ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પન્નાલાલ ન્હાનાલાલ પટેલ: Difference between revisions
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પન્નાલાલ ન્હાનાલાલ પટેલ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લેખક થવાનો ઈજારો માત્ર ડીગ્રીધારીઓનો જ નથી : લેખક બનવાને અમુક પ્રકારની તાલીમ, સગવડ અનુકૂળતાઓ કે સંપત્તિ જોઈએ જ છે એવો દાવો કરનારાઓને રા. પન્નાલાલ અને રા. પેટલીકર જેવા ગામડાને છાને ખૂણે બેસી લખનારા સામાન્ય માણસો સચોટ જવાબ આપે છે. | લેખક થવાનો ઈજારો માત્ર ડીગ્રીધારીઓનો જ નથી : લેખક બનવાને અમુક પ્રકારની તાલીમ, સગવડ અનુકૂળતાઓ કે સંપત્તિ જોઈએ જ છે એવો દાવો કરનારાઓને રા. પન્નાલાલ અને રા. પેટલીકર જેવા ગામડાને છાને ખૂણે બેસી લખનારા સામાન્ય માણસો સચોટ જવાબ આપે છે. | ||
Latest revision as of 02:59, 22 April 2025
લેખક થવાનો ઈજારો માત્ર ડીગ્રીધારીઓનો જ નથી : લેખક બનવાને અમુક પ્રકારની તાલીમ, સગવડ અનુકૂળતાઓ કે સંપત્તિ જોઈએ જ છે એવો દાવો કરનારાઓને રા. પન્નાલાલ અને રા. પેટલીકર જેવા ગામડાને છાને ખૂણે બેસી લખનારા સામાન્ય માણસો સચોટ જવાબ આપે છે. રા પન્નાલાલનો જન્મ ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલા ડુંગરપુર રાજ્યના નાના ગામડા માંડલીમાં ઈ.સ. ૧૯૧૨ની ૭મી મેના રોજ આંજણા નામની પાટીદારની લગભગ નિરક્ષર જેવી ખેડૂત જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ ન્હાનાલાલ ખુશાલભાઈ પટેલ અને માતાનું નામ હીરાબા. ૧૪–૧૫ વર્ષની કાચી ઉમરે ૬-૭ વર્ષની કન્યા વાલીબેન સાથે તેમનું લગ્ન થયું હતું. અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ ઈડર સ્ટેટની એ.વી. સ્કૂલમાં આશરે ઈ.સ. ૧૯૨૦-૨૧ સુધીમાં તેમણે કરેલો. ત્યાં તેમને માસિક રૂ. ૩ની શિષ્યવૃત્તિ મળતી, પરંતુ આર્થિક મુશ્કેલીઓ ખૂબ નડવાથી આગળ અભ્યાસ કરવાનું તેમને છોડી દેવું પડેલું. આટલું પણ તે જયશંકરાનંદ નામના એક સાધુના પ્રયાસથી ભણી શક્યા હતા. વેપાર-નોકરી અંગે તેમને સારી પેઠે અથડાવું પડ્યું છે. દારૂની ભઠ્ઠી ઉપર, શણવાળાના ગોદામ ઉપર, પાણીની ટાંકી ઉપર, ઘરખાતાના કારકૂન તરીકે, ઇલેકિટ્રક કંપનીમાં ઑઈલમેન તરીકે—જુદે જુદે સ્થળે અને સમયે આમ વિવિધપ્રકારની નોકરીઓ કરીને તેમણે જીવનના વિવિધરંગી અનુભવો મેળવ્યા છે. કૌટુંબિક વિટંબણાઓ અને જીવલેણ માંદગીઓએ તેમને સતત શારીરિક તેમ માનસિક યંત્રણાઓનો અનુભવ કરાવ્યો છે. તેમને પુસ્તકો દ્વારા કેળવણી મળી નથી. પણ નક્કર વાસ્તવજીવનનો સાક્ષાત્ પરિચય કરીને તેમણે સર્જનક્ષમ અનુભવસમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાતી ચોથી ચોપડીમાંથી જ કવિ ઉમાશંકરનો પ્રેરણાદાયી સાથ તેમને સાંપડ્યો હતો. શ્રી. ઉમાશંકરે રા. પન્નાલાલની નિસર્ગદત્ત સૌન્દર્યદૃષ્ટિને સતેજ કરી અને તેમને સાહિત્યનો શોખ લગાડ્યો. કુદરત અને ગામડાના પ્રેરક વાતાવરણમાં તેમનું બાલજીવન પોષાયું. આ અનુભવમાં નવી દૃષ્ટિ, વિચાર અને સાહિત્યિક વાતાવરણ ભળતાં તેમની સર્જકતા ખીલી. માણસાઈની ઉપાસના એ આ સાહિત્યકારના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. મહાભારત તેમનો પ્રિય ગ્રંથ છે. તેમને મન મહાભારત માત્ર ઇતિહાસ નથી, કેવળ ધાર્મિક ગ્રંથ નથી, પણ સાચાં અનેકરંગી ભવ્ય અભવ્ય પાત્રોના જીવનખેલ માટેની રંગભૂમિ છે. તેમનો પ્રિય સાહિત્યપ્રકાર નવલકથા છે. નવલના વિશાળ પટ પર યદચ્છયા વિહરવામાં તેઓ સર્જકનો આનંદ અનુભવે છે. ગ્રામજીવન એમનાં લખાણોનો મુખ્ય વિષય છે. મજૂરો, શ્રમજીવીઓ, ગુમાસ્તાઓ, કારીગરો આદિ શોષિતોનાં જીવન એમનો લેખનવિષય બને છે. એમને રશિયન લેખકો ખૂબ ગમે છે. ટરગેનોવનાં વાસ્તવદર્શી પાત્રો અને તેની કૃતિઓમાં પ્રતીત થતી જીવનની સચ્ચાઈએ રા. પન્નાલાલના સાહિત્યિક આદર્શને વિકસાવવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે. રા. મુનશીની નવલોએ પણ વાર્તાકાર પન્નાલાલના રુચિતંત્ર પર આછી પાતળી છાપ પાડી છે. તેમની પહેલી લાંબી વાર્તા ‘વળામણાં’ ગતિ ગ્રંથમાળા તરફથી ઈ.સ. ૧૯૪૦માં પ્રસિદ્ધ થઈ હતી. તેમાંની બલિષ્ઠ લોકબોલી, તાદૃશ સમાજચિત્ર અને જીવંત પાત્રદર્શનને કારણે સ્વ. મેઘાણીએ તેને હોંસભેર સત્કારી હતી. પછી તો તેમણે સંખ્યા તેમજ ગુણવત્તા ઉભયમાં ઉત્તરોત્તર આગળ વધતી વારતાઓ આપીને અદ્યતન ગુજરાતી વાર્તાકારોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ શ્રેષ્ઠ પ્રતિની નવલો તરીકે વિવિધ વિવેચકો તરફથી આદર પામી છે. ગામડાની પાટીદાર, વાળંદ ને ગરાસિયા કોમોની વિશિષ્ટ રીતિનીતિઓ પ્રણાલિઓ ને ખાસિયતોનું દર્શન કરાવતાં માનવીઓનાં હૈયાં તેમણે ખુલ્લાં કર્યાં છે. દિલદિલની પ્રેમભરી વાત કહેતાં તેમણે મનુષ્યસ્વભાવની વિવિધ વૃત્તિઓ અને સંસ્કારોને ઉકેલી બતાવ્યાં છે. ગદ્યશૈલીની સુરેખતા, અને અનુભવની સચ્ચાઈ વડે તેઓ શોષિત જનતાનું હમદર્દીભર્યું ચિત્ર ઉપસાવીને માણસાઈની આરાધનાનો ઈષ્ટ હેતુ ફલિત કરી બતાવે છે. રા. પન્નાલાલની સર્જકતા, સંવેદનશક્તિ, સૌન્દર્યદૃષ્ટિ અને જીવનની અનુભૂતિ એટલી તો તીક્ષ્ણ ને વિશાળ છે કે જો તેઓ પોતાની કેટલીક સ્વભાગવતને રુચિગત લાક્ષણિક મર્યાદાઓને વટાવી જાય અને વાર્તાકલાને જરા કડક કસોટીથી ઘૂંટે તે ગુજરાતના ગણતર શ્રેષ્ઠ નવલકથાકારોમાં તેમનું સ્થાન નિશ્ચિત બને.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. સુખદુઃખનાં સાથી *ટૂંકી વાર્તાઓ *૧૯૩૬ થી ૧૯૩૯ *૧૯૪૦ *આર આર. શેઠની કુાં. *મૌલિક
૨. ભીરુ સાથી *નવલકથા ખંડ ૧-૨ *નવલકથા *૧૯૩૮-૩૯ *૧૯૪૨-૪૩ *આર આર. શેઠની કું. *મૌલિક
૩. વળામણાં *લાંબી વાર્તા *૧૯૩૯ *૧૯૪૦ *ગતિ પ્રકાશન, અમદાવાદ *મૌલિક
૪. મળેલા જીવ *નવલકથા *૧૯૪૦ *૧૯૪૧ *’ફૂલછાબ’ કાર્યાલય, રાણપુર *મૌલિક
૫. જિંદગીના ખેલ *ટૂંકી વાર્તાઓ *૧૯૩૮-૪૦ ૧૯૪૧ *યુગધર્મ કાર્યાલય, મુંબઈ *મૌલિક
૬. જીવો દાંડ *ટૂંકી વાર્તાઓ *૧૯૪૦ *૧૯૪૧ *ગતિ પ્રકાશન –અમદાવાદ *મૌલિક
૭. યૌવન ભા. ૧-૨ *નવલકથા *૧૯૪૧-૪૨ *૧૯૪૫ *આર. આર. શેઠની કું. *મૌલિક
૮. પાનેતરના રંગ *ટૂંકી વાર્તાઓ *૧૯૪૦-૪૬ *૧૯૪૬ *આર.આર. શેઠની કું. *મૌલિક
૯. સુરભિ *નવલકથા *૧૯૪૩ *૧૯૪૫ *ભારતી સાહિત્ય સંઘ લિ. *મૌલિક
૧૦. લખ ચોરાસી *ટૂંકી વાર્તાઓ *૧૯૪૨-૪૪ *૧૯૪૪ *ભારતી સાહિત્ય સંઘ લિ. *મૌલિક
૧૧. અજબ માનવી *ટૂંકી વાર્તાઓ *૧૯૪૪-૪૬ *૧૯૪૭ એન.આઈ.પી. મુંબઈ *મૌલિક
૧૨. માનવીની ભવાઈ ભા. ૧ *નવલકથા *૧૯૪૪-૪૬ *૧૯૪૭ *આર. આર. શેઠની કું. *મૌલિક
૧૩. પાછલે બારણે *લાંબી વાર્તા *૧૯૪૭ *૧૯૪૭ *ગતિ પ્રકાશન અમદાવાદ *મૌલિક
૧૪. સાચાં શમણાં *ટૂંકી વાર્તાઓ *૧૯૪૯ *૧૯૪૯ *ભારતી સાહિત્ય સંઘ લિ. *મૌલિક
અભ્યાસ-સામગ્રી
- ‘વળામણાં’ માટે-૧. ‘ઊર્મિ’, એપ્રિલ ૧૯૪૦.
- ૨. પરિભ્રમણ ભા. ૧,
- ‘મળેલા જીવ’ માટે-ઈ.સ. ૧૯૪૧નું ગ્રંથસ્થ વાઙ્મય (સુંદરમ્)
- ‘પાનેતરના રંગ’ માટે – ‘ઊર્મિ’, જાન્યુ. ૧૯૪૭.
- ‘પાછલે બારણે’ માટે-નવેમ્બર ૧૯૪૭
- ‘માનવીની ભવાઈ’ માટે- ‘સંસ્કૃતિ’ વર્ષ ૨.
- (શ્રી. ઉમાશંકર અને ‘સુંદરમ્’નાં અવલોકનો)
- ‘લખ ચોરાસી’ માટે- ‘ઊર્મિ’, મે ૧૯૪૫.
- સાચાં શમણાં માટે-’રેખા’ જાન્યુ.૧૯૫૦
***