અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/ઝાલાવાડી ધરતી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(પદ્મા, પૃ. ૧૮)}} | {{Right|(પદ્મા, પૃ. ૧૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આ અંધકાર શો મહેકે છે ! મ અડધો | |||
|next =નોળવેલ | |||
}} |
Latest revision as of 09:55, 21 October 2021
ઝાલાવાડી ધરતી
પ્રજારામ રાવળ
આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચો-ફરતી.
અહીં ફૂલ કેવળ આવળનાં :
અહીં નીર અધિકાં મૃગજળનાં :
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! — આ.
જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો :
વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથળ, ક્ષિતિજે ઢળતી! — આ.
આ તે કોઈ જનમ-વેરાગણ!
કે, કો ઉગ્ર તપંતી જોગણ!
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેશે ઉર મુજ ભરતી! — આ.
(પદ્મા, પૃ. ૧૮)