રામચન્દ્ર પટેલની કવિતા/લકીર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 19: Line 19:
{{right|– લાગે હવે ભર્યું ભર્યું ઘર...}}
{{right|– લાગે હવે ભર્યું ભર્યું ઘર...}}
{{right|૧૯૬૪}}</poem>}}
{{right|૧૯૬૪}}</poem>}}
<br>
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|next = તમે તો
}}

Revision as of 10:51, 2 March 2025

લકીર

હું એકલો મુજ ઘરે અમથો ઘડી ઘડી
બેચેન થૈ ફરી રહું...
ભીંતો તણું રુધિર ચૂસતી ન્હોર શી હતી
ચોંટી સશક્ત જરી ના હલતી ગરોળીઓ.
ને કોક કોક ક્ષણ મૂષક આવતા જ્યાં
દોડી, અવાજ હૂલવી-ગજવી ખસી જતા...
કૈં કેટલીય ઊડતી રૂપ-કામ ભૂખી
ઊંચે ચડી ઝઘડતી અહીં મૂક માખો.
-સામે તરે વળગણી કૃશ, હાડખોખું.
ને ગોળમાં સળવળી હળવે ફણી સમો
અંધાર ઊતરી ધસે ડસવા મને; ત્યાં
... પછીતની જાળીમાંથી
આવી પડી કિરણ ફૂટતું... ભોંય નીચે,
જાણે સરી ગઈ... અચાનક આછી રેશમી
તારી પ્રિયે! હળુ હળુ સ્મિતની લકીર,
– લાગે હવે ભર્યું ભર્યું ઘર...
૧૯૬૪