અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)}}
{{Right|(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/બતાવ, મને  | બતાવ, મને ]]  | નભથી અવકાશને હું કેમ જુદું પાડું?  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો | કાફિયો]]  | કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? ]]
}}

Latest revision as of 09:09, 22 October 2021

માય ના ઉમંગ

બકુલ રાવલ

આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું
         ને અવનિ તો અંગ અંગ મહેકી
મનના મરગલાનો માય ના ઉમંગ
         મારી લાગણીઓ જાય આજ લહેકી

પાંપણમાં ડોકાયા તારલિયા એમ ખૂલી
         સૂરજ ચંદરની બારી
સંધ્યાના રંગ મારી કીકીમાં ઝૂક્યા
         ને રાતડીએ માયા વિસ્તારી
સપનાંની દુનિયાયે જાગી અંગડાઈ લઈ એવી કે
         મારી ચેતનાઓ જાય આજ બહેકી

ફૂલડાંની ફોરમ ને માટીની સોડમથી
         અંતરને ઠેસ એવી લાગી
ગોપીની મટુકી-શી કાયામાં આજ
         જાણે કાનુડાની કાંકરી વાગી.
વનરા તે વનમાં બોલ્યા વિના જ મારી
         અંતરની સૃષ્ટિ ગઈ ચહેકી.

(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)