અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/ચાલ મન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)}}
{{Right|(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં) | તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં)]]  | પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/પાગલખાનું | પાગલખાનું]]  | અહીં હિટલર પોતાની બંધ મુઠ્ઠીથી ]]
}}

Latest revision as of 09:32, 22 October 2021

ચાલ મન

વિપિન પરીખ

વૃક્ષ કદાચ એમ પણ કહે —
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે —
‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લૅટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું.’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.

ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે!

(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)