અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ઉપરકોટ અવલોકતાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(આપણી કવિતા સમૃદ્ધિ, પૃ. ૨૪૭)}} | {{Right|(આપણી કવિતા સમૃદ્ધિ, પૃ. ૨૪૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ઊપડી ડમણી | |||
|next =વાસંતી મિજાજ | |||
}} |
Latest revision as of 10:09, 22 October 2021
ઉપરકોટ અવલોકતાં
ભાનુપ્રસાદ પંડ્યા
ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી
ત્યમ લહુ ઉઘાડાં ઊંચેરાં દુવાર, જતાં મહીં
પગ થથરતા, મારી વાંસે ધસે બીજું કોણ આ?
ચમકી રહ્યું – એ મારી છાયા! નહીં જયસિંહની!
અવ ભૂખર સિંદૂરી લીટામહીં ગઢ-ગોખલે
કથની ઊકલે ઝાંખી પાંખી સુભાગ્ય સર્યાતણી.
હવડ ગલી, આ ટીંબા, જ્યાં ત્યાં છવાયલ ઝાંખરાં
ઘણુંય ઢબૂરી બેઠાં કિન્તુ કશું નવ ઓચરે!
નવઘણ કૂવાના ઊંડાણે તરે ઇતિહાસનું
શબ, ગરગડીથી રોતી ના છતાંય અડીકડી?
ઉપર ચઢું કોટે – રહેંસાતી સુણું ચીસકોમળી?
ઉપર ચઢું કોટે – રહેંસાતી સુણું ચીસકોમળી?
પવન સૂસવે! કાળું ઓઢી મલીર શિલા મૂગી.
નીરખી રહું ધક્કાબારી આ – શકે અહીંથી પડી
વિભર સહુ વિલાયો; સામે વ્યથા ગારિ શી ખડી!
(આપણી કવિતા સમૃદ્ધિ, પૃ. ૨૪૭)