અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/ઘટ છલક છલક છલકાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ગીતિકા, પૃ. ૨૩૮)}}
{{Right|(ગીતિકા, પૃ. ૨૩૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ઈસુની ઉક્તિ | ઈસુની ઉક્તિ]]  | મને ઉતારી લો ઉતારી લો આ વધસ્તંભ પરથી,  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/રાજગરો | રાજગરો]]  | ઘઉંના ખેતરમાં ઊગ્યો રાજગરો,  ]]
}}

Latest revision as of 12:52, 21 October 2021

ઘટ છલક છલક છલકાય

વિનોદ અધ્વર્યુ

         ઘટ છલક છલક છલકાય,
છોળ ઊડે ને છાંટે મારો ઘૂંઘટપટ ભીંજાય: ઘટ.

         પનઘટ પાણી ભરતાં ફરકી આંખ અચાનક મારી
         રાગે રણકો બજે, બેડલે કોણે કાંકરી મારી?
સરે સીંચણિયું, ગાગર અરધી અમથી ઢોળઈ જાય: ઘટ.

         બેડું અધૂરું તોય ભાર ક્યમ આજે ના ઊંચકાયો?
         વણઅણસારે વળી હાથ દેવા એ હસતો આયો;
માંડ ઈંઢોણી મૂકું મૂકું ત્યાં સાળુ સરકી જાય: ઘટ.

         અસ્થિર ડગલે હલે બેડલું; પીઠ પલળતી લાગે,
         કે નટખટ આંખોથી નવેલી નજરની છાલક વાગે?
મીઠું મહિયર મનમાન્યું પણ પગલાં પાછાં જાય. ઘટ.

(ગીતિકા, પૃ. ૨૩૮)