અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ચાંદરણું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરણું|લાભશંકર ઠાકર}} <poem> હું વ્યસ્ત હ્યાં ટેબલપે કચેરી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
ભીના ભીના રક્તકપોલની પરે… | ભીના ભીના રક્તકપોલની પરે… | ||
આજે હશે ક્યાં અહ કેવી | આજે હશે ક્યાં અહ કેવી | ||
::::::જાણું ના… | |||
જો ક્યાંકથી આ કવિતા કદીયે | જો ક્યાંકથી આ કવિતા કદીયે | ||
વાંચે ભલા તો લઈ તું જજે હવે | વાંચે ભલા તો લઈ તું જજે હવે | ||
Line 24: | Line 24: | ||
કુમારને જે દીધ તેં) રૂપેરી | કુમારને જે દીધ તેં) રૂપેરી | ||
ભીનું ભીનું ચાંદરણું… | ભીનું ભીનું ચાંદરણું… | ||
{{Right| | {{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૯)}} | ||
</poem> | </poem> |
Revision as of 07:11, 13 July 2021
ચાંદરણું
લાભશંકર ઠાકર
હું વ્યસ્ત હ્યાં ટેબલપે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂંગું મૂંગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર : પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની! —
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગયું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે…
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના…
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું…
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૯)