અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/ભીના વાયરા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(પરિક્રમા, પૃ. ૭૩)}}
{{Right|(પરિક્રમા, પૃ. ૭૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = બંદો અને રાણી
|next = અમાસની મધરાત
}}

Latest revision as of 09:20, 21 October 2021


ભીના વાયરા

બાલમુકુન્દ દવે

ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી!
         ડોલે મારા દીવડિયાનાં નૂર જો,
ધીરા વાજે રે તારા વીંઝણા મારુજી!

પાછલી પછીતે વાગી વાંસળી મારુજી!
         સૂરે સૂરે વીંધે મારાં ઉર જો,
ધીરી વાજે રે તારી વાંસળી મારુજી!

અવળે હાથે તેં મારી કાંકરી મારુજી!
         સવળી થૈને વાગી તતકાળ જો,
એવા ના ખેલ ભૂંડા ખેલીએ મારુ જી!

ભોળાં તે હૈયાં ના છંછેડીએ મારુજી!
                  બાંધી હિંડોળા એને ડાળ જો,
         હૈયાંની વાડીઓ ના વેડીએ મારુજી!

(પરિક્રમા, પૃ. ૭૩)