ભજનરસ/હીરા પરખ લે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 72: Line 72:
'''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના'''  
'''‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના'''  
{{right|'''મચા ઘમસાન તન-ખેત માંહી.'''}}
{{right|'''મચા ઘમસાન તન-ખેત માંહી.'''}}
*  
{{center|*}}
'''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે'''  
'''સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે'''  
{{right|'''નામ સમસેર તહાં ખૂબ બાજે.''''}}
{{right|'''નામ સમસેર તહાં ખૂબ બાજે.''''}}
Line 78: Line 78:
{{Poem2Open}}
{{Poem2Open}}
સંતો શબ્દો સાથે અચ્છી રમત રમતા હોય છે. સમ+સેરને શમસેર — તલવાર — ઉપરાંત સમત્વપણે ચાલી આવતી, શ્વાસ-ઉચ્છ્વાસ સાથે પરોવાતી સેર દોરી પણ સમજવાની છે. સત નામની સેર લાગી ગઈ, ધીરજની ઢાલ પાકી બંધાઈ ગઈ તો અર્ધું મેદાન જીતી લીધું જાણવું. ગોરખ કહે છે કે ખરી શૂરવીરતા, ક્ષત્રીવટ, મર્દાનગી, આ લડાઈ જે લડી જાણે એનામાં જ રહી છે. રજપૂતીમાં તો ઘમસાણ વધુ જામે તેમ રંગ વધુ ચડે. સંતની વાણી છે :  
સંતો શબ્દો સાથે અચ્છી રમત રમતા હોય છે. સમ+સેરને શમસેર — તલવાર — ઉપરાંત સમત્વપણે ચાલી આવતી, શ્વાસ-ઉચ્છ્વાસ સાથે પરોવાતી સેર દોરી પણ સમજવાની છે. સત નામની સેર લાગી ગઈ, ધીરજની ઢાલ પાકી બંધાઈ ગઈ તો અર્ધું મેદાન જીતી લીધું જાણવું. ગોરખ કહે છે કે ખરી શૂરવીરતા, ક્ષત્રીવટ, મર્દાનગી, આ લડાઈ જે લડી જાણે એનામાં જ રહી છે. રજપૂતીમાં તો ઘમસાણ વધુ જામે તેમ રંગ વધુ ચડે. સંતની વાણી છે :  
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘રણવટ ચડે બમણો રંગ.’'''
{{center| *}
'''લરે, રે અરુ તન તજે,'''
'''તબ રીઝે કિરતાર.'''
</poem>}}
{{Poem2Open}}
લડે, જલી ઊઠે અને દેહભાવનો નાશ કરે ત્યારે જ સાધક ૫૨ પરમાત્મા પ્રસન્ન થાય છે.
{{Poem2Close}}
{{center|'''પાંચું ચોર બસે કાયા મેં'''}}
{{Poem2Open}}
આપણી પોતાની જ કાયામાં આપણા આત્મધનની ચોરી કરતા પાંચ ચોર છે. પાંચ ભૂત, પાંચ ચોર વગેરે પંચેન્દ્રિયો માટે વપરાય છે. આનંદઘને કહ્યું છે :
{{Poem2Close}}
{{center|'''‘મઠ મેં પંચ ભૂત કા બાસા''''}}
{{Poem2Open}}
આ પાંચ આપણને પળે પળે છેતરી ખાય છે. મન તેને વશ બની જાય છે, તેને બદલે મનને આત્મવશ કરવું તે મુખ્ય પ્રક્રિયા છે. ગોરખ કહે છે કે તેના માથાની ચોટલી જ પકડી લે. ઇન્દ્રિયો આપણને ધુણાવે છે એને બદલે આપણે તેને ઘુણાવી શકીએ ત્યારે આપણી કાયા આપણા વશમાં આવી ગણાય. પાંચને મારી પચીસને વશ કરવાના રૂપકમાં પંચભૂતના બનેલા શરીર ને પાંચેય ભૂતની પાંચ પાંચ પ્રકૃતિ, એમ પચીસનું વર્ણન ભજનોમાં અનેક સ્થળે આવે છે. દાખલા તરીકે પૃથ્વી—અસ્થિ, માંસ, નાડી, ત્વચા અને રોમ. જળ—શોણિત, શુક્ર, લાળ, મૂત્ર અને સ્વેદ. અગ્નિક્ષુધા, તૃષા, .આળસ, નિદ્રા અને કાંતિ. વાયુ — ચલન-વલન, ધાવન, પ્રસરણ અને આકુચન. આકાશ કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. સ્થૂળ તત્ત્વોનો પ્રભાવ વધતો જાય તેમ પ્રકૃતિનું આધિપત્ય સ્વતંત્ર ચૈતન્ય પર જામતું જાય છે. તેની પકડમાંથી આત્મત્ત્વને જે મુક્ત કરે એની જ બુદ્ધિ, પ્રજ્ઞા પૂરી ખીલી ઊઠી છે એમ ગોરખ કહે છે.
{{Poem2Close}}
{{center|'''રણઝણ રણઝણ બાજાં બાજે'''}}
{{Poem2Open}}
આત્મા જ્યારે પોતાની પૂરી શક્તિથી જાગ્રત થઈ ઊઠે છે ત્યારે શું થાય છે? ગોરખ કહે છે : ‘રણઝણ બાજાં', આનંદના સૂરો ગુંજી ઊઠે છે અને ‘ઝલમલ જ્યોતિ,' પ્રજ્ઞાનો પ્રકાશ રેલાઈ રહે છે. પ્રેમ અને પ્રજ્ઞાના ઉઘાડથી જ અહંકારની કાળી રાત ઓગળી જાય છે, આત્મહંસ પોતાનાં જ ‘નિજ મોતી ચણતો અંતરાનંદમાં મગ્ન બને છે.
{{Poem2Close}}
{{Block center|<poem>'''પકી પડી કા તોલ બનાઈ લે''' </poem>}}
{{Poem2Open}}
મનુષ્ય જીવનની કઈ ઘડી પાકી છે? ગોરખ કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘કાચી બાઈ, કાચા જિંદ'''
{{right|'''કાચી કાયા, કાચા બિંદ...’'''}}
</poem>}}
{{Poem2Open}}
મનુષ્યનો શ્વાસ કાચો, જિંદંગી કાચી, કાયા કાચી અને બિન્દુ પણ કાચું. કાળના રાજમાં ક્ષણભંગુર મનુષ્યની કઈ ઘડી ક્યારે પાકી ગણવી? કાયાના સકંજામાં અને કાળના ઓછાયા નીચે જે ઘડી રહી છે તે કાચી ઘડી છે. કબીરે આ કાચી ઘડીમાંથી મુક્ત થવા માટે આર્તભાવે પુકારીને ગાયું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘ગુરુ, મને ડર રે લાગે એક દિન કો,'''
{{right|'''એક દિન કો રે ઘડી પલ કો.’'''}}
</poem>}}
{{Poem2Open}}
આપણે એક દિવસ મૃત્યુ પામવાના છીએ તે આપણે જાણીએ છીએ, પણ આપણે તો પળે પળે મૃત્યુ પામી રહ્યા છીએ તેનું આપણને ભાન નથી. ઘડી શું, ઘડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ ખતમ થઈ જાય એવો છે. ત્યારે પાકી ઘડી કઈ?
આપણા જીવનની પાકી ઘડી આવે છે નિર્વિચાર, નિર્વિકલ્પ અને નિઃસ્પંદ સ્થિતિમાં. એ મનથી ૫ર લઈ જતી, અનંતનો સ્પર્શ પામતી ઘડી છે. એને જ ક્ષણમાં શાશ્વતી' કહે છે. ગોરખ કહે છે કે આવી ઘડી બરાબર સમતોલ થઈ છે તેની જાતે જ ખાતરી કરી લેવી. એમાં એક રતિભાર પણ ફેર ન પડે તે જોઈતપાસી લેવું. પછી ખોટનો સવાલ રહેશે નહીં.
પાકી ઘડીના તોલની અનુભવ-વાણી ઉચ્ચારતાં ગોરખે એક પદમાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ગોરખ જોગી તોલા તોલે,'''
{{right|'''ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.'''}}
</poem>}}
{{Poem2Open}}
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨. 
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits