અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ફરવા આવ્યો છું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(છંદોલય, પૃ. ૨૬૮)}} | {{Right|(છંદોલય, પૃ. ૨૬૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ચાલ, ફરીએ | |||
|next =અવકાશને માનવતાથી મઢીશ હું | |||
}} |
Revision as of 12:07, 21 October 2021
ફરવા આવ્યો છું
નિરંજન ભગત
હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
— રે ચહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!
(છંદોલય, પૃ. ૨૬૮)