અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્રીકાન્ત શાહ/દૃશ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દૃશ્ય|શ્રીકાન્ત શાહ}} <poem> ધૂળે રંગી કેડી અને અજાણી ધરતી હિલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(નવોન્મેષ, સંપા. સુરેશ જોષી, ૧૯૭૧, પૃ. ૩૭)}} | {{Right|(નવોન્મેષ, સંપા. સુરેશ જોષી, ૧૯૭૧, પૃ. ૩૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્રીકાન્ત શાહ/એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ | એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ]] | એક વખત બસ! આખ્ખે આખ્ખા દિવસને લઈ ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/વરસે ફોરાં | વરસે ફોરાં]] | વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં, ]] | |||
}} |
Latest revision as of 09:20, 23 October 2021
દૃશ્ય
શ્રીકાન્ત શાહ
ધૂળે રંગી કેડી અને અજાણી ધરતી
હિલચાલ વગર ઊભેલાં
સ્તબ્ધ ખેતરો.
ઝાડવાં આડેથી દેખાતું ગામ જાણે
સંકોડાઈ ગયેલું અને ગોટમોટ.
ભૂખરા આકાશે બે નાનકડાં ખેતર જેટલો
તાપણાંનો ધુમાડો.
ટેકરીઢાળની પીઠ ઉપર ઊગેલો
બેધ્યાન સૂરજ.
અને ઊનની ટોપી ઉપર દોડતા જતા
એક રજોટાયેલા છોકરાના
મોં ઉપર પડતું
તડકાનું રાતુંચોળ ટપકું — જાણે કે પોતીકું.
અને ક્યાંક દૂર
પડાવ માંડી પડેલા સરોવરના કાંઠે
એક ભાગેડુ શિયાળો અને સમણું.
(નવોન્મેષ, સંપા. સુરેશ જોષી, ૧૯૭૧, પૃ. ૩૭)