અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ `અનિલ'/થઈ ગયું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(રસ્તો, ૧૯૯૭, પૃ. ૧૨૦)}}
{{Right|(રસ્તો, ૧૯૯૭, પૃ. ૧૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બટુકરાય (બટુકશંકર) પંડ્યા/દર્દના દરિયામાં | દર્દના દરિયામાં]]  | દર્દના દરિયામાં ડૂબી જાઉં છું,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ `અનિલ'/રસ્તો | રસ્તો]]  | શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો, ]]
}}

Latest revision as of 10:04, 21 October 2021


થઈ ગયું

રતિલાલ `અનિલ’

અતિશય બધુંયે સહજ થઈ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઈ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઈ મૂગી તરજ થઈ ગયું છે.

હું તડકાના કૅન્વાસે ચીતરું છું કોયલ,
ઘણું કામ એવું, ફરજ થઈ ગયું છે.

છે દેવાના ડુંગર-શાં છોત્તેર વર્ષો,
કે અસ્તિત્વ એવું કરજ થઈ ગયું છે.

`અનિલ’, વિસ્તર્યું મૌન તડકા રૂપે આ,
મને પામવાનો જ ગજ થઈ ગયું છે.

(રસ્તો, ૧૯૯૭, પૃ. ૧૨૦)