ભારતીય કાવ્યસિદ્ધાંત/લક્ષણા: Difference between revisions

+ corrections
No edit summary
(+ corrections)
 
Line 19: Line 19:
તાત્પર્યબાધના આવા કિસ્સામાં વક્તાને જો ઊંધો જ અર્થ ઉદ્દિષ્ટ હોય, તો તે ‘વિપરીતલક્ષણા’ કહેવાય. દા.ત. બકરીથી ડરતા બાળકને કોઈ એમ કહે કે ‘ધન્ય તારી બહાદુરીને !’ અથવા પોતાની નિન્દા કરનારને કોઈ એમ કહે કે ‘તમારાં મધુર વચનો માટે તમારો આભાર !’ તો ત્યાં ઊલટો જ અર્થ અભિપ્રેત છે. અહીં શબ્દોના અર્થોના અન્વયમાં કોઈ મુશ્કેલી પડતી નથી. અખંડ વાક્યાર્થની પ્રાપ્તિ થઈ શકે છે, પણ આસપાસના સંદર્ભથી વક્તાનો અભિપ્રાય વિચારતાં અમુક શબ્દોનો બીજો અર્થ લેવો પડે છે. તેથી આ જાતના બાધને ‘તાત્પર્યબાધ’ કહી શકાય. (૨)

{{Poem2Close}}
{{Poem2Close}}
'''૨. તદ્ યોગ'''  
'''૨. તદ્ યોગ'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 26: Line 24:
આ રીતે જોતાં ‘गङ्गायां घोषः’ ‘ગંગાપ્રવાહ’ એ મુખ્યાર્થ અને ‘ગંગાતટ’ એ લક્ષ્યાર્થ વચ્ચે સામીપ્યનો સંબંધ છે. ‘ભારત આત્માની શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે.’ એ વાક્યમાં ‘ભારત’ શબ્દના ‘ભારતભૂમિ’ એ મુખ્યાર્થ અને ‘ભારતના લોકો’ એ લક્ષ્યાર્થ વચ્ચે આશ્રયાશ્રયિભાવ રહેલો છે. ‘छत्रिणः यान्ति’ એ વાક્યમાં ‘छत्रिणः’ શબ્દના ‘છત્રીવાળાઓ’ એ મુખ્યાર્થ અને ‘છત્રીવાળાઓ તથા છત્રી વગરના’ એ લક્ષ્યાર્થ વચ્ચે સાહચાર્યનો સંબંધ છે. ‘નર્મદ સિંહ હતો’ એમ કહીએ છીએ, ત્યારે ‘સિંહ’ શબ્દના ‘એ નામનું પ્રાણી’ એ મુખ્યાર્થ અને ‘(એના જેવું બળ ધરાવતો) નર્મદ’  એ લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ છે. ‘ધન્ય તારી બહાદુરીને’ વગેરે દાખલાઓમાં વૈપરીત્યનો સંબંધ છે.  

આમ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેના આવા અનેક સંબંધોમાંથી કોઈને કોઈ સંબંધ લક્ષણાપ્રવર્તન માટે અનિવાર્ય છે.
આમ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેના આવા અનેક સંબંધોમાંથી કોઈને કોઈ સંબંધ લક્ષણાપ્રવર્તન માટે અનિવાર્ય છે.
{{Poem2Close}}
'''૩. રૂઢિ અથવા પ્રયોજન'''
'''૩. રૂઢિ અથવા પ્રયોજન'''
{{Poem2Open}}
શબ્દનો લાક્ષણિક પ્રયોગ રૂઢિમૂલક અથવા તો પ્રયોજનમૂલક હોવો જોઈએ. ‘સાબરમતીને કાંઠે’ના અર્થમાં ‘સાબરમતી પર’ એવો શબ્દપ્રયોગ આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે એવી રૂઢિ કે પરંપરા હોય, અથવા તો એવો પ્રયોગ કરવા પાછળ કોઈ પ્રયોજન હોય. ફાવે તે શબ્દ ફાવે તે અર્થમાં, કશા પ્રયોજન વિના કે એવી કોઈ રૂઢિ ન હોય તે છતાં, યોજવામાં આવે તો આપણને બોલનારનું વક્તવ્ય પણ ન સમજાય.

મમ્મટ ‘कर्मणि कुशलः’ને રૂઢિલક્ષણાનું દ્રષ્ટાંત ગણાવે છે, પણ એ ચર્ચાસ્પદ છે. જ્યારે ‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથે આપેલા ‘कलिङ्ग: साहसिक:’ એ ઉદાહરણમાં પણ પ્રયોજન જોવું મુશ્કેલ નથી. કલિંગની સમગ્ર પ્રજાનું અવિનાભાવી લક્ષણ દર્શાવવા માટે ‘કલિંગના લોકો’ને બદલે ‘કલિંગ’ એવો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે એમ કહી શકાય. ખરી વાત તો એ છે કે રૂઢિ તો કાળક્રમે જ ઘડાય. આજે રૂઢિમૂલક ગણાતો લાક્ષણિક પ્રયોગ પહેલવહેલો થયો હોય, ત્યારે તો પ્રયોજનસર જ થયો હોવાનો વધુ સંભવ છે. એ રીતે બધી લક્ષણા મૂળમાં તો પ્રયોજનવતી જ ગણાય – આજે આપણે એનું પ્રયોજન ભૂલી ગયા હોઈએ તે જુદી વાત છે. છતાં, કેવળ રૂઢિ જ જેમાં કામ કરતી હોય એમ લાગે એવાં ઉદાહરણો – ભલે જૂજ પણ – મળશે ખરાં. જેમ કે ‘ફાનસ સળગ્યું.’ સળગે છે વાટ, છતાં આપણે કહીએ છીએ કે ‘ફાનસ સળગ્યું.’ આ એવો રૂઢિપ્રયોગ છે કે કોઈને એમાં લક્ષણા રહેલી હોવા વિષે જ સંશય ઊપજે. પણ ‘ફાનસ’નો મુખ્યાર્થ ‘વાટ’ નથી જ, અને એ અર્થમાં આપણે સામાન્ય રીતે એને પ્રયોજતા પણ નથી; તેથી આ દાખલામાં રૂઢિલક્ષણા ગણવી સયુક્તિક લાગે છે.

પ્રયોજન, સામાન્ય રીતે, મુખ્યાર્થના ધર્મો લક્ષ્યાર્થ પર આરોપવાનું હોય છે. ‘गङ्गातटे घोष’ એમ કહેવાથી વાસમાં શૈત્ય, પાવનત્વ આદિ ધર્મો એટલા પ્રમાણમાં પ્રતીત નથી થતા, જેટલા પ્રમાણમાં ‘गङ्गातटे घोष:’ કહેવાથી પ્રતીત થાય છે. આમ, શૈત્યપાવનત્વાદિની અતિશયતા દર્શાવવાનું અહીં પ્રયોજન છે. ‘મારું ઘર રસ્તા પર જ છે’ એવા લાક્ષણિક પ્રયોગનું પ્રયોજન સામીપ્યની અતિશયતા દર્શાવવાનું છે એમ કહી શકાય–રસ્તાની બાજુમાં, તરત જ મળી જાય એવું ઘર છે, એમ કહેવાનો આશય એમાં છે. ‘छत्रिणः यान्ति’ છત્રીવાળાઓનું પ્રાધાન્ય દર્શાવવાનું પ્રયોજન છે. ‘ધન્ય તારી બહાદુરીને!’ જેવી ઉક્તિમાં બાળકનું ડરપોકપણું સચોટ રીતે ખુલ્લું પાડવાનું પ્રયોજન છે.

'''આરોપિત ક્રિયા :'''
'''આરોપિત ક્રિયા :'''
{{Poem2Open}}
મમ્મટે લક્ષણાને શબ્દનો મૂળભૂત સ્વકીય વ્યાપાર (‘ક્રિયા’) નહિ, પણ આરોપિત વ્યાપાર કહેલ છે. શબ્દ સીધેસીધો લક્ષ્યાર્થ પ્રગટ કરી શકતો નથી. પહેલાં તો એ પોતાની અભિધાશક્તિ –જે એની ઈશ્વરદત્ત નૈસગિક શક્તિ છે તે - દ્વારા પોતાનો વાચ્યાર્થ પ્રગટ કરે છે; અને આ વાચ્યાર્થ બાધિત જણાતાં તેમાંથી અન્ય અર્થ લેવા આપણે પ્રવૃત્ત થઈએ છીએ. આમ, લક્ષણા એ શબ્દનો નહિ, પણ એક રીતે કહીએ તો, વાચ્યાર્થનો વ્યાપારછે અને શબ્દ ઉપર એ આરોપિત થયેલો છે.

વિશ્વનાથ પણ લક્ષણાને શબ્દની ‘अर्पिता शक्ति’ કહે છે અને એનું વિવરણ એ ‘स्वाभाविकेतरा ईश्वरानुद्भाविता’ એવા શબ્દોથી કરે છે. એટલે કે લક્ષણા અભિધાના જેવી શબ્દની સ્વાભાવિક કે ઈશ્વરદત્ત શક્તિ નથી; એ શબ્દની અમુક પરિસ્થિતિમાં અને કદાચ માણસની ઇચ્છાથી પ્રગટ થતી શક્તિ છે.