કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૨. ચિતારો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૧. સમડી |૧૧. સમડી ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૩. વૃક્ષો |૧૩. વૃક્ષો ]] | |||
}} |
Latest revision as of 13:21, 4 September 2021
૧૨. ચિતારો
જયન્ત પાઠક
અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી. — ચિતારેo
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી! — ચિતારેo
લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! — ચિતારેo
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)