રામચન્દ્ર પટેલની કવિતા/એક શોકપ્રશસ્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
કેશ રોળાયા ઘર આંગણે | કેશ રોળાયા ઘર આંગણે | ||
મેંશે રંગાણાં કમાડ, | મેંશે રંગાણાં કમાડ, | ||
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે... | {{right|અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...}} | ||
કેશર છાંટીને ઝબક્યો આગિયો | કેશર છાંટીને ઝબક્યો આગિયો | ||
ચાંલ્લો ખર્યો સવા લાખનો, | ચાંલ્લો ખર્યો સવા લાખનો, | ||
મ્હેલ વચાળે મંડાણા આડાં વાંસડા | મ્હેલ વચાળે મંડાણા આડાં વાંસડા | ||
ચોકો ચીતરાણો રાખનો, | ચોકો ચીતરાણો રાખનો, | ||
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે... | {{right|અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...}} | ||
મોભે આવી બેઠો ઘુવડ રાજવી | મોભે આવી બેઠો ઘુવડ રાજવી | ||
સેરમાં ઊડી રે વાગોળ, | સેરમાં ઊડી રે વાગોળ, | ||
ઊભું બજાર છંટાયું ધૂળથી | ઊભું બજાર છંટાયું ધૂળથી | ||
તૂટી પડી રે હીરાભાગોળ, | તૂટી પડી રે હીરાભાગોળ, | ||
{{right|અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...}} | |||
ધરો-ફૂલ લઈને શું કરું વીરા? | ધરો-ફૂલ લઈને શું કરું વીરા? | ||
જ્વારો રોપ્યો મસાણ, | જ્વારો રોપ્યો મસાણ, | ||
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે... | {{right|અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Revision as of 02:23, 10 March 2025
એક શોકપ્રશસ્તિ
કંકુ રોવે રે કંકાવટીમાં
ચૌટે રોવે ચંદન ઝાડ,
કેશ રોળાયા ઘર આંગણે
મેંશે રંગાણાં કમાડ,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...
કેશર છાંટીને ઝબક્યો આગિયો
ચાંલ્લો ખર્યો સવા લાખનો,
મ્હેલ વચાળે મંડાણા આડાં વાંસડા
ચોકો ચીતરાણો રાખનો,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...
મોભે આવી બેઠો ઘુવડ રાજવી
સેરમાં ઊડી રે વાગોળ,
ઊભું બજાર છંટાયું ધૂળથી
તૂટી પડી રે હીરાભાગોળ,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...
ધરો-ફૂલ લઈને શું કરું વીરા?
જ્વારો રોપ્યો મસાણ,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...