચું; | ||
:: તુજ મુજ પ્રીતના દાવે માગું | :: તુજ મુજ પ્રીતના દાવે માગું | ||
::: તારું સકલ, નહીં યાચું. | ::: તારું સકલ, નહીં યાચું. | ||
Line 18: | Line 18: | ||
:::: મરજાદાને લોપી. | :::: મરજાદાને લોપી. | ||
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ | કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ | ||
::::::: —અમનેo | |||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)}} |
Revision as of 09:51, 10 July 2021
૫. ખોટી ચીજ
– જયન્ત પાઠક
ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ.
મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
—અમનેo
અઢળક ચહું અંબાર તેજનો
નહીં ઓછાથી રાચું;
તુજ મુજ પ્રીતના દાવે માગું
તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
આ જીવનજમનાના ઘાટે
ઘટ ભરનારી ગોપી;
મોહી પડી છું મોહન જગની
મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
—અમનેo
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)