કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૯. માણસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯. માણસ|જયન્ત પાઠક}} <poem> રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે; હસતા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૭૮)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૭૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં |૨૮. દીકરીના લગ્ન પછી, ઘરમાં ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૦. થોડું થોડું યાદ |૩૦. થોડું થોડું યાદ ]] | |||
}} |
Latest revision as of 12:08, 6 September 2021
૨૯. માણસ
જયન્ત પાઠક
રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.
પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.
૨૨-૫-’૭૬
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૭૮)