અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/સહી નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સહી નથી|`જલન' માતરી}} <poem> મજહબની એટલે તો ઇમારત બળી નથી; શયતાન...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(જલન, પૃ ૪૧)}}
{{Right|(જલન, પૃ ૪૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/શંકર નહીં આવે | શંકર નહીં આવે]]  | દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`નાદાન'/માગ્યું | માગ્યું]]  | વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું  ]]
}}

Latest revision as of 12:10, 22 October 2021


સહી નથી

`જલન' માતરી

મજહબની એટલે તો ઇમારત બળી નથી;
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી;
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે `જલન',
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
(જલન, પૃ ૪૧)