31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 28: | Line 28: | ||
આ જૂના કોશોની વાત થઈ. આધુનિક સમયમાં કોશની આવી કંઈક વ્યાખ્યા સામાન્યતઃ અપાય છે, જે જૂના કોશને પણ લાગુ પડે છે: કોશ એટલે કોઈ ભાષા, બોલી કે વિષયને અકારાદિક્રમે અથવા બીજા કોઈ નિશ્ચિત ક્રમે ગોઠવેલો, તે જ ભાષામાં કે બીજી કેાઈ ભાષામાં અર્થ કે સમજૂતી આપતો શબ્દસંગ્રહ. જુદાં જુદાં પ્રયોજનથી રચાયેલા કોશો માટે અંગ્રેજીમાં Dictionary ઉપરાંત Vocabulary, Glossary, Index, Concordance આદિ વાચકો છે, પણ આપણી ભાષાઓમાં તો 'કોશ', 'શબ્દકોશ' અને 'સૂચિ' શબ્દો સંદર્ભ અનુસાર જરૂરી અર્થો વ્યક્ત કરે છે. | આ જૂના કોશોની વાત થઈ. આધુનિક સમયમાં કોશની આવી કંઈક વ્યાખ્યા સામાન્યતઃ અપાય છે, જે જૂના કોશને પણ લાગુ પડે છે: કોશ એટલે કોઈ ભાષા, બોલી કે વિષયને અકારાદિક્રમે અથવા બીજા કોઈ નિશ્ચિત ક્રમે ગોઠવેલો, તે જ ભાષામાં કે બીજી કેાઈ ભાષામાં અર્થ કે સમજૂતી આપતો શબ્દસંગ્રહ. જુદાં જુદાં પ્રયોજનથી રચાયેલા કોશો માટે અંગ્રેજીમાં Dictionary ઉપરાંત Vocabulary, Glossary, Index, Concordance આદિ વાચકો છે, પણ આપણી ભાષાઓમાં તો 'કોશ', 'શબ્દકોશ' અને 'સૂચિ' શબ્દો સંદર્ભ અનુસાર જરૂરી અર્થો વ્યક્ત કરે છે. | ||
કોશ, આમ તો, ભાષાના તમામ શબ્દસમૂહનો અથવા તેના એક દેશનો સંગ્રહ તથા સમજૂતી આપે છે. હવે, વસ્તુઓ, વ્યક્તિઓ અને સ્થળોનાં વાચક નામો એ હકીકતમાં શબ્દો જ છે અને તેમની વિગતે સમજૂતી આપવાનું આવશ્યક હોય છે, તેથી એ પ્રકારના શબ્દોને કોશમાં સ્થાન મળે છે. જ્ઞાનનો વિસ્તાર તેમ જ વિશિષ્ટ વિષયોનું ખેડાણ વધતાં જે તે વિષયોના કે જ્ઞાનની વિશિષ્ટ શાખાઓના કોશો તથા ૫રિભાષાના કોશો રચાય છે. આ પ્રકારના સેંકડો કોશો પાશ્ચાત્ય ભાષાઓમાં છે એ આપતે સુવિદિત છે, પરંતુ, આ લખતી વખતે મને યાદ આવે છે તેમ, અત્રત્ય તથા પાશ્ચાત્ય થોડાક વિષયકોશોનાં નામ અહીં ટાંકું છું તે ઉપરથી મારું કહેવાનું સ્પષ્ટ થશે— 'રૂઢિપ્રયોગ કોશ', 'ભૌગોલિક કોશ', ' પૌરાણિક કથાકોશ', 'નર્મ કથાકોશ', ' ચરિત્રકોશ', 'દાર્શનિક કોશ', 'વહાણની પરિભાષા', A Dictionary of Geography, Dictionary of Universal Biography, Dictionary of National Biography, Dictionary of Events, Dictionary of American History, Dictionary of Folklore and Mythology, Dictionary of Sociology, Political Dictionary, Dictionary of Economics, Dictionary of Economic Products, Dictionary of Psychology, Dictionary of Linguistics, Dictionary of Education, Dictionary of Jurisprudence, Dictionary of Place- names, Dictionary of platitudes, Dictionary of Islam, American Stamp-collector's Dictionary, Dictionary of Music and Architecture, Dictionary of Hindu Architecture, Concise Oxford Dictionary of Music, Dictionary of Classical Literature and Antiquities, Dictionary of Literary Terms, Dict- ionary of American English, Dictionary of Slang, Lingo-Dictionary of American Under-world, Vedic Index, Pali Proper-names, Dictionary of Sanskrit Grammar ઇત્યાદિ. ‘પુરાણોમાં ગુજરાત' અને 'જૈન આગમસાહિત્યમાં ગુજરાત' જેવાં ગુજરાતી પુસ્તકોમાં પણ સ્થળનામો કે વ્યક્તિઓ વિષે તે તે મૂલ ગ્રંથોમાં પ્રાપ્ત થતી માહિતી સંકલિત કરીને કોશપદ્ધતિએ અકારાદિક્રમે આપવામાં આવી છે, એ અર્થમાં તે વિશિષ્ટ વિષયના કોશો જ છે. આમ અનેક વિષયોના અને તેમનીયે શાખા-પ્રશાખાઓના કોશો થતાં થતાં એ સર્વ જ્ઞાનશાખાઓને આવરી લેતા જ્ઞાનકોશો અથવા વિશ્વકોશો*<ref>* શ્રીધરસેનકૃત એક સંસ્કૃત કોશનું નામ ‘વિશ્વલોચનકોશ’ છે તે કેટલું સમુચિત અને કવિત્વમય છે!</ref> રચાય છે. | કોશ, આમ તો, ભાષાના તમામ શબ્દસમૂહનો અથવા તેના એક દેશનો સંગ્રહ તથા સમજૂતી આપે છે. હવે, વસ્તુઓ, વ્યક્તિઓ અને સ્થળોનાં વાચક નામો એ હકીકતમાં શબ્દો જ છે અને તેમની વિગતે સમજૂતી આપવાનું આવશ્યક હોય છે, તેથી એ પ્રકારના શબ્દોને કોશમાં સ્થાન મળે છે. જ્ઞાનનો વિસ્તાર તેમ જ વિશિષ્ટ વિષયોનું ખેડાણ વધતાં જે તે વિષયોના કે જ્ઞાનની વિશિષ્ટ શાખાઓના કોશો તથા ૫રિભાષાના કોશો રચાય છે. આ પ્રકારના સેંકડો કોશો પાશ્ચાત્ય ભાષાઓમાં છે એ આપતે સુવિદિત છે, પરંતુ, આ લખતી વખતે મને યાદ આવે છે તેમ, અત્રત્ય તથા પાશ્ચાત્ય થોડાક વિષયકોશોનાં નામ અહીં ટાંકું છું તે ઉપરથી મારું કહેવાનું સ્પષ્ટ થશે— 'રૂઢિપ્રયોગ કોશ', 'ભૌગોલિક કોશ', ' પૌરાણિક કથાકોશ', 'નર્મ કથાકોશ', ' ચરિત્રકોશ', 'દાર્શનિક કોશ', 'વહાણની પરિભાષા', A Dictionary of Geography, Dictionary of Universal Biography, Dictionary of National Biography, Dictionary of Events, Dictionary of American History, Dictionary of Folklore and Mythology, Dictionary of Sociology, Political Dictionary, Dictionary of Economics, Dictionary of Economic Products, Dictionary of Psychology, Dictionary of Linguistics, Dictionary of Education, Dictionary of Jurisprudence, Dictionary of Place- names, Dictionary of platitudes, Dictionary of Islam, American Stamp-collector's Dictionary, Dictionary of Music and Architecture, Dictionary of Hindu Architecture, Concise Oxford Dictionary of Music, Dictionary of Classical Literature and Antiquities, Dictionary of Literary Terms, Dict- ionary of American English, Dictionary of Slang, Lingo-Dictionary of American Under-world, Vedic Index, Pali Proper-names, Dictionary of Sanskrit Grammar ઇત્યાદિ. ‘પુરાણોમાં ગુજરાત' અને 'જૈન આગમસાહિત્યમાં ગુજરાત' જેવાં ગુજરાતી પુસ્તકોમાં પણ સ્થળનામો કે વ્યક્તિઓ વિષે તે તે મૂલ ગ્રંથોમાં પ્રાપ્ત થતી માહિતી સંકલિત કરીને કોશપદ્ધતિએ અકારાદિક્રમે આપવામાં આવી છે, એ અર્થમાં તે વિશિષ્ટ વિષયના કોશો જ છે. આમ અનેક વિષયોના અને તેમનીયે શાખા-પ્રશાખાઓના કોશો થતાં થતાં એ સર્વ જ્ઞાનશાખાઓને આવરી લેતા જ્ઞાનકોશો અથવા વિશ્વકોશો*<ref>* શ્રીધરસેનકૃત એક સંસ્કૃત કોશનું નામ ‘વિશ્વલોચનકોશ’ છે તે કેટલું સમુચિત અને કવિત્વમય છે!</ref> રચાય છે. | ||
પરન્તુ આ વ્યાખ્યાનમાં હું કોશ એટલે શબ્દકોશની વાત કરીશ. કોઈ પણ મોટા શબ્દકોશમાં જ્ઞાનકોશનાં અમુક લક્ષણ આવવાનાં, તેમ છતાં ગૌણમુખ્યભાવથી જોતાં તેનું ધ્યાન પ્રધાનતયા વસ્તુઓ ઉપર નહિ, પણ તેમના વાચક શબ્દો ઉપર છે; એનું ધ્યેય ભાષાની સંચિત શબ્દાર્થ-સંપત્તિનો વ્યવસ્થિત અને શાસ્ત્રીય સંગ્રહ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''ગુજરાતીમાં કોશપ્રવૃત્તિ''' | '''ગુજરાતીમાં કોશપ્રવૃત્તિ''' | ||
| Line 37: | Line 37: | ||
'''ડ્રમંડની 'ગ્લોસરી’ (ઈ. સ. ૧૮૦૮) તથા બીજા શબ્દકોશો''' | '''ડ્રમંડની 'ગ્લોસરી’ (ઈ. સ. ૧૮૦૮) તથા બીજા શબ્દકોશો''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈ.સ ૧૮૦૮માં પ્રગટ થયેલી, આર. ડ્રમંડકૃત 'ગ્લોસરી' ખૂબ રસપ્રદ અને નોંધપાત્ર છે. જેમ પહેલું વિસ્તૃત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજકૃત ગુજરાતનો પહેલો ઇતિહાસ 'રાસમાળા' અંગ્રેજકૃત, તેમ જ ૧૫૩ વર્ષ પહેલાંનો આ પ્રથમ ગુજરાતી શબ્દસંગ્રહ પણ અંગ્રેજકૃત છે. એનો કર્તા ડ્રમંડ અંગ્રેજ અમલદાર હતો અને તેણે પોતાની નિવૃત્તિના થોડા સમય પહેલાં જ પશ્ચિમ ભારત પ્રત્યેના પોતાના પ્રેમની નિશાની તરીકે એ છપાવ્યો હતો એમ પ્રસ્તાવના ઉપરથી જણાય છે. વળી, આ પુસ્તક પહેલાં તો થોડાક મિત્રોના ઉપયોગ માટે તૈયાર કર્યું હતું પણ પાછળથી તેઓના આગ્રહથી એ છપાવ્યું એમ પણ કર્તા કહે છે શરૂઆતમાં (પૃ. ૧-૨૮) કર્તાએ ગુજરાતી અને મરાઠી ભાષાનું રૂપરેખાત્મક વ્યાકરણ એની અંગ્રેજી સમજૂતી સાથે આપ્યું છે; એમાંનું ગુજરાતી લખાણ ગુજરાતી લિપિમાં અને મરાઠી લખાણ બધું મોડી લિપિમાં છે. એ પછી 'ગ્લોસરી' શીર્ષક નીચે એક ગુજરાતી-અંગ્રેજી શબ્દસંગ્રહ છે, જેમાં કુલ ૪૬૩ ગુજરાતી શબ્દોની વિસ્તૃત અંગ્રેજી સમજૂતી આપી છે. 'ગ્લોસરી'માં પૃષ્ઠસંખ્યા છાપેલી નથી, પણ મોટા કદનાં ૯૮ પાનાં તે રોકે છે. એકંદરે શબ્દોની સમજૂતી પૂરતા વિસ્તારથી, વસ્તુની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભૂમિકા પરદેશી વાચકોને બરાબર સમજાય એ રીતે આપી છે, અને આ પુસ્તક અત્યારે ગુજરાતી વાચકો માટે પણુ કાઈ પ્રાચીન હસ્તપ્રત જેટલું દુર્લભ હોઈ એમાંની કેટલીયે વાતો તત્કાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ સમજવા માટે બહુ અગત્યની છે. નીચેના શબ્દોની સમજૂતીઓ એનું ઉદાહરણ છે- અગનીદાહ, આંગડીઆ, બામન, બાવચા, બાએડી (ગુજરાતમાં બધે સ્ત્રીને 'બાયડી' કહે છે, માત્ર સૂરત જિલ્લામાં 'બૈરી' કહે છે, પણ ત્યાંચે પત્નીને 'બૈયર' કહે છે—એવો સૂક્ષ્મ ભેદ કર્તાએ નોંધ્યું છે!) ભાટ, ભવાઈ, ભુમીદાહ, ધાવ, ઢેડા, દુબલા, પારસી, ઇનામ, ઢંઢેરો, દંડ, દુમાલી, ગરાશ, હલાલખોર, જાગીર, જલદાહ, જમાબંદી, કણબી, મહાજન, મને તેદાર, મહીવાશી, મજૂરી, નઆત (નાત), મજમુંદાર, પગી, રેખતા, સવારી, સુખડી, ટાંકું ઇત્યાદિ. કર્તાને ગુજરાતની લોકસ્થિતિ, રીતરિવાજ, ભાષા અને વહીવટનો પ્રત્યક્ષ અને ઘનિષ્ઠ પરિચય છે એ સ્પષ્ટ જણાય છે. 'ગ્લોસરી' સાદ્યન્ત અકારાદિ ક્રમે નથી, વચ્ચે વચ્ચે કંઈક અવ્યવસ્થા છે. પરંતુ આખો શબ્દસંગ્રહ અનેક રીતે અભ્યાસપાત્ર છે. મુદ્રિત પુસ્તકો કેટલીક વાર હસ્તપ્રત કરતાંયે અનેકગણું વિરલ અને મૂલ્યવાન હોય છે, તેવું આ છે. મુદ્રણકળાનો આરંભ થયો ત્યાર પછી થોડાક દસકામાં છપાયેલાં ગુજરાતી પુસ્તક, જેમને પુસ્તકાલય-વિજ્ઞાનની પરિભાષામાં Incuma-bula કહી શકાય, જે વિષે આપણો વિદ્યારસિક વર્ગ પણ બહુ ઓછું જાણે છે, તેમની વિગતવાર વર્ણનાત્મક સૂચિ જુદાં જુદાં પુસ્તકાલયો અને સંગ્રહોને આધારે હવે તૈયાર થવી જોઈએ. | ઈ.સ ૧૮૦૮માં પ્રગટ થયેલી, આર. ડ્રમંડકૃત 'ગ્લોસરી' ખૂબ રસપ્રદ અને નોંધપાત્ર છે. જેમ પહેલું વિસ્તૃત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજકૃત ગુજરાતનો પહેલો ઇતિહાસ 'રાસમાળા' અંગ્રેજકૃત, તેમ જ ૧૫૩ વર્ષ પહેલાંનો આ પ્રથમ ગુજરાતી શબ્દસંગ્રહ પણ અંગ્રેજકૃત છે. એનો કર્તા ડ્રમંડ અંગ્રેજ અમલદાર હતો અને તેણે પોતાની નિવૃત્તિના થોડા સમય પહેલાં જ પશ્ચિમ ભારત પ્રત્યેના પોતાના પ્રેમની નિશાની તરીકે એ છપાવ્યો હતો એમ પ્રસ્તાવના ઉપરથી જણાય છે. વળી, આ પુસ્તક પહેલાં તો થોડાક મિત્રોના ઉપયોગ માટે તૈયાર કર્યું હતું પણ પાછળથી તેઓના આગ્રહથી એ છપાવ્યું એમ પણ કર્તા કહે છે શરૂઆતમાં (પૃ. ૧-૨૮) કર્તાએ ગુજરાતી અને મરાઠી ભાષાનું રૂપરેખાત્મક વ્યાકરણ એની અંગ્રેજી સમજૂતી સાથે આપ્યું છે; એમાંનું ગુજરાતી લખાણ ગુજરાતી લિપિમાં અને મરાઠી લખાણ બધું મોડી લિપિમાં છે. એ પછી 'ગ્લોસરી' શીર્ષક નીચે એક ગુજરાતી-અંગ્રેજી શબ્દસંગ્રહ છે, જેમાં કુલ ૪૬૩ ગુજરાતી શબ્દોની વિસ્તૃત અંગ્રેજી સમજૂતી આપી છે. 'ગ્લોસરી'માં પૃષ્ઠસંખ્યા છાપેલી નથી, પણ મોટા કદનાં ૯૮ પાનાં તે રોકે છે. એકંદરે શબ્દોની સમજૂતી પૂરતા વિસ્તારથી, વસ્તુની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભૂમિકા પરદેશી વાચકોને બરાબર સમજાય એ રીતે આપી છે, અને આ પુસ્તક અત્યારે ગુજરાતી વાચકો માટે પણુ કાઈ પ્રાચીન હસ્તપ્રત જેટલું દુર્લભ હોઈ એમાંની કેટલીયે વાતો તત્કાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ સમજવા માટે બહુ અગત્યની છે. નીચેના શબ્દોની સમજૂતીઓ એનું ઉદાહરણ છે- અગનીદાહ, આંગડીઆ, બામન, બાવચા, બાએડી (ગુજરાતમાં બધે સ્ત્રીને 'બાયડી' કહે છે, માત્ર સૂરત જિલ્લામાં 'બૈરી' કહે છે, પણ ત્યાંચે પત્નીને 'બૈયર' કહે છે—એવો સૂક્ષ્મ ભેદ કર્તાએ નોંધ્યું છે!) ભાટ, ભવાઈ, ભુમીદાહ, ધાવ, ઢેડા, દુબલા, પારસી, ઇનામ, ઢંઢેરો, દંડ, દુમાલી, ગરાશ, હલાલખોર, જાગીર, જલદાહ, જમાબંદી, કણબી, મહાજન, મને તેદાર, મહીવાશી, મજૂરી, નઆત (નાત), મજમુંદાર, પગી, રેખતા, સવારી, સુખડી, ટાંકું ઇત્યાદિ. કર્તાને ગુજરાતની લોકસ્થિતિ, રીતરિવાજ, ભાષા અને વહીવટનો પ્રત્યક્ષ અને ઘનિષ્ઠ પરિચય છે એ સ્પષ્ટ જણાય છે. 'ગ્લોસરી' સાદ્યન્ત અકારાદિ ક્રમે નથી, વચ્ચે વચ્ચે કંઈક અવ્યવસ્થા છે. પરંતુ આખો શબ્દસંગ્રહ અનેક રીતે અભ્યાસપાત્ર છે. મુદ્રિત પુસ્તકો કેટલીક વાર હસ્તપ્રત કરતાંયે અનેકગણું વિરલ અને મૂલ્યવાન હોય છે, તેવું આ છે. મુદ્રણકળાનો આરંભ થયો ત્યાર પછી થોડાક દસકામાં છપાયેલાં ગુજરાતી પુસ્તક, જેમને પુસ્તકાલય-વિજ્ઞાનની પરિભાષામાં Incuma-bula કહી શકાય, જે વિષે આપણો વિદ્યારસિક વર્ગ પણ બહુ ઓછું જાણે છે, તેમની વિગતવાર વર્ણનાત્મક સૂચિ જુદાં જુદાં પુસ્તકાલયો અને સંગ્રહોને આધારે હવે તૈયાર થવી જોઈએ. | ||
આવું બીજું એક નોંધપાત્ર પુસ્તક તે સોરાબશા ડોસાભાઈકૃત Idiomatic Exercises illustrative of the phraseology and structure of the English and Gujarati Lang- uages છે (મુંબઈ, ૧૮૪૧). આ પુસ્તકનું ગુજરાતી શીર્ષક આ પ્રમાણે આપ્યું છે: 'અંગરેજી તથા ગુજરાતી ભાશા બોલવાની રીતીઓનાં કાએદાનાં તથા તેવોની બનાવટનાં દાખલાની વાકેઆવલી.' આ રીતસરનો કોશ નથી, પણ વિલ્સનની Idiomatic Exercisesનું મૂળ સાથે ગુજરાતી ભાષાન્તર છે. અંગ્રેજી વાક્યો અને તેમનું ગુજરાતી ભાષાન્તર સામસામાં પાનાં ઉપર છાપ્યાં છે. નામ, વિશેષણ અને ક્રિયાપદ એ વિભાગોમાં અકારાદિ ક્રમે અંગ્રેજી શબ્દોનાં, વાક્યપ્રયોગમાં, ઉદાહરણ આપ્યાં છે. ઉદાહત અંગ્રેજી શબ્દો ઈટાલિકમાં અને તેમના ગુજરાતી પર્યાર્યો મોટા અક્ષરોમાં છાપ્યા છે, એટલે આશરે ૨૫૦૦ મહત્ત્વના શબ્દોનો અંગ્રેજી-ગુજરાતી કોશ આ પુસ્તકમાં આપોઆપ મળી જાય છે; જોકે અનુવાદની ભાષા બિલકુલ પારસીશાઈ છે. | આવું બીજું એક નોંધપાત્ર પુસ્તક તે સોરાબશા ડોસાભાઈકૃત Idiomatic Exercises illustrative of the phraseology and structure of the English and Gujarati Lang- uages છે (મુંબઈ, ૧૮૪૧). આ પુસ્તકનું ગુજરાતી શીર્ષક આ પ્રમાણે આપ્યું છે: 'અંગરેજી તથા ગુજરાતી ભાશા બોલવાની રીતીઓનાં કાએદાનાં તથા તેવોની બનાવટનાં દાખલાની વાકેઆવલી.' આ રીતસરનો કોશ નથી, પણ વિલ્સનની Idiomatic Exercisesનું મૂળ સાથે ગુજરાતી ભાષાન્તર છે. અંગ્રેજી વાક્યો અને તેમનું ગુજરાતી ભાષાન્તર સામસામાં પાનાં ઉપર છાપ્યાં છે. નામ, વિશેષણ અને ક્રિયાપદ એ વિભાગોમાં અકારાદિ ક્રમે અંગ્રેજી શબ્દોનાં, વાક્યપ્રયોગમાં, ઉદાહરણ આપ્યાં છે. ઉદાહત અંગ્રેજી શબ્દો ઈટાલિકમાં અને તેમના ગુજરાતી પર્યાર્યો મોટા અક્ષરોમાં છાપ્યા છે, એટલે આશરે ૨૫૦૦ મહત્ત્વના શબ્દોનો અંગ્રેજી-ગુજરાતી કોશ આ પુસ્તકમાં આપોઆપ મળી જાય છે; જોકે અનુવાદની ભાષા બિલકુલ પારસીશાઈ છે. | ||