અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
નેપુર | નેપુર | ||
ઘડાવવા. | ઘડાવવા. | ||
{{Center|''' | {{Center|'''(૨)'''}} | ||
કોણ ઘડે છે | કોણ ઘડે છે | ||
કીડીઓનાં નેપુર? | કીડીઓનાં નેપુર? | ||
Line 22: | Line 22: | ||
જતનસે બોલે | જતનસે બોલે | ||
તો | તો | ||
ક્યા બોલે?{{Center|''' | ક્યા બોલે?{{Center|'''(૩)'''}} | ||
સાદૃશ્યમૂલકના સમાધાનમાં રે | સાદૃશ્યમૂલકના સમાધાનમાં રે | ||
જીભ | જીભ | ||
Line 32: | Line 32: | ||
કહો કબીરજી | કહો કબીરજી | ||
કૈસે બોલે રે? | કૈસે બોલે રે? | ||
{{Center|''' | {{Center|'''(૪)'''}} | ||
સાહેબ અને દાસ વચ્ચેની | સાહેબ અને દાસ વચ્ચેની | ||
સરિયામ સડક પર | સરિયામ સડક પર | ||
Line 38: | Line 38: | ||
અર્થભેર | અર્થભેર | ||
કચડાઈ રહી છે રે. | કચડાઈ રહી છે રે. | ||
{{Center|''' | {{Center|'''(૫)'''}} | ||
છે | છે | ||
દોહા-સાખીની સાક્ષીમાં | દોહા-સાખીની સાક્ષીમાં | ||
Line 50: | Line 50: | ||
કહત | કહત | ||
કબીરા રોયા રે. | કબીરા રોયા રે. | ||
{{Center|''' | {{Center|'''(૬)'''}} | ||
રે કીડીઓએ કીડીઓએ, દયામણી | રે કીડીઓએ કીડીઓએ, દયામણી | ||
તનમનવનમાં | તનમનવનમાં | ||
Line 59: | Line 59: | ||
જન્મારા ખોયા રે | જન્મારા ખોયા રે | ||
કહત કબીરા, રોયા રે. | કહત કબીરા, રોયા રે. | ||
{{Center|''' | {{Center|'''(૭)'''}} | ||
ભક્તિકા મારગ ઝીના રે | ભક્તિકા મારગ ઝીના રે | ||
નદીઓના કાંઠે | નદીઓના કાંઠે | ||
Line 69: | Line 69: | ||
ચૂપ | ચૂપ | ||
કબીરા રોયા રે. | કબીરા રોયા રે. | ||
{{Center|''' | {{Center|'''(૮)'''}} | ||
લિખાલિખીકી હૈ નહિ | લિખાલિખીકી હૈ નહિ | ||
છે | છે | ||
Line 86: | Line 86: | ||
કબીરા ક્યા બોલે? | કબીરા ક્યા બોલે? | ||
રો લે પલભર, રો લે. | રો લે પલભર, રો લે. | ||
{{Center|''' | {{Center|'''(૯)'''}} | ||
મનઘટમાં તનઘટમાં | મનઘટમાં તનઘટમાં | ||
છે | છે |
Revision as of 09:19, 13 July 2021
લાભશંકર ઠાકર
(૧)
સાહેબની પ્રતીક્ષામાં
કીડીઓ
કણ ભૂલીને
નીકળી છે —
સોનારાની શોધમાં
લયભેર
નેપુર
ઘડાવવા.
(૨)
કોણ ઘડે છે
કીડીઓનાં નેપુર?
પૂછતી પૂછતી રે
કીડીઓ
તનમન ફિરત ઉદાસી.
દાસ કબીર
જતનસે બોલે
તો
(૩)
સાદૃશ્યમૂલકના સમાધાનમાં રે
જીભ
સંતની
સજડબમ્બ આ —
ઝલાઈ ગઈ છે રે
મુંહ ખોલે તો ખોલે
લેકિન
કહો કબીરજી
કૈસે બોલે રે?
(૪)
સાહેબ અને દાસ વચ્ચેની
સરિયામ સડક પર
કીડીઓ
અર્થભેર
કચડાઈ રહી છે રે.
(૫)
છે
દોહા-સાખીની સાક્ષીમાં
સપ્તદ્વીપ નવખંડ મહીં
આતંક યુદ્ધનાં ખેદાનો મેદાનોમાં
સાહિબ વગરના સાહેબોની
શતકોટિ ખંડોમાં
ચૂપ બહેરાશો રે
એમ
ભાષાની ઊભી બજારે
કહત
કબીરા રોયા રે.
(૬)
રે કીડીઓએ કીડીઓએ, દયામણી
તનમનવનમાં
વચનકર્મમાં
નેપુરની લયામણી
પ્રતીક્ષામાં
છે
જન્મારા ખોયા રે
કહત કબીરા, રોયા રે.
(૭)
ભક્તિકા મારગ ઝીના રે
નદીઓના કાંઠે
છલકાતી છાલકથી ભીના ભીના રે
પલળેલી કીડીઓનાં
તનમન
જાય તણાતાં જોયાં રે
દેખત દેખત
ચૂપ
કબીરા રોયા રે.
(૮)
લિખાલિખીકી હૈ નહિ
છે
દેખાદેખીની વાત
દેવળ મંદિર મસ્જિદ
છે
ઘટ ઘટમાં અંદર
છે
તેથી તે બહાર.
અંદર કચ્ચરઘાણ છે ઘટમાં
છે
તેથી
તેવો
તે
બહાર.
કબીરા ક્યા બોલે?
રો લે પલભર, રો લે.
(૯)
મનઘટમાં તનઘટમાં
છે
જળ થંભ થયેલાં
જોયાં રે.
જેમાં
કાગળની હોડીમાં
સાહિબ
પલકારામાં
ડબ ડબ
ડૂબતાં જોયા રે.
ઐસા સાહિબ કિસને બોયા રે?
પૂછત પૂછત
નિર્બીજ વૃક્ષ સાહિબકા
છૂ
દેખત
હસતા હસતા
કબીરજીએ
છે
લોચનિયાં બે લોયાં રે.