વીક્ષા અને નિરીક્ષા/રુચિ અને કલાનું પુનર્નિર્માણઃ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 24: Line 24:
વિવેચનની બાબતમાં બે મતો પ્રવર્તે છે. એક કહે છે કે વિવેચનનાં ધોરણ નિરપેક્ષ (ઍબ્સલ્યૂટ) હોય છે, જ્યારે બીજો કહે છે કે એ ધોરણ સાપેક્ષ (રિલેટિવ) હોય છે. કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે છે એનો અર્થ એ કે એને વિશે સર્વમાન્ય એવો નિર્ણય ઉચ્ચારી શકાય છે. પણ એવો નિર્ણય તો જ ઉચ્ચારી શકાય, જો નિરપેક્ષ કસોટીઓ હોય. એટલે સુધી ક્રોચે આ મત સાથે સંમત થાય છે. પણ નિરપેક્ષ ધોરણવાદીઓ આગળ જઈને એમ કહે છે કે એ કસોટીઓ કોઈ નમૂના(મૉડલ)ની પેઠે કલાકૃતિની બહાર રહેલી હોય છે અને તેને આધારે આપણે કલાકૃતિનું મૂલ્યાંકન કરીએ છીએ. પણ કલાના ક્ષેત્રમાં તે તે કૃતિની બહાર એનું મૂલ્યાંકન કરવા માટેનો કોઈ નમૂનો હોતો નથી. દરેક કૃતિનું મૂલ્યાંકન તેમાં રહેલા મૂળ નમૂના અનુસાર જ કરવાનું હોય છે.

સાપેક્ષ ધોરણવાદીઓએ કલાકૃતિ બહાર કોઈ કસોટી હોય છે એ મત ફગાવી દીધો, પણ તેને બદલે એવો મત રજૂ કર્યો કે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ ન શકે. કલાના ક્ષેત્રમાં તો વ્યક્તિગત ગમાઅણગમાને  આધારે જ અભિપ્રાય આપવાનો હોય. આમ કહીને તેમણે અભિવ્યક્તિને અને સુખદતાને એક ભૂમિકાએ મૂક્યાં. ખરું જોતાં, સુખદતા એ વ્યવહારની ભૂમિકાની વાત છે જ્યારે અભિવ્યક્તિ જ્ઞાનની ભૂમિકાની વાત છે. એ બે એક હોઈ જ ન શકે.

{{center|{{Poem2Close}}
{{Poem2Close}}
'''કલાના મૂલ્યાંકનનો ગજ નિરપેક્ષ'''}}
{{center|'''કલાના મૂલ્યાંકનનો ગજ નિરપેક્ષ'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કલાના મૂલ્યાંકન માટે રુચિ જે ગજ વાપરે છે તે નિરપેક્ષ જ હોય છે, પણ તે નિરપેક્ષતા બૌદ્ધિક વ્યાપારની નથી પણ કલ્પનાવ્યાપારની એટલે કે પ્રતિભાનની નિરપેક્ષતા છે. જેમાં અભિવ્યક્તિની પ્રક્રિયા સફળ થઈ હોય તે નિરપેક્ષપણે સુંદર, અને જેમાં અભિવ્યક્તિની પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોય તે નિરપેક્ષપણે કુરૂપ ગણાય. સફળ અભિવ્યક્તિ તે સૌંદર્ય, એ પ્રતિભાનની ભૂમિકાની નિરપેક્ષ કસોટી થઈ. કોઈ કૃતિ સુંદર છે કે કુરૂપ એનો નિર્ણય આપણા વ્યક્તિગત ગમાઅણગમા અનુસાર નહિ પણ આ નિરપેક્ષ કસોટી અનુસાર કરવાનો હોય છે. એ કસોટી બુદ્ધિએ નહિ પણ સંવેદનની અનેકતામાંથી એકતા ઊભી કરનાર કલ્પનાશક્તિએ આપેલી છે.