31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 43: | Line 43: | ||
કૃતિવિષયક પ્રશ્નોમાં એક પ્રશ્ન કૃતિનામનો છે. મધ્યકાળમાં આ અંગેની સ્થિતિ ઠીકઠીક પ્રવાહી હતી. કૃતિની પુષ્પિકામાં લહિયાઓ અંદરની સામગ્રીને અનુલક્ષીને એક યા બીજા નામથી કૃતિનો ઉલ્લેખ કરે એવું બનતું. આમાંથી આપણા મનમાં સંભ્રમ થાય એવી પરિસ્થિતિ પણ ઊભી થતી. ‘વિનેચટનો રાસ’ અને ‘વિદ્યાવિલાસ રાસ’ તરીકે ઓળખાવાયેલી એક કર્તાની એક જ કૃતિ – એની કથાવસ્તુ આપણે ન જાણતા હોઈએ તો—બે અલગ કૃતિઓ હોવાનું માનીને આપણે ચાલીએ. (હકીકતમાં આવું બનેલું છે.) વિરહી રામે સીતાને લખેલા પત્ર(લેખ) રૂપે કૃતિ છે એમ આપણે જાણતા ન હોઈએ તો ‘રામસીતાલેખ’ અને ‘સીતાવિરહ’ને આપણે બે જુદી કૃતિઓ જ લેખીએ. | કૃતિવિષયક પ્રશ્નોમાં એક પ્રશ્ન કૃતિનામનો છે. મધ્યકાળમાં આ અંગેની સ્થિતિ ઠીકઠીક પ્રવાહી હતી. કૃતિની પુષ્પિકામાં લહિયાઓ અંદરની સામગ્રીને અનુલક્ષીને એક યા બીજા નામથી કૃતિનો ઉલ્લેખ કરે એવું બનતું. આમાંથી આપણા મનમાં સંભ્રમ થાય એવી પરિસ્થિતિ પણ ઊભી થતી. ‘વિનેચટનો રાસ’ અને ‘વિદ્યાવિલાસ રાસ’ તરીકે ઓળખાવાયેલી એક કર્તાની એક જ કૃતિ – એની કથાવસ્તુ આપણે ન જાણતા હોઈએ તો—બે અલગ કૃતિઓ હોવાનું માનીને આપણે ચાલીએ. (હકીકતમાં આવું બનેલું છે.) વિરહી રામે સીતાને લખેલા પત્ર(લેખ) રૂપે કૃતિ છે એમ આપણે જાણતા ન હોઈએ તો ‘રામસીતાલેખ’ અને ‘સીતાવિરહ’ને આપણે બે જુદી કૃતિઓ જ લેખીએ. | ||
અર્વાચીન સાહિત્યમાં લહિયાની દરમ્યાનગીરી નથી હોતી, છતાં કૃતિનામના પ્રશ્નો રહેવાના – જુદાં કારણોથી. કાન્તે પોતે સામયિકમાં છપાયેલાં એમનાં કાવ્યોનાં શીર્ષકો ‘પૂર્વાલાપ’માં બદલ્યાં છે. આ વસ્તુ સંશોધકને ઘડીભર ગૂંચવણમાં નાખે જ. છપાયેલા ગ્રંથોની બાબતમાં તો એમનાં અધિકૃત નામ એમાં આપેલાં હોય તે જ ગણાય. પણ કોઈ વાર અનવધાનથી કે સરળતા ખાતર ગ્રંથનામનો જુદી રીતે ઉલ્લેખ થતો હોય છે અને એ ચલણ બની જતો હોય છે. બટુભાઈ ઉમરવાડિયાના નાટ્યસંગ્રહનું નામ ગ્રંથ પર તો છે ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ પણ બટુભાઈ પોતે જ પોતાના પછીના પુસ્તકમાં એ ગ્રંથનો ઉલ્લેખ ‘મત્સ્યગંધા અને ગાંગેય’ એ રીતે કરે છે. | અર્વાચીન સાહિત્યમાં લહિયાની દરમ્યાનગીરી નથી હોતી, છતાં કૃતિનામના પ્રશ્નો રહેવાના – જુદાં કારણોથી. કાન્તે પોતે સામયિકમાં છપાયેલાં એમનાં કાવ્યોનાં શીર્ષકો ‘પૂર્વાલાપ’માં બદલ્યાં છે. આ વસ્તુ સંશોધકને ઘડીભર ગૂંચવણમાં નાખે જ. છપાયેલા ગ્રંથોની બાબતમાં તો એમનાં અધિકૃત નામ એમાં આપેલાં હોય તે જ ગણાય. પણ કોઈ વાર અનવધાનથી કે સરળતા ખાતર ગ્રંથનામનો જુદી રીતે ઉલ્લેખ થતો હોય છે અને એ ચલણ બની જતો હોય છે. બટુભાઈ ઉમરવાડિયાના નાટ્યસંગ્રહનું નામ ગ્રંથ પર તો છે ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ પણ બટુભાઈ પોતે જ પોતાના પછીના પુસ્તકમાં એ ગ્રંથનો ઉલ્લેખ ‘મત્સ્યગંધા અને ગાંગેય’ એ રીતે કરે છે. | ||
કોઈ વાર અપૂરતી માહિતીને કારણે કૃતિનામમાં ભૂલ થાય એમ પણ બને. ‘પ્રાકટ્યસિદ્ધાંત’ એ ગોપાલદાસની કૃતિ ‘ગોકુલેશ- રસાબ્ધિક્રીડાકલ્લોલ’ના એક અંશનું નામ છે તે ‘કવિચરિત ભા. ૧-૨’ (કે. કા. શાસ્ત્રી)માં કૃતિનામ તરીકે ઉલ્લેખાય છે. અર્વાચીન સાહિત્યમાં મુદ્રણદોષથી કૃતિનામ બદલાઈ જાય એમ બને. રાજેન્દ્ર શુક્લનું ‘અવાજ’ કાવ્ય એક પાઠ્યપુસ્તકમાં ‘આજ’ શીર્ષક સાથે છપાયેલું’ (ને કોઈ વિદ્વાને એ શીર્ષકને અનુલક્ષીને એની વિવેચના પણ કરેલી એવું સાંભળ્યું છે) અને પરિષદપ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ખંડ ૩’ (પૃ. ૧૨૬)માં ગણપતરામ ભટ્ટની કૃતિનું નામ ‘પાર્વતી-કુંવરચરિત્ર’ને બદલે ‘પાર્વતીનું વરચરિત્ર’ છપાયું છે (આ નામ કૃતિના વિષયવસ્તુને જ કેવું બદલી નાખે છે!). | કોઈ વાર અપૂરતી માહિતીને કારણે કૃતિનામમાં ભૂલ થાય એમ પણ બને. ‘પ્રાકટ્યસિદ્ધાંત’ એ ગોપાલદાસની કૃતિ ‘ગોકુલેશ- રસાબ્ધિક્રીડાકલ્લોલ’ના એક અંશનું નામ છે તે ‘કવિચરિત ભા. ૧-૨’ (કે. કા. શાસ્ત્રી)માં કૃતિનામ તરીકે ઉલ્લેખાય છે. અર્વાચીન સાહિત્યમાં મુદ્રણદોષથી કૃતિનામ બદલાઈ જાય એમ બને. રાજેન્દ્ર શુક્લનું ‘અવાજ’ કાવ્ય એક પાઠ્યપુસ્તકમાં ‘આજ’ શીર્ષક સાથે છપાયેલું’ (ને કોઈ વિદ્વાને એ શીર્ષકને અનુલક્ષીને એની વિવેચના પણ કરેલી એવું સાંભળ્યું છે) અને પરિષદપ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ખંડ ૩’ (પૃ. ૧૨૬)માં ગણપતરામ ભટ્ટની કૃતિનું નામ ‘પાર્વતી-કુંવરચરિત્ર’ને બદલે ‘પાર્વતીનું વરચરિત્ર’ છપાયું છે (આ નામ કૃતિના વિષયવસ્તુને જ કેવું બદલી નાખે છે!).<ref>‘પાર્વતીકુંવરચરિત્ર’ તથા ‘વસંતવિલાસિકા’ અંગેની આ માહિતી મને કાન્તિભાઈ બી. શાહ પાસેથી મળી છે. એમણે પછીથી ‘પાર્વતીકુંવર આખ્યાન’ અને ‘પાર્વતીકુંવરચરિત્ર” એ લેખ પણ લખ્યો છે (પરબ, જાન્યુ. ૧૯૮૭, પૃ. ૪૨-૪૪).</ref> સાહિત્યકૃતિના સ્વરૂપ કે એની સામગ્રી અંગે પણ કેટલીક વાર ગેરસમજ પ્રચલિત થઈ જતી હોય છે. કૃતિના પ્રત્યક્ષ પરિચય દ્વારા આવી ગેરસમજ દૂર કરવાનું કાર્ય સંશોધકનું છે. બટુભાઈ ઉમરવાડિયાનું ‘રસગીતો’ એ પુસ્તક કાવ્યના પુસ્તક તરીકે ઓળખાવાય છે ત્યારે એમાં પદ્યરચનાઓ હશે એવો જ ખ્યાલ ઊભો થાય. વસ્તુતઃ એમાં એક અપવાદ સિવાય ગદ્યરચનાઓ છે – અલબત્ત, એ રચનાઓની સામગ્રી ને શૈલી એવા પ્રકારની છે કે એને ગદ્યકાવ્યો તરીકે ઓળખાવવી હોય તો ઓળખાવી શકાય. હરિ હર્ષદ ધ્રુવનું ‘વસંતવિલાસિકા’ પરિષદ-પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ખંડ ૩’માં (પૃ. ૨૮૧) કાવ્યકૃતિ તરીકે ઓળખાવાયેલ છે, પરંતુ એ છે પદ્યમિશ્રિત નાટક.૧ | ||
સાહિત્યકૃતિનો અર્થ કરવામાં આવે ત્યારે પણ કેટલાક કોયડાઓ ઊભા થતા હોય છે. મધ્યકાલીન કૃતિના અર્થ કરવામાં ભૂલ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, કેમકે એ સમયનો કેટલોક નિરાળો શબ્દકોશ-રૂઢિપ્રયોગકોશ છે તે ઉપરાંત એનો સાંસ્કૃતિક સંદર્ભ પણ વિશિષ્ટ છે. અખાજીની ‘બાવનપે બુધ્ય આઘી વટી’ એ પંક્તિમાં બાવન વર્ષની ઉંમરનો સંકેત જોવો ઘણો સરળ છે – હકીકતમાં એમ બન્યું, પરંતુ નર્મદાશંકર મહેતાએ બતાવ્યું કે આ તો વર્ણમાળાના બાવન અક્ષરનો એટલે કે વાણીપ્રપંચનો ઉલ્લેખ છે. વાણીપ્રપંચની પારના બ્રહ્મતત્ત્વને વર્ણવવા અખાજી ‘ત્રેપનમો’ શબ્દ વાપરે છે એ તરફ પણ એમણે ધ્યાન દોર્યુ. | સાહિત્યકૃતિનો અર્થ કરવામાં આવે ત્યારે પણ કેટલાક કોયડાઓ ઊભા થતા હોય છે. મધ્યકાલીન કૃતિના અર્થ કરવામાં ભૂલ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, કેમકે એ સમયનો કેટલોક નિરાળો શબ્દકોશ-રૂઢિપ્રયોગકોશ છે તે ઉપરાંત એનો સાંસ્કૃતિક સંદર્ભ પણ વિશિષ્ટ છે. અખાજીની ‘બાવનપે બુધ્ય આઘી વટી’ એ પંક્તિમાં બાવન વર્ષની ઉંમરનો સંકેત જોવો ઘણો સરળ છે – હકીકતમાં એમ બન્યું, પરંતુ નર્મદાશંકર મહેતાએ બતાવ્યું કે આ તો વર્ણમાળાના બાવન અક્ષરનો એટલે કે વાણીપ્રપંચનો ઉલ્લેખ છે. વાણીપ્રપંચની પારના બ્રહ્મતત્ત્વને વર્ણવવા અખાજી ‘ત્રેપનમો’ શબ્દ વાપરે છે એ તરફ પણ એમણે ધ્યાન દોર્યુ. | ||
સમયના વહેણ સાથે શબ્દકોશ અને સાંસ્કૃતિક સંદર્ભ બદલાયા જ કરતા હેાય છે અને કેટલાક લેખકો તો પોતાનો વિશિષ્ટ શબ્દકોશ લઈને આવતા હોય છે. એટલે અર્વાચીન સાહિત્યમાં પણ અર્થઘટનની ગરબડો ઊભી થતી જોવા મળે છે. કાન્તના ‘સારસ’ શબ્દને એના મિત્ર બલવંતરાયે પંખીવાચક શબ્દ ગણી લીધો – એમણે સંપાદિત કરેલ ‘કાન્તમાલા’માં કાન્તના પત્રમાં એનો ‘Iilies’ એવો અનુવાદ થયો હોવા છતાં. સંસ્કૃતમાં ‘સારસ’ શબ્દનો ‘કમળ’ એ અર્થ છે જ (સરસ એટલે સરોવર, તેની સાથે સંબંધ ધરાવે છે તે). અને સંસ્કૃત શબ્દો આવા, ગુજરાતીમાં ન જાણીતા અર્થોમાં વપરાયા હોય એવા બીજા દાખલા પણ કાન્તમાંથી જડે છે. એમના ‘દયા’ શબ્દે વિદ્વાનોને ભરમાવામાં ક્યાં નથી નાખ્યા? સંસ્કૃતમાં એ શબ્દ ‘સ્નેહ’ના અર્થમાં પણ છે ને કાન્ત એને એ અર્થમાં વાપરે છે, આ૫ણને જાણીતા ‘કરુણા’ના અર્થમાં નહીં. | સમયના વહેણ સાથે શબ્દકોશ અને સાંસ્કૃતિક સંદર્ભ બદલાયા જ કરતા હેાય છે અને કેટલાક લેખકો તો પોતાનો વિશિષ્ટ શબ્દકોશ લઈને આવતા હોય છે. એટલે અર્વાચીન સાહિત્યમાં પણ અર્થઘટનની ગરબડો ઊભી થતી જોવા મળે છે. કાન્તના ‘સારસ’ શબ્દને એના મિત્ર બલવંતરાયે પંખીવાચક શબ્દ ગણી લીધો – એમણે સંપાદિત કરેલ ‘કાન્તમાલા’માં કાન્તના પત્રમાં એનો ‘Iilies’ એવો અનુવાદ થયો હોવા છતાં. સંસ્કૃતમાં ‘સારસ’ શબ્દનો ‘કમળ’ એ અર્થ છે જ (સરસ એટલે સરોવર, તેની સાથે સંબંધ ધરાવે છે તે). અને સંસ્કૃત શબ્દો આવા, ગુજરાતીમાં ન જાણીતા અર્થોમાં વપરાયા હોય એવા બીજા દાખલા પણ કાન્તમાંથી જડે છે. એમના ‘દયા’ શબ્દે વિદ્વાનોને ભરમાવામાં ક્યાં નથી નાખ્યા? સંસ્કૃતમાં એ શબ્દ ‘સ્નેહ’ના અર્થમાં પણ છે ને કાન્ત એને એ અર્થમાં વાપરે છે, આ૫ણને જાણીતા ‘કરુણા’ના અર્થમાં નહીં. | ||
કૃતિના અર્થઘટનનું ક્ષેત્ર ઘણું મોટું છે – શબ્દાર્થ ઉપરાંત અન્વયના, અલંકારાદિના મર્મના, કૃતિમાંથી વ્યક્ત થતા લેખકના જીવનવિચારના પ્રશ્નો સુધી પહોંચી શકાય. મૂળભૂત રીતે આ બધા હકીકતનિષ્ઠ પ્રશ્નો છે પણ અર્થઘટનને વિવેચન પણ પોતાનું કાર્યક્ષેત્ર માને છે ને એના પ્રશ્નો કેટલાંક જુદાં પરિમાણો ધારણ કરે છે એટલે આપણે આટલેથી અટકીશું. માત્ર, અન્વયાદિના અર્થઘટનની તપાસના નમૂના લેખે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં જુલાઈ-સપ્ટે. ૧૯૭૮થી ઑક્ટો-ડિસે. ૧૯૮૪ સુધી ચાલેલી ‘અખાના છપ્પા’ના અર્થવિચાર વિશેની મારી | કૃતિના અર્થઘટનનું ક્ષેત્ર ઘણું મોટું છે – શબ્દાર્થ ઉપરાંત અન્વયના, અલંકારાદિના મર્મના, કૃતિમાંથી વ્યક્ત થતા લેખકના જીવનવિચારના પ્રશ્નો સુધી પહોંચી શકાય. મૂળભૂત રીતે આ બધા હકીકતનિષ્ઠ પ્રશ્નો છે પણ અર્થઘટનને વિવેચન પણ પોતાનું કાર્યક્ષેત્ર માને છે ને એના પ્રશ્નો કેટલાંક જુદાં પરિમાણો ધારણ કરે છે એટલે આપણે આટલેથી અટકીશું. માત્ર, અન્વયાદિના અર્થઘટનની તપાસના નમૂના લેખે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં જુલાઈ-સપ્ટે. ૧૯૭૮થી ઑક્ટો-ડિસે. ૧૯૮૪ સુધી ચાલેલી ‘અખાના છપ્પા’ના અર્થવિચાર વિશેની મારી લેખમાળા<ref>હવે ગ્રંથસ્થ – ‘અખાના છપ્પાઃ કેટલોક અર્થવિચાર’, ૧૯૮૮.</ref> તરફ ધ્યાન ખેંચવાનું હું ઇચ્છીશ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''કર્તૃત્વની સમસ્યાઓ ''' | '''કર્તૃત્વની સમસ્યાઓ ''' | ||
| Line 58: | Line 58: | ||
તખલ્લુસોથી થયેલાં લખાણોનું કર્તૃત્વ નક્કી કરતી વખતે એક બાબત લક્ષમાં રાખવી આવશ્યક છે. એક જ તખલ્લુસ એકથી વધુ લેખકોએ વાપર્યું હોય એવો સંભવ હોય છે. એટલે કર્તૃત્વ નિશ્ચિત કરતાં પહેલાં આનુષંગિક પ્રમાણો તપાસવાં જોઈએ. ‘ગુજરાતી તખલ્લુસો’ (ત્રિભુવન હેમાણી)માં મોહનલાલ દલીચંદ દેશાઈનું એક તખલ્લુસ ‘એક ગ્રેજ્યુએટ’ નોંધવામાં આવ્યું છે. શ્રી ધીરુભાઈ ઠાકરને આ નામથી એક લેખ મળ્યો ને એમને થયું કે આ લેખ મોહનલાલ દલીચંદ દેશાઈનો હોવો જોઈએ. લેખનો વિષય ‘ ‘લલિતાદુઃખદર્શક નાટક’ અને તેનો પ્રયોગ’ એવો જોતાં મને શ્રી દેશાઈએ આ જાતનાં લખાણો કર્યા હોવા વિશે સંશય થયો. એ ક્યારે છપાયો છે એ વિશે પૂછતાં ધીરુભાઈએ ‘સમાલોચક’ના ૧૮૯૬ના વર્ષનો નિર્દેશ કર્યો. શ્રી દેશાઈની ઉંમર વિશે મારો જે કંઈ કાચોપાકો ખ્યાલ હતો તેની સાથે આ સમયે એ ગ્રેજ્યુએટ હોય એ હકીકતનો મેળ બેસતો નહોતો એટલે મારી શંકા બળવત્તર થઈ. પછીથી ‘શ્રી દેશાઈ’નું જન્મવર્ષ ૧૮૮૫ મને મળ્યું અને એ પરથી ખાતરી થઈ કે ઉક્ત લેખ એમનો નથી જ. આવાં તખલ્લુસો તો અનેક લોકો વાપરે. એમના વિશે વધારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. | તખલ્લુસોથી થયેલાં લખાણોનું કર્તૃત્વ નક્કી કરતી વખતે એક બાબત લક્ષમાં રાખવી આવશ્યક છે. એક જ તખલ્લુસ એકથી વધુ લેખકોએ વાપર્યું હોય એવો સંભવ હોય છે. એટલે કર્તૃત્વ નિશ્ચિત કરતાં પહેલાં આનુષંગિક પ્રમાણો તપાસવાં જોઈએ. ‘ગુજરાતી તખલ્લુસો’ (ત્રિભુવન હેમાણી)માં મોહનલાલ દલીચંદ દેશાઈનું એક તખલ્લુસ ‘એક ગ્રેજ્યુએટ’ નોંધવામાં આવ્યું છે. શ્રી ધીરુભાઈ ઠાકરને આ નામથી એક લેખ મળ્યો ને એમને થયું કે આ લેખ મોહનલાલ દલીચંદ દેશાઈનો હોવો જોઈએ. લેખનો વિષય ‘ ‘લલિતાદુઃખદર્શક નાટક’ અને તેનો પ્રયોગ’ એવો જોતાં મને શ્રી દેશાઈએ આ જાતનાં લખાણો કર્યા હોવા વિશે સંશય થયો. એ ક્યારે છપાયો છે એ વિશે પૂછતાં ધીરુભાઈએ ‘સમાલોચક’ના ૧૮૯૬ના વર્ષનો નિર્દેશ કર્યો. શ્રી દેશાઈની ઉંમર વિશે મારો જે કંઈ કાચોપાકો ખ્યાલ હતો તેની સાથે આ સમયે એ ગ્રેજ્યુએટ હોય એ હકીકતનો મેળ બેસતો નહોતો એટલે મારી શંકા બળવત્તર થઈ. પછીથી ‘શ્રી દેશાઈ’નું જન્મવર્ષ ૧૮૮૫ મને મળ્યું અને એ પરથી ખાતરી થઈ કે ઉક્ત લેખ એમનો નથી જ. આવાં તખલ્લુસો તો અનેક લોકો વાપરે. એમના વિશે વધારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. | ||
કેટલીક વાર મળતાંભળતાં કૃતિનામો પણ કર્તૃત્વ અંગે આ૫ણને સંદેહમાં નાખે. શ્રી રમેશ શુક્લ કવિ કાન્તના ‘દિનચર્ચા’ લેખ અને કલાપીની ‘માલા અને મુદ્રિકા’નાં ‘ચંદ્ર’માં છપાયેલાં પ્રકરણોને અપાયેલાં ‘કાન્તનો દિનચર્યા લેખ’ એ નામના મળતાપણાથી છેતરાયા છે અને કલાપીના ‘માલા અને મુદ્રિકા’ એ અનુવાદગ્રંથનું કર્તૃત્વ કાન્ત ઉપર આરોપવા સુધી ગયા છે. (કલાપી અને સંચિત્, પૃ. ૪૧૬-૨૧) એમને કાન્તનો ‘દિનચર્યા’ લેખ ભાવનગરના મહારાજાની કૃપાથી છપાતો હોવાનો ઉલ્લેખ મળ્યો પણ એ કૃતિ પ્રકાશિત થયેલી જોવા ન મળી એટલે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાને કારણે કાન્તને ભાવનગર રાજ્યની નોકરી છોડવી પડી એ સંયોગોમાં એમણે પોતાનો લેખ પોતાને હૂંફ આપનાર કલાપીને આપી દીધો હોય એમ માની લીધું. હકીકતમાં કાન્તનો ‘દિનચર્યા’ લેખ ભાવનગરના મહારાજાની કૃપાથી છપાયો હશે જ (ધર્માન્તરના સમયે એ છપાતો હોય ને અટકી ગયો હોય એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી), પરંતુ એ સિવાય ‘સુદર્શન’ એપ્રિલ ૧૯૦૧માં, એમના શિષ્ય અંબાઈદાસ બા. પટેલ દ્વારા પુસ્તિકા રૂપે તથા ‘પ્રસ્થાન’ જ્યેષ્ઠ ૧૯૮૩માં પણ એ છપાઈ ચૂક્યો છે. (જુઓ કાન્ત વિશે, ભૃગુરાય અંજારિયા, પૃ. ૫૯ તથા કુસુમરજ, સંપા. ભૃગુરાય અંજારિયા, પૃ. ૨૮૯) શ્રી શુક્લને કાન્તના ‘દિનચર્યા’ લેખનો નિર્દેશ જ્યાંથી મળ્યો છે એ ‘કાન્તમાલા’માંનો પત્ર એમણે ધ્યાનથી વાંચ્યો હોત તો ખ્યાલમાં આવત કે એ લેખમાં ઋગ્વેદ ઉપરના સાયણાચાર્યના ભાષ્યમાંથી ને ગીતા ઉપરના શંકરાચાર્યના ભાષ્યમાંથી અવતરણો આપ્યાનું કાન્ત જણાવે છે. (મૂળ લેખમાં પાદટીપ રૂપે મૂકેલાં સંસ્કૃત અવતરણો ‘પ્રસ્થાન’માં છોડી દેવામાં આવ્યાં છે.) એટલે કે એ એમનો મૌલિક લેખ છે, જ્યારે ‘માલા અને મુદ્રિકા’ તો અનુવાદગ્રંથ છે! શ્રી શુક્લ માત્ર કૃતિનામના મળતાપણાથી કેવા તર્કવિતર્કોમાં ખેંચાઈ ગયા! | કેટલીક વાર મળતાંભળતાં કૃતિનામો પણ કર્તૃત્વ અંગે આ૫ણને સંદેહમાં નાખે. શ્રી રમેશ શુક્લ કવિ કાન્તના ‘દિનચર્ચા’ લેખ અને કલાપીની ‘માલા અને મુદ્રિકા’નાં ‘ચંદ્ર’માં છપાયેલાં પ્રકરણોને અપાયેલાં ‘કાન્તનો દિનચર્યા લેખ’ એ નામના મળતાપણાથી છેતરાયા છે અને કલાપીના ‘માલા અને મુદ્રિકા’ એ અનુવાદગ્રંથનું કર્તૃત્વ કાન્ત ઉપર આરોપવા સુધી ગયા છે. (કલાપી અને સંચિત્, પૃ. ૪૧૬-૨૧) એમને કાન્તનો ‘દિનચર્યા’ લેખ ભાવનગરના મહારાજાની કૃપાથી છપાતો હોવાનો ઉલ્લેખ મળ્યો પણ એ કૃતિ પ્રકાશિત થયેલી જોવા ન મળી એટલે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાને કારણે કાન્તને ભાવનગર રાજ્યની નોકરી છોડવી પડી એ સંયોગોમાં એમણે પોતાનો લેખ પોતાને હૂંફ આપનાર કલાપીને આપી દીધો હોય એમ માની લીધું. હકીકતમાં કાન્તનો ‘દિનચર્યા’ લેખ ભાવનગરના મહારાજાની કૃપાથી છપાયો હશે જ (ધર્માન્તરના સમયે એ છપાતો હોય ને અટકી ગયો હોય એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી), પરંતુ એ સિવાય ‘સુદર્શન’ એપ્રિલ ૧૯૦૧માં, એમના શિષ્ય અંબાઈદાસ બા. પટેલ દ્વારા પુસ્તિકા રૂપે તથા ‘પ્રસ્થાન’ જ્યેષ્ઠ ૧૯૮૩માં પણ એ છપાઈ ચૂક્યો છે. (જુઓ કાન્ત વિશે, ભૃગુરાય અંજારિયા, પૃ. ૫૯ તથા કુસુમરજ, સંપા. ભૃગુરાય અંજારિયા, પૃ. ૨૮૯) શ્રી શુક્લને કાન્તના ‘દિનચર્યા’ લેખનો નિર્દેશ જ્યાંથી મળ્યો છે એ ‘કાન્તમાલા’માંનો પત્ર એમણે ધ્યાનથી વાંચ્યો હોત તો ખ્યાલમાં આવત કે એ લેખમાં ઋગ્વેદ ઉપરના સાયણાચાર્યના ભાષ્યમાંથી ને ગીતા ઉપરના શંકરાચાર્યના ભાષ્યમાંથી અવતરણો આપ્યાનું કાન્ત જણાવે છે. (મૂળ લેખમાં પાદટીપ રૂપે મૂકેલાં સંસ્કૃત અવતરણો ‘પ્રસ્થાન’માં છોડી દેવામાં આવ્યાં છે.) એટલે કે એ એમનો મૌલિક લેખ છે, જ્યારે ‘માલા અને મુદ્રિકા’ તો અનુવાદગ્રંથ છે! શ્રી શુક્લ માત્ર કૃતિનામના મળતાપણાથી કેવા તર્કવિતર્કોમાં ખેંચાઈ ગયા! | ||
સૌથી વધારે કૂટ પ્રશ્ન કૃતક કર્તૃત્વનો છે એટલે કે રચનાર એક હોય અને નામ બીજાનું હોય. ‘પ્રાચીન કાવ્યમાલા’નો કિસ્સો આપણને સુવિદિત છે. એમાં પ્રેમાનંદાદિને નામે કેટલીક એવી કૃતિઓ છપાયેલી છે જે વસ્તુતઃ કોઈ અર્વાચીન લેખકની હોવાનું જણાયું છે – મોટે ભાગે છોટાલાલ નરભેરામ ભટ્ટની. આ હકીકત સ્થાપિત કરવા પાછળ નરસિંહરાવ વગેરેનો કેટલો શ્રમ પડેલો છે! તેમ છતાં આ કિસ્સામાં આધારભૂત રીતે નિર્ણય પર જવામાં કેટલીક સગવડ હતી. જેમકે, કૃતિઓની પ્રાચીન હસ્તપ્રતો ઉપલબ્ધ નહોતી, એમાં એવા ભાષાપ્રયોગો અને સાંસ્કૃતિક સંદર્ભો આવતા હતા જે નિઃશંકપણે અર્વાચીનકાળના હતા, વગેરે. કૃતિ મધ્યકાળમાં જ રચાયેલી હોય ને છતાં એનું કર્તાનામ કૃતક હોય ત્યારે એ સિદ્ધ કરવું ઘણું અઘરું બની જાય છે. ક્વચિત્ બાહ્ય આધારો મળે તો કામ સરળ થાય છે જેમકે, નરસિંહને નામે ‘મામેરું’ મળે છે. તેની હસ્તપ્રતો તો મોડી જ છે તે ઉપરાંત સામ્ય – પ્રસંગઘટનાનું ને ઉક્તિનું – વચ્ચેના કોઈ કવિઓ સાથે નહીં પણ કંઈક વિશ્વનાથ સાથે ને વિશેષ પ્રેમાનંદ સાથે દેખાય છે. આમાં એ કૃતિ નરસિંહને નામે પ્રેમાનંદ પછીના કાળમાં રચાયેલી હોવાનું અનુમાન કરવા માટે વસ્તુલક્ષી આધાર છે એમ કહી શકાય (આની વીગતવાર ચર્ચા માટે જુઓ ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૩માં ‘નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને તેની અધિકૃતતા’ એ મારો લેખ, જે હવે અહીં આ પછી ગ્રંથસ્થ થયો છે.) પરંતુ નરસિંહને નામે મળતાં બધાં પદો પણ નરસિંહનાં હોવાની સંભાવના નથી. મોટા ભક્તકવિના નામાચરણથી રચનાઓ કરવાની એક પ્રણાલી છે તે ઉપરાંત નામાચરણના કેટલાક ફેરફારો પણ થયા કરતા હોય છે. એટલે આ કૃતિઓના કર્તૃત્વની અધિકૃતતાની ચકાસણી કરવી એ ઘણું અઘરું કામ છે. એમાં બહુધા પદાવલિ જેવા આંતરિક પ્રમાણ પર આધાર રાખવો પડે અને ઑલ્ટિક કહે છે તેમ કર્તૃત્વ નક્કી કરવામાં બાહ્ય પ્રમાણને મુકાબલે આંતરિક પ્રમાણ પર આધાર રાખવાનો માર્ગ વધુ લપસણો છે. | સૌથી વધારે કૂટ પ્રશ્ન કૃતક કર્તૃત્વનો છે એટલે કે રચનાર એક હોય અને નામ બીજાનું હોય. ‘પ્રાચીન કાવ્યમાલા’નો કિસ્સો આપણને સુવિદિત છે. એમાં પ્રેમાનંદાદિને નામે કેટલીક એવી કૃતિઓ છપાયેલી છે જે વસ્તુતઃ કોઈ અર્વાચીન લેખકની હોવાનું જણાયું છે – મોટે ભાગે છોટાલાલ નરભેરામ ભટ્ટની. આ હકીકત સ્થાપિત કરવા પાછળ નરસિંહરાવ વગેરેનો કેટલો શ્રમ પડેલો છે! તેમ છતાં આ કિસ્સામાં આધારભૂત રીતે નિર્ણય પર જવામાં કેટલીક સગવડ હતી. જેમકે, કૃતિઓની પ્રાચીન હસ્તપ્રતો ઉપલબ્ધ નહોતી, એમાં એવા ભાષાપ્રયોગો અને સાંસ્કૃતિક સંદર્ભો આવતા હતા જે નિઃશંકપણે અર્વાચીનકાળના હતા, વગેરે. કૃતિ મધ્યકાળમાં જ રચાયેલી હોય ને છતાં એનું કર્તાનામ કૃતક હોય ત્યારે એ સિદ્ધ કરવું ઘણું અઘરું બની જાય છે. ક્વચિત્ બાહ્ય આધારો મળે તો કામ સરળ થાય છે જેમકે, નરસિંહને નામે ‘મામેરું’ મળે છે. તેની હસ્તપ્રતો તો મોડી જ છે તે ઉપરાંત સામ્ય – પ્રસંગઘટનાનું ને ઉક્તિનું – વચ્ચેના કોઈ કવિઓ સાથે નહીં પણ કંઈક વિશ્વનાથ સાથે ને વિશેષ પ્રેમાનંદ સાથે દેખાય છે. આમાં એ કૃતિ નરસિંહને નામે પ્રેમાનંદ પછીના કાળમાં રચાયેલી હોવાનું અનુમાન કરવા માટે વસ્તુલક્ષી આધાર છે એમ કહી શકાય (આની વીગતવાર ચર્ચા માટે જુઓ ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૩માં ‘નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને તેની અધિકૃતતા’ એ મારો લેખ, જે હવે અહીં આ પછી ગ્રંથસ્થ થયો છે.) પરંતુ નરસિંહને નામે મળતાં બધાં પદો પણ નરસિંહનાં હોવાની સંભાવના નથી. મોટા ભક્તકવિના નામાચરણથી રચનાઓ કરવાની એક પ્રણાલી છે તે ઉપરાંત નામાચરણના કેટલાક ફેરફારો પણ થયા કરતા હોય છે. એટલે આ કૃતિઓના કર્તૃત્વની અધિકૃતતાની ચકાસણી કરવી એ ઘણું અઘરું કામ છે. એમાં બહુધા પદાવલિ જેવા આંતરિક પ્રમાણ પર આધાર રાખવો પડે અને ઑલ્ટિક કહે છે તેમ કર્તૃત્વ નક્કી કરવામાં બાહ્ય પ્રમાણને મુકાબલે આંતરિક પ્રમાણ પર આધાર રાખવાનો માર્ગ વધુ લપસણો છે.<ref>ધ આર્ટ ઑવ લિટરરી રિસર્ચ, રિચર્ડ ડી. ઑલ્ટિક, પૃ. ૭૯.</ref> નરસિંહની શૈલી અમુક પ્રકારની છે એમ આપણે ગૃહીત કરીને ચાલીએ છીએ અને નરસિંહ અમુક નિર્બળતા ન બતાવે એમ આપણે માની લઈએ છીએ. પણ નરસિંહની પ્રમાણભૂત કૃતિઓનો જ પ્રશ્ન હોય ત્યાં નરસિંહની શૈલી અને એમની સબળતા-નિર્બળતા અંગે આખરી તારણ કેવી રીતે થઈ શકે? કોઈ કવિ પોતાની કૃતિમાં જુદાં શૈલીલક્ષણો ન જ બતાવે? અને મોટો કવિ પણ ક્યારેક નબળી રચના ન કરે? ટૂંકમાં, અહીં કર્તૃત્વનો કોયડો ઘણો ફૂટ બની જાય છે અને સંશોધકે પૂરી સજ્જતા કામે લગાડવાની ફરજ પડે છે. | ||
અર્વાચીન સાહિત્યમાં કર્તૃત્વની અધિકૃતતાના આવા પ્રશ્નો કદાચ ઓછા ઊભા થાય પણ ઊભા થાય ખરા. બલવંતરાયે હરગોવિંદ પ્રેમશંકરના જ એક કાવ્યમાંથી કેટલીક પંક્તિઓ લઈને રચેલા કાવ્ય તરફ મુકુંદરાય પારાશર્યે ધ્યાન ખેંચ્યું છે. (આલેખનની ઓળખ, પૃ. ૧૧૪-૨૧) એમની તો એવી પણ માન્યતા હતી કે બલવંતરાયનાં ઘણાં કાવ્યો વસ્તુતઃ હરિ ઝીણાનાં કાવ્યો છે. આ બાબતનું સંશોધન કરવા માટે આવશ્યક સાધનસામગ્રી આજે મળવાં મુશ્કેલ છે. છતાં કોઈ સંશોધકે પ્રયત્ન કરવા જેવો છે. | અર્વાચીન સાહિત્યમાં કર્તૃત્વની અધિકૃતતાના આવા પ્રશ્નો કદાચ ઓછા ઊભા થાય પણ ઊભા થાય ખરા. બલવંતરાયે હરગોવિંદ પ્રેમશંકરના જ એક કાવ્યમાંથી કેટલીક પંક્તિઓ લઈને રચેલા કાવ્ય તરફ મુકુંદરાય પારાશર્યે ધ્યાન ખેંચ્યું છે. (આલેખનની ઓળખ, પૃ. ૧૧૪-૨૧) એમની તો એવી પણ માન્યતા હતી કે બલવંતરાયનાં ઘણાં કાવ્યો વસ્તુતઃ હરિ ઝીણાનાં કાવ્યો છે. આ બાબતનું સંશોધન કરવા માટે આવશ્યક સાધનસામગ્રી આજે મળવાં મુશ્કેલ છે. છતાં કોઈ સંશોધકે પ્રયત્ન કરવા જેવો છે. | ||
‘કલાપી અને સંચિત્’માં કલાપીની કેટલીક રચનાઓની અધિકૃતતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ‘હમીરજી ગોહેલ’માં જટિલ, મસ્તકવિ અને કંઈક અંશે સંચિત્નું સહકર્તૃત્વ હોવાનું એમાં માનવામાં આવ્યું છે. આ માટે આંતરિક તેમજ બાહ્ય બંને પ્રકારનાં પ્રમાણોનો આશ્રય લેવામાં આવ્યો છે. આંતરિક પ્રમાણોનો આશ્રય તો ઘણો વિવાદાસ્પદ જણાય છે, તે ઉપરાંત, એમાં બાહ્ય પ્રમાણોનો આશ્રય જે રીતે લેવામાં આવ્યો છે તે કેટલો તર્કયુક્ત છે એ પ્રશ્ન પણ થાય એવું છે. આ અંગે મેં ‘કલાપીની ખેલપટુતા?-૨’ (શબ્દસૃષ્ટિ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૫)માં ચર્ચા કરી છે તે, ગમે તે નિર્ણય અંતે સ્વીકારવામાં આવે તોપણ, આંતરિક તેમજ બાહ્ય પ્રમાણોનો આશ્રય લઈ કોઈ નિર્ણય પર પહોંચવાનું કામ કેટલું જટિલ ને કેટલો ઝીણો વિવેક માગે એવું છે તથા એમાં કેવાં જોખમો પડેલાં છે તેનો તો અવશ્ય ખ્યાલ આપશે. | ‘કલાપી અને સંચિત્’માં કલાપીની કેટલીક રચનાઓની અધિકૃતતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ‘હમીરજી ગોહેલ’માં જટિલ, મસ્તકવિ અને કંઈક અંશે સંચિત્નું સહકર્તૃત્વ હોવાનું એમાં માનવામાં આવ્યું છે. આ માટે આંતરિક તેમજ બાહ્ય બંને પ્રકારનાં પ્રમાણોનો આશ્રય લેવામાં આવ્યો છે. આંતરિક પ્રમાણોનો આશ્રય તો ઘણો વિવાદાસ્પદ જણાય છે, તે ઉપરાંત, એમાં બાહ્ય પ્રમાણોનો આશ્રય જે રીતે લેવામાં આવ્યો છે તે કેટલો તર્કયુક્ત છે એ પ્રશ્ન પણ થાય એવું છે. આ અંગે મેં ‘કલાપીની ખેલપટુતા?-૨’ (શબ્દસૃષ્ટિ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૫)માં ચર્ચા કરી છે તે, ગમે તે નિર્ણય અંતે સ્વીકારવામાં આવે તોપણ, આંતરિક તેમજ બાહ્ય પ્રમાણોનો આશ્રય લઈ કોઈ નિર્ણય પર પહોંચવાનું કામ કેટલું જટિલ ને કેટલો ઝીણો વિવેક માગે એવું છે તથા એમાં કેવાં જોખમો પડેલાં છે તેનો તો અવશ્ય ખ્યાલ આપશે. | ||
| Line 74: | Line 74: | ||
નિશ્ચળ રેહેવા નામ, આમ આ વિષય ઉચાર્યો.</poem>'''}} | નિશ્ચળ રેહેવા નામ, આમ આ વિષય ઉચાર્યો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દલપતરામ વઢવાણથી અમદાવાદ આવેલા ત્યારે રસ્તામાં લીંબડીની નજીકમાં બાપાની પીંપરને નામે ઓળખાતા સ્થાને વિરામ કરેલો અને ગ્રીષ્મના તાપમાં શાંતિ અનુભવેલી તેનું વર્ણન કરતું આ કાવ્ય છે. સં. ૧૯૦૧માં વૈશાખ વદ દશમ શનિવારનો કાવ્યમાં ઉલ્લેખ થયો છે તે પીંપરે એમનો તાપ ઉતાર્યો એ દિવસ તરીકે ઉલ્લેખ થયો છે. કાવ્ય એ દિવસે ન જ રચાયું હોય. પછીથી તરતમાં રચાયું હશે એમ પણ કઈ રીતે કહી શકાય? ‘દલપતકાવ્ય’માં એ કાવ્ય મળે છે તે ‘ગ્રીષ્મ ઋતુનું વર્ણન’ના એક ભાગ તરીકે. દલપતરામનાં આ ઋતુવર્ણનો તો મોડાં રચાયાં છે. ‘બાપાની પીંપર’ વિશેનું કાવ્ય ‘ગ્રીષ્મ ઋતુનું વર્ણન’ના એક ભાગ તરીકે જ રચાયું કે વહેલું રચાયેલું કાવ્ય એમાં ગોઠવી દેવાયું એ વિચારવાનો એક મુદ્દો બની શકે તેમ છે. કેટલીક શોધખોળ અને બારીક વિચારને અંતે જ આ મુદ્દામાં કંઈક નિર્ણય ઉપર જઈ શકાય પરંતુ અત્યારે, ઓછામાં ઓછું ‘બાપાની પીંપર’ની ૧૮૪૫ એ રચનાસાલ સામે અને એ કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ દર્શાવે છે એ હકીકત સામે આપણે પ્રશ્નાર્થ મૂકવો પડે. | દલપતરામ વઢવાણથી અમદાવાદ આવેલા ત્યારે રસ્તામાં લીંબડીની નજીકમાં બાપાની પીંપરને નામે ઓળખાતા સ્થાને વિરામ કરેલો અને ગ્રીષ્મના તાપમાં શાંતિ અનુભવેલી તેનું વર્ણન કરતું આ કાવ્ય છે. સં. ૧૯૦૧માં વૈશાખ વદ દશમ શનિવારનો કાવ્યમાં ઉલ્લેખ થયો છે તે પીંપરે એમનો તાપ ઉતાર્યો એ દિવસ તરીકે ઉલ્લેખ થયો છે. કાવ્ય એ દિવસે ન જ રચાયું હોય. પછીથી તરતમાં રચાયું હશે એમ પણ કઈ રીતે કહી શકાય? ‘દલપતકાવ્ય’માં એ કાવ્ય મળે છે તે ‘ગ્રીષ્મ ઋતુનું વર્ણન’ના એક ભાગ તરીકે. દલપતરામનાં આ ઋતુવર્ણનો તો મોડાં રચાયાં છે. ‘બાપાની પીંપર’ વિશેનું કાવ્ય ‘ગ્રીષ્મ ઋતુનું વર્ણન’ના એક ભાગ તરીકે જ રચાયું કે વહેલું રચાયેલું કાવ્ય એમાં ગોઠવી દેવાયું એ વિચારવાનો એક મુદ્દો બની શકે તેમ છે. કેટલીક શોધખોળ અને બારીક વિચારને અંતે જ આ મુદ્દામાં કંઈક નિર્ણય ઉપર જઈ શકાય પરંતુ અત્યારે, ઓછામાં ઓછું ‘બાપાની પીંપર’ની ૧૮૪૫ એ રચનાસાલ સામે અને એ કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ દર્શાવે છે એ હકીકત સામે આપણે પ્રશ્નાર્થ મૂકવો પડે.<ref>‘બાપાની પીંપર’ વિશેની આ હકીકત તરફ શ્રી ચી. ના. પટેલે મારું ધ્યાન દોર્યું.</ref> | ||
અર્વાચીન સાહિત્ય ઘણી વાર એના પ્રથમ પ્રકાશનના સમયની ને કોઈ વાર તો રચનાના સમયની માહિતી સાથે આપણી પાસે આવતું હોય છે. જ્યાં આવી માહિતી ન હોય ત્યાં સંશોધકને માટે કામગીરી ઊભી થાય છે. ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિ વેળાએ રામનારાયણ પાઠકે એમાં કાન્તનાં કાવ્યોની રચનાસમયની આનુપૂર્વી આપી હતી, પરંતુ આ વિશે વધારે શોધપૂર્વકનું કામ ભૃગુરાય અંજારિયાએ કર્યું છે, જે ‘કાન્ત વિશે’માં ગ્રંથસ્થ થયું છે. એમણે માત્ર કાવ્યના પ્રથમ પ્રકાશનને સમય જ શોધી નથી આપ્યો, કાન્તનાં કાવ્યોની કરુણાશંકરની પ્રત, બલવંતરાયની ડાયરી અને પત્રોને આધારે ઘણાં કાવ્યોનો રચનાસમય પણ નિર્ણિત કરી આપ્યો છે. કાવ્યો ક્યા સમયે કેવા સંયોગોમાં રચાયાં હતાં એ જાણવાથી કાવ્યોને વધારે સારી રીતે સમજી અને આસ્વાદી શકાય છે તે ઉપરાંત કેટલીક ઐતિહાસિક હકીકતો પર પણ પ્રકાશ પડે છે. જેમકે, બલવંતરાયે પહેલું સોનેટ લખ્યું કે કાન્તે એનો ખરો નિર્ણય બંનેનાં કાવ્યો ક્યારે રચાયાં છે એની અધિકૃત માહિતી પ્રાપ્ત થાય તો જ થઈ શકે. | અર્વાચીન સાહિત્ય ઘણી વાર એના પ્રથમ પ્રકાશનના સમયની ને કોઈ વાર તો રચનાના સમયની માહિતી સાથે આપણી પાસે આવતું હોય છે. જ્યાં આવી માહિતી ન હોય ત્યાં સંશોધકને માટે કામગીરી ઊભી થાય છે. ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિ વેળાએ રામનારાયણ પાઠકે એમાં કાન્તનાં કાવ્યોની રચનાસમયની આનુપૂર્વી આપી હતી, પરંતુ આ વિશે વધારે શોધપૂર્વકનું કામ ભૃગુરાય અંજારિયાએ કર્યું છે, જે ‘કાન્ત વિશે’માં ગ્રંથસ્થ થયું છે. એમણે માત્ર કાવ્યના પ્રથમ પ્રકાશનને સમય જ શોધી નથી આપ્યો, કાન્તનાં કાવ્યોની કરુણાશંકરની પ્રત, બલવંતરાયની ડાયરી અને પત્રોને આધારે ઘણાં કાવ્યોનો રચનાસમય પણ નિર્ણિત કરી આપ્યો છે. કાવ્યો ક્યા સમયે કેવા સંયોગોમાં રચાયાં હતાં એ જાણવાથી કાવ્યોને વધારે સારી રીતે સમજી અને આસ્વાદી શકાય છે તે ઉપરાંત કેટલીક ઐતિહાસિક હકીકતો પર પણ પ્રકાશ પડે છે. જેમકે, બલવંતરાયે પહેલું સોનેટ લખ્યું કે કાન્તે એનો ખરો નિર્ણય બંનેનાં કાવ્યો ક્યારે રચાયાં છે એની અધિકૃત માહિતી પ્રાપ્ત થાય તો જ થઈ શકે. | ||
છાપભૂલ, સરતચૂક, ગેરસમજ વગેરેને કારણે અર્વાચીન કૃતિઓના રચનાસમય કે પ્રકાશનસમયની ખોટી માહિતી નોંધાયાના પણ દાખલા જડે છે. સંશોધકને મૂળ આધાર સુધી પહોંચીને આવી નાનીનાની અનેક ભૂલો સુધારવાના પ્રસંગ આવે છે. | છાપભૂલ, સરતચૂક, ગેરસમજ વગેરેને કારણે અર્વાચીન કૃતિઓના રચનાસમય કે પ્રકાશનસમયની ખોટી માહિતી નોંધાયાના પણ દાખલા જડે છે. સંશોધકને મૂળ આધાર સુધી પહોંચીને આવી નાનીનાની અનેક ભૂલો સુધારવાના પ્રસંગ આવે છે. | ||