કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૭. પાવાગઢમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. પાવાગઢમા|જયન્ત પાઠક}} <poem> ચાલો જરાક ફરીએ તડકાળ કેડીઓમાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
ટોચે પહોંચી પાછા સંભાળજો ઊતરતાં | ટોચે પહોંચી પાછા સંભાળજો ઊતરતાં | ||
સીધો ખીણો ભણીનો છે ઢાળ કેડીઓમાં. | સીધો ખીણો ભણીનો છે ઢાળ કેડીઓમાં. | ||
૨-૧-૧૯૮૭ | ૨-૧-૧૯૮૭ | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૦)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૦)}} |
Revision as of 08:38, 11 July 2021
૪૭. પાવાગઢમા
જયન્ત પાઠક
ચાલો જરાક ફરીએ તડકાળ કેડીઓમાં
આ પ્હાડની પુરાણી ખડકાળ કેડીઓમાં.
વૃક્ષોને પાન... ના, ના, છે પંખીઓ જ ફૂટ્યાં!
થોડું ટહેલી લઈએ ટહુકાળ કેડીઓમાં.
સ્તન જેવી ટેકરીઓ વચ્ચે છુપાતી ચાલે
ચાલો શીળી હૂંફાળી શરમાળ કેડીઓમાં.
ભાંગેલ મૂર્તિઓ ને તૂટેલ કોટ-કિલ્લા
શો રાંક થૈ પડ્યો છે આ કાળ કેડીઓમાં!
ટોચે પહોંચી પાછા સંભાળજો ઊતરતાં
સીધો ખીણો ભણીનો છે ઢાળ કેડીઓમાં.
૨-૧-૧૯૮૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૦)