અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/ઘર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|ઘર|પન્ના નાયક}}
{{Heading|ઘર|પન્ના નાયક}}
<poem>
<poem>
આએકઓરડાનુંઘર
આ એક ઓરડાનું ઘર
શૂન્યાવકાશજેનોભરચકએકલતાથી:
શૂન્યાવકાશ જેનો ભરચક એકલતાથી:
નખૂલીશકતાંચોમાસુંગયાપછીયઅડીરહેલાંબેબારણાંઓ,
ન ખૂલી શકતાં ચોમાસું ગયા પછીય અડી રહેલાં બે બારણાંઓ,
કટાઈગયેલાસળિયાવાળીવાંકીથઈગયેલીબારી,
કટાઈ ગયેલા સળિયાવાળી વાંકી થઈ ગયેલી બારી,
નહલીશકતીભીંત,
ન હલી શકતી ભીંત,
આમતોક્યાંઊંચોછેપણનઓળંગીશકાતોઉંબરો,
આમ તો ક્યાં ઊંચો છે પણ ન ઓળંગી શકાતો ઉંબરો,
પડુંપડુંથતીપણક્યારેયનાઅધ્ધરઊંચકાતીએનીછત.
પડુંપડું થતી પણ ક્યારેય ના અધ્ધર ઊંચકાતી એની છત.
મારાઠીંગુરૂપનુંકારણએજ; એજમનેએનીહથેલીથીદબાવેછે.
મારા ઠીંગુરૂપનું કારણ એ જ; એ જ મને એની હથેલીથી દબાવે છે.
ઊતરેલાંપાણીકબાટમાંકહોવાયછે,
ઊતરેલાં પાણી કબાટમાં કહોવાય છે,
પડીપડીઅતીતનીપોથીઓ;
પડી પડી અતીતની પોથીઓ;
જૂનુંમધશરીરનેસારું—શીશીનુંઢાંકણુંઊઘડતુંનથી.
જૂનું મધ શરીરને સારું—શીશીનું ઢાંકણું ઊઘડતું નથી.
ટીપુંયટેરવેઅડ્યુંનથી.
ટીપુંય ટેરવે અડ્યું નથી.
ઓશીકુંઊભરાયછેઉજાગરાથી
ઓશીકું ઊભરાય છે ઉજાગરાથી
પથારીનાત્રણભાગ: અતીત—વર્તમાન—ભવિષ્ય
પથારીના ત્રણ ભાગ: અતીત—વર્તમાન—ભવિષ્ય
અંતેતોએકજ
અંતે તો એક જ
રોજઉકેલુંછું—હુંસૂઈશકતીનથી—સંકેલુંછું.
રોજ ઉકેલું છું—હું સૂઈ શકતી નથી—સંકેલું છું.
બહારતોઘણીકલબલછે
બહાર તો ઘણી કલબલ છે
કેવીસાકરજેવીસ્વાદિષ્ટલાગેછેક્યારેકતોએ.
કેવી સાકર જેવી સ્વાદિષ્ટ લાગે છે ક્યારેક તો એ.
આકાશમાંથીઆવેછેઆંગણામાંસૂર્યનેચન્દ્ર
આકાશમાંથી આવે છે આંગણામાં સૂર્ય ને ચન્દ્ર
લખોટીરમતાકિશોરો, પણએકેયને ‘આમઆવો’
લખોટી રમતા કિશોરો, પણ એકેયને ‘આમ આવો’
એમકહીનેહુંબોલાવીશકતીનથી.
એમ કહીને હું બોલાવી શકતી નથી.
તારકોનુંઆખુંબાલમંદિરછૂટેછેપણએમાંથીએકેય
તારકોનું આખું બાલમંદિર છૂટે છે પણ એમાંથી એકેય
મારેઘેરભૂલુંયપડતુંનથી.
મારે ઘેર ભૂલુંય પડતું નથી.
પ્રત્યેકસ્ટેશનેઊભીરહેતી, પ્રત્યેકસ્ટેશનેપહોંચતીટ્રેનનો
પ્રત્યેક સ્ટેશને ઊભી રહેતી, પ્રત્યેક સ્ટેશને પહોંચતી ટ્રેનનો
હવેહુંછુટ્ટોપડીગયેલો—યાર્ડમાંકાઢીનાખેલો
હવે હું છુટ્ટો પડી ગયેલો—યાર્ડમાં કાઢી નાખેલો
ડબ્બોથઈગઈછું.
ડબ્બો થઈ ગઈ છું.
ક્યાંગયાએનાસહુયાત્રિકો?
ક્યાં ગયા એના સહુ યાત્રિકો?
પૈડાંછેતોયસ્ટેશનનીનજીકજપડ્યોછેડબ્બો
પૈડાં છે તોય સ્ટેશનની નજીક જ પડ્યો છે ડબ્બો
ત્યાંજઊપડતીટ્રેનનીવ્હિસલવાગેછે.
ત્યાં જ ઊપડતી ટ્રેનની વ્હિસલ વાગે છે.
અનેમારાથીઊંચુંનીચુંથઈજવાયછે.
અને મારાથી ઊંચુંનીચું થઈ જવાય છે.
વળગણીઉપરનોમારોલીલોકમખો–
વળગણી ઉપરનો મારો લીલો કમખો–
રમકડાંનાપોપટનુંકાપડનુંલીલુંપેટફાટીગયુંછે
રમકડાંના પોપટનું કાપડનું લીલું પેટ ફાટી ગયું છે
તેમાંથીલાકડાનોવહેરનીકળીપડ્યો
તેમાંથી લાકડાનો વહેર નીકળી પડ્યો
પોપટનુંફાટેલુંપેટઅનેપેલોસુકાતોલીલોકમખોમારામનમાંભેગાં
પોપટનું ફાટેલું પેટ અને પેલો સુકાતો લીલો કમખો મારા મનમાં ભેગાં
થઈજાયછે.
થઈ જાય છે.
સરોવરમાંસ્નાનક્યારેયનથીકર્યું
સરોવરમાં સ્નાન ક્યારેય નથી કર્યું
કેવીવસ્ત્રરહિતઝંખના,
કેવી વસ્ત્રરહિત ઝંખના,
સમુદ્રનાહજારહજારહાથમનેઆલિંગવાઊભરાયછે
સમુદ્રના હજાર હજાર હાથ મને આલિંગવા ઊભરાય છે
પણહુંતોઅહીંછું;
પણ હું તો અહીં છું;
મારાએકઓરડાનાઘરમાં!
મારા એક ઓરડાના ઘરમાં!
</poem>
</poem>
18,450

edits