ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/મધુરાં સપનાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 219: Line 219:
અને પોતાના એ વિચારો ઉપર મનમાં હસતાં એણે થાળી પીરસવા માંડી : ‘હુંય મૂઈ શેખચલ્લીની જેમ સાસરું દેખ્યા પહેલાં છોકરાં સુધી પહોંચી ગઈને!’ અને પોતાની એ મૂર્ખાઈને લેઈ પિતા સામે નહિ બેસી શકાય માની એ ભાણું પીરસી બહાર નીકળી ગઈ.
અને પોતાના એ વિચારો ઉપર મનમાં હસતાં એણે થાળી પીરસવા માંડી : ‘હુંય મૂઈ શેખચલ્લીની જેમ સાસરું દેખ્યા પહેલાં છોકરાં સુધી પહોંચી ગઈને!’ અને પોતાની એ મૂર્ખાઈને લેઈ પિતા સામે નહિ બેસી શકાય માની એ ભાણું પીરસી બહાર નીકળી ગઈ.


ગેલેરીમાં ઊભેલી સુભદ્રાને પૂછ્યું : ‘કેમ જમી લીધું?’
ગૅલરીમાં ઊભેલી સુભદ્રાએ પૂછ્યું : ‘કેમ જમી લીધું?’


વિનોદ અંદર કાગળિયાં ફેંદે છે તેની ખાતરી કર્યા પછી સુશીલા સ્થિર ઊભી રહેતાં બોલી : ‘ના રે ના, હજુ તો પિતાજીને પીરસી બહાર આવું છું.’
વિનોદ અંદર કાગળિયાં ફેંદે છે તેની ખાતરી કર્યા પછી સુશીલા સ્થિર ઊભી રહેતાં બોલી : ‘ના રે ના, હજુ તો પિતાજીને પીરસી બહાર આવું છું.’
Line 225: Line 225:
સુભદ્રાને ઘડી પહેલાંની, વિનોદ આવ્યો તે વખતની સુશીલાની વર્તણૂક યાદ આવી. એણે કહ્યું : ‘સુશીલા! એક વાત કહું?’
સુભદ્રાને ઘડી પહેલાંની, વિનોદ આવ્યો તે વખતની સુશીલાની વર્તણૂક યાદ આવી. એણે કહ્યું : ‘સુશીલા! એક વાત કહું?’


‘કહો ને?’
‘કહોને?’


‘શરમાઈશ નહિને?’
‘શરમાઈશ નહિને?’
Line 251: Line 251:
વળી વહેલાંમોડાં આવે એટલે ઘર એમને જ સોંપવું પડે. અને ના, ના; મારાથી… એ કદી જોયું નહિ જાય… જમવામાં તો આપણું ન ચાલે, પણ એમની ગેરહાજરીમાં પાણિયારી આવશે ત્યારે હું બરાબર ધ્યાન રાખીશ. પડોશી તરીકે કંઈ એટલુંય ન થાય? નહિ તો સૂનું ઘર માની એ તો ભેલાડી મૂકે સ્તો!
વળી વહેલાંમોડાં આવે એટલે ઘર એમને જ સોંપવું પડે. અને ના, ના; મારાથી… એ કદી જોયું નહિ જાય… જમવામાં તો આપણું ન ચાલે, પણ એમની ગેરહાજરીમાં પાણિયારી આવશે ત્યારે હું બરાબર ધ્યાન રાખીશ. પડોશી તરીકે કંઈ એટલુંય ન થાય? નહિ તો સૂનું ઘર માની એ તો ભેલાડી મૂકે સ્તો!


વિદાય થતી વખતે સુભદ્રાએ કહ્યુંઃ ‘સુશીલા! બીજું તો પડોશમાં કોણ છે? માટે કંઈ જોઈતું કરતું નાનાભાઈ વાટે મંગાવી આપજે. કે પછી આમ છુપાતી ને છુપાતી જ રહીશ?’ અને પોતાના વિનોદ માટે ભલામણ કરતાં એણે કહ્યુંઃ ‘એમની શરમ કેમ જાણે તને લાગે છે; નહિ તો અપ્સરાઓ વચ્ચે મૂકીને જતાં મને સહેજ પણ બીક ન લાગે.’
વિદાય થતી વખતે સુભદ્રાએ કહ્યું : ‘સુશીલા! બીજું તો પડોશમાં કોણ છે? માટે કંઈ જોઈતુંકરતું નાનાભાઈ વાટે મંગાવી આપજે. કે પછી આમ છુપાતી ને છુપાતી જ રહીશ?’ અને પોતાના વિનોદ માટે ભલામણ કરતાં એણે કહ્યું : ‘એમની શરમ કેમ જાણે તને લાગે છે; નહિ તો અપ્સરાઓ વચ્ચે મૂકીને જતાં મને સહેજ પણ બીક ન લાગે.’


સુશીલાને જવાબ આપવાનું મન થયુંઃ ‘હું કંઈ ઓછી એમની દૃષ્ટિ મેલી છે એમ કહું છું?’ પણ એ કંઈ ન બોલી.
સુશીલાને જવાબ આપવાનું મન થયું : ‘હું કંઈ ઓછી એમની દૃષ્ટિ મેલી છે એમ કહું છું?’ પણ એ કંઈ ન બોલી.


સુભદ્રાએ કહ્યુંઃ ‘શું કહ્યું, સમજી ને?’
સુભદ્રાએ કહ્યું : ‘શું કહ્યું, સમજીને?’


સુશીલા મોંએ તો નહિ પણ ડોકું ધુણાવી જવાબ આપે તે પહેલાં માએ કહ્યુંઃ ‘સુશીલાને કાનમાં શું કહો છો, સુભદ્રાબેન?’
સુશીલા મોંએ તો નહિ પણ ડોકું ધુણાવી જવાબ આપે તે પહેલાં માએ કહ્યું : ‘સુશીલાને કાનમાં શું કહો છો, સુભદ્રાબેન?’


સુભદ્રાઃ ‘બીજું શું? ઘર સૂનું થયું એટલે જોતાં રહેવાનું સ્તો!’
સુભદ્રા : ‘બીજું શું? ઘર સૂનું થયું એટલે જોતાં રહેવાનું સ્તો!’


માઃ ‘તમતમારે બેફિકર જાઓ ને! એની ચિંતા જ ન રાખવી.’
મા : ‘તમતમારે બેફિકર જાઓને! એની ચિંતા જ ન રાખવી.’


પિતાઃ ‘બે મહિના અમારે ત્યાં જમે તોય ક્યાં પારકું છે?!
પિતા : ‘બે મહિના અમારે ત્યાં જમે તોય ક્યાં પારકું છે?’


સુશીલાને થયુંઃ ‘એ આનાકાની કર્યા વગર સ્વીકારી લે તો કેવું સારું? અને કદીય સીધી નજરે એની સામે ન જોઈ શકતી એ ત્રાંસી નજરે વિનોદ શો જવાબ આપે છે તે સાંભળવા તાકી રહી. અને જાણે ‘હા કહો’ એમ ઇશારો કરતી હોય તેમ એનું માથું બે વખત હલી ગયું.
સુશીલાને થયું : ‘એ આનાકાની કર્યા વગર સ્વીકારી લે તો કેવું સારું? અને કદીય સીધી નજરે એની સામે ન જોઈ શકતી એ ત્રાંસી નજરે વિનોદ શો જવાબ આપે છે તે સાંભળવા તાકી રહી. અને જાણે ‘હા કહો’ એમ ઇશારો કરતી હોય તેમ એનું માથું બે વખત હલી ગયું.


પણ વિનોદે કહ્યુંઃ ‘એટલો ભાવ છે એ ઓછો છે?’
પણ વિનોદે કહ્યું : ‘એટલો ભાવ છે એ ઓછો છે?’


ત્યારે સુશીલાનું હૃદય રડી ઊઠ્યુંઃ ‘ભાવથી પેટ ભરાતું હોય તો તમારે ખાવા જ ન કરવું પડે.’
ત્યારે સુશીલાનું હૃદય રડી ઊઠ્યું : ‘ભાવથી પેટ ભરાતું હોય તો તમારે ખાવા જ ન કરવું પડે.’


અને જે પરિસ્થિતિ એણે કલ્પી હતી એ સુભદ્રા જતાં પ્રત્યક્ષ ખડી થઈ. સવારમાં ઊઠતાં જ એ બેત્રણ વખત વિનોદની દિનચર્યા જોઈ ગઈ. પરંતુ પથારી ઉઠાવવી, સગડી સળગાવવી, પાણી ગરમ કરવું એ સર્વ કામો તો જૂનાં થઈ ગયાં હતાં. પણ સગડી ઉપરની દાળને સંચા વડે ભાંગતાં જ્યારે એણે એને જોયા ત્યારે પ્રજાવત્સલ રાજા પદભ્રષ્ટ થતાં પ્રજા જેટલી ખિન્ન થાય એટલી, સુશીલા વિનોદને રસોડામાં પેઠેલો જોઈ હૃદયભગ્ન થઈ.
અને જે પરિસ્થિતિ એણે કલ્પી હતી એ સુભદ્રા જતાં પ્રત્યક્ષ ખડી થઈ. સવારમાં ઊઠતાં જ એ બેત્રણ વખત વિનોદની દિનચર્યા જોઈ ગઈ. પરંતુ પથારી ઉઠાવવી, સગડી સળગાવવી, પાણી ગરમ કરવું એ સર્વ કામો તો જૂનાં થઈ ગયાં હતાં. પણ સગડી ઉપરની દાળને સંચા વડે ભાંગતાં જ્યારે એણે એને જોયા ત્યારે પ્રજાવત્સલ રાજા પદભ્રષ્ટ થતાં પ્રજા જેટલી ખિન્ન થાય એટલી, સુશીલા વિનોદને રસોડામાં પેઠેલો જોઈ હૃદયભગ્ન થઈ.


અને એ દુઃખ ન જોઈ શકવાથી એણે ડોકિયું કર્યું, એવી દૃષ્ટિ પાછી ખેંચી લીધી. એને થયુંઃ મારો વિનોદેય હું ન હોઉં ત્યારે આવો જ પદભ્રષ્ટ થાય ને? એના કરતાં સુભદ્રાબેને કોઈને અહીં બોલાવ્યું હોત તો શું ખોટું? અને કોઈ ન આવી શકે એમ હોય તો હું તો હતી જ ને? ત્યારે તો રસોઈ કરવા જવામાં કંઈ વાંધોય નહિ. પણ એ તો સુભદ્રાબેનેય તે દિવસે કહેતાં હતાં ને? કે પહેલી પ્રસૂતિ હતી એટલે આપણે ન જઈએ તો ઠીક, પણ માબાપને કાયમનું સાસરિયાંનું મહેણું રહી જાય! શું રિવાજેય બળ્યા કર્યા છે?
અને એ દુઃખ ન જોઈ શકવાથી એણે ડોકિયું કર્યું, એવી દૃષ્ટિ પાછી ખેંચી લીધી. એને થયું : મારો વિનોદેય હું ન હોઉં ત્યારે આવો જ પદભ્રષ્ટ થાયને? એના કરતાં સુભદ્રાબેને કોઈને અહીં બોલાવ્યું હોત તો શું ખોટું? અને કોઈ ન આવી શકે એમ હોય તો હું તો હતી જ ને? ત્યારે તો રસોઈ કરવા જવામાં કંઈ વાંધોય નહિ. પણ એ તો સુભદ્રાબેનેય તે દિવસે કહેતાં હતાંને? કે પહેલી પ્રસૂતિ રહી એટલે આપણે ન જઈએ તો ઠીક, પણ માબાપને કાયમનું સાસરિયાંનું મહેણું રહી જાય! શું રિવાજેય બળ્યા કર્યા છે?


કચેરીમાં જતાં વિનોદે ચાવી અંદર નાખતાં કહ્યુંઃ ‘મંછાબેન! પાણિયારી આવી નથી. આવે ત્યારે ચાવી આપજો.’
કચેરીમાં જતાં વિનોદે ચાવી અંદર નાખતાં કહ્યું : ‘મંછાબેન! પાણિયારી આવી નથી. આવે ત્યારે ચાવી આપજો.’


ચાવીને ઠેકાણે મૂકતાં સુશીલા બબડીઃ એ તો હું એ લુચ્ચી પાણિયારીને ન ઓળખતી હોઉં ત્યારે ને? સુભદ્રાબેન કાલ જવાનાં છે એ જાણી એણે કેવો તરત વખત બદલ્યો? એના મનમાં કે હવે મને કોઈ પૂછનાર નથી. પણ સુભદ્રાબેન તો જવા દે એવાં હતાં, ને હું તો ધૂળ કાઢી નાખીશ!’
ચાવીને ઠેકાણે મૂકતાં સુશીલા બબડી : એ તો હું એ લુચ્ચી પાણિયારીને ન ઓળખતી હોઉં ત્યારેને? સુભદ્રાબેન કાલ જવાનાં છે એ જાણી એણે કેવો તરત વખત બદલ્યો? એના મનમાં કે હવે મને કોઈ પૂછનાર નથી. પણ સુભદ્રાબેન તો જવા દે એવાં હતાં, ને હું તો ધૂળ કાઢી નાખીશ!’


અને પાણિયારી આવી એવી જ એને ધમકાવતાં સુશીલાએ કહ્યુંઃ ‘કેમ ગંગા! સુભદ્રાબેન ગયાં એવો જ ટાઇમ બદલી નાખ્યો?’
અને પાણિયારી આવી એવી જ એને ધમકાવતાં સુશીલાએ કહ્યું : ‘કેમ ગંગા! સુભદ્રાબેન ગયાં એવો જ ટાઇમ બદલી નાખ્યો?’


ગંગાએ પોતાનું દુઃખ રડતાં કહ્યુંઃ ‘અમારે મજૂરિયા લોકોને વળી શા ટેમ? આ નાની છોકરીને જરા રાતનું વધારે થયું છે એટલે સવારમાં ન અવાયું.’
ગંગાએ પોતાનું દુઃખ રડતાં કહ્યું : ‘અમારે મજૂરિયા લોકોને વળી શા ટેમ? આ નાની છોકરીને જરા રાતનું વધારે થયું છે એટલે સવારમાં ન અવાયું.’


‘હંઅં!’ જાણે હું સમજું છું એમ કહેતી હોય તેમ સુશીલાએ કહ્યું.
‘હંઅં!’ જાણે હું સમજું છું એમ કહેતી હોય તેમ સુશીલાએ કહ્યું.


ગંગાએ કહ્યુંઃ ‘ચાવી લાવો જોઈ.’
ગંગાએ કહ્યું : ‘ચાવી લાવો જોઈ.’


સુશીલાઃ ‘ચાલ ને; હું ઉઘાડી આપું છું.’
સુશીલા : ‘ચાલને; હું ઉઘાડી આપું છું.’


અને સુભદ્રાની ખાલી પડેલી જગા ઉપરનો કામચલાઉ ચાર્જ એણે સંભાળી લીધો. એક અમલદાર બદલાઈ નવો આવે ત્યારે પોતાનો પ્રભાવ પાડવા નીચલા નોકરોને એક ઉપર એક સૂચના કરવા માંડે, જાણે પહેલાં એ લોકો જેમ ચલાવતા તેમ હવે નહિ ચાલે, એની માફક સુશીલાએ ગંગાને સૂચનાઓ આપવા માંડીઃ ‘જો ગંગા! સુભદ્રાબેન ગયાં એટલે તું જાણે છે કે પુરુષને ઘરના કામની ઝાઝી ગમ નહિ; માટે બેડાં બરાબર વીછળી કરીને ભરવાં.’
અને સુભદ્રાની ખાલી પડેલી જગા ઉપરનો કામચલાઉ ચાર્જ એણે સંભાળી લીધો. એક અમલદાર બદલાઈ નવો આવે ત્યારે પોતાનો પ્રભાવ પાડવા નીચલા નોકરોને એક ઉપર એક સૂચના કરવા માંડે, જાણે પહેલાં એ લોકો જેમ ચલાવતા તેમ હવે નહિ ચાલે, એની માફક સુશીલાએ ગંગાને સૂચનાઓ આપવા માંડી : ‘જો ગંગા! સુભદ્રાબેન ગયાં એટલે તું જાણે છે કે પુરુષને ઘરના કામની ઝાઝી ગમ નહિ; માટે બેડાં બરાબર વીછળી કરીને ભરવાં.’


અને ગંગા પાણીનું બેડું લેઈ બહાર ગઈ. એટલે એણે રસોડામાંનાં વાસણ સાફ કરવા મૂક્યાં હતાં તેની વિઝિટ કરવી શરૂ કરી.
અને ગંગા પાણીનું બેડું લેઈ બહાર ગઈ, એટલે એણે રસોડામાંનાં વાસણ સાફ કરવા મૂક્યાં હતાં તેની વિઝિટ કરવી શરૂ કરી.


વધેલી દાળમાં એણે હાથ ઘાલી જોયો, તો ઓગળ્યા વગરના બધા કકડા નીચે બેસી ગયા હતા; ભાત નીચે ચોંટીને સજ્જડ થઈ ગયો હતો. કુતૂહલથી એણે પેટી ખોલી જોઈ તો અંદર વધેલી ભાખરીનો આકાર જોઈ એ મોંમાં આંગળી ઘાલી ગઈઃ ‘બાપ રે! આટલી બધી જાડી તે શેં ખાધી જાય! ને બળ્યો એનો ઢંગેય કેવો છે! એક ખૂણો ઉત્તરમાં તો એક પશ્ચિમમાં!’
વધેલી દાળમાં એણે હાથ ઘાલી જોયો, તો ઓગળ્યા વગરના બધા કકડા નીચે બેસી ગયા હતા; ભાત નીચે ચોંટીને સજ્જડ થઈ ગયો હતો. કુતૂહલથી એણે પેટી ખોલી જોઈ તો અંદર વધેલી ભાખરીનો આકાર જોઈ એ મોંમાં આંગળી ઘાલી ગઈ : ‘બાપ રે! આટલી બધી જાડી તે શે ખાધી જાય! ને બળ્યો એનો ઢંગેય કેવો છે! એક ખૂણો ઉત્તરમાં તો એક પશ્ચિમમાં!’


ચોકડીમાં પલાળેલું ધોતિયું જોતાં એને થયુંઃ આમ સવારનું ભીનું કપડું સાંજ સુધી પડી રહે એટલે કોહી ગયા વગર રહે? પણ આ તો વહેલી હવે આવવાની જ નહિ. આના કરતાં પંચિયું પલાળીને નાહવું એ જ સારું!
ચોકડીમાં પલાળેલું ધોતિયું જોતાં એને થયું : આમ સવારનું ભીનું કપડું સાંજ સુધી પડી રહે એટલે કોહી ગયા વગર રહે? પણ આ તો વહેલી હવે આવવાની જ નહિ. આના કરતાં પંચિયું પલાળીને નાહવું એ જ સારું!


અને ગંગા પાણીનું એક બેડું ભરીને આવી એટલે બીજી સૂચના આપીઃ ‘જો, ગંગા! આ ધોતિયું સવારનું કોહે છે માટે એને પહેલું ધોઈ નાખ.’
અને ગંગા પાણીનું એક બેડું ભરીને આવી એટલે બીજી સૂચના આપી : ‘જો, ગંગા! આ ધોતિયું સવારનું કોહે છે માટે એને પહેલું ધોઈ નાખ.’


ગંગાએ સાબુ માગ્યો એટલે એણે તાકામાંથી લાવતાં કહ્યુંઃ ‘તું પેલાં એંઠાં વાસણમાં પાણી રેડ એટલે બધું ચોંટી ગયું છે તે ઊખડી જાય. ત્યાં સુધીમાં હું સાબુ દેઈ આપું છું.’
ગંગાએ સાબુ માગ્યો એટલે એણે તાકામાંથી લાવતાં કહ્યું : ‘તું પેલાં એંઠાં વાસણમાં પાણી રેડ એટલે બધું ચોંટી ગયું છે તે ઊખડી જાય. ત્યાં સુધીમાં હું સાબુ દેઈ આપું છું.’


ગંગા બબડીઃ ‘ઓ મારી બઈ! આ તો ઓઝા કરતાં ગધેડી ડાહી!’
ગંગા બબડી : ‘ઓ હો મારી બઈ! આ તો ઓઝા કરતાં ગધેડી ડાહી!’


અને વાસણ અને કપડાં લેઈ એ ચાલી, એટલે સુશીલાએ બીજી સૂચના આપીઃ ‘ધોતિયું બહુ ટીપતી નહિ, નહિ તો એ તો પાતળું પાણી જેવું છે એટલે ફસકી જશે.’
અને વાસણ અને કપડાં લેઈ એ ચાલી, એટલે સુશીલાએ બીજી સૂચના આપી : ‘જોજે, ધોતિયું બહુ ટીપતી નહિ, નહિ તો એ તો પાતળું પાણી જેવું છે એટલે ફસકી જશે.’


‘આ આટલા બધા ચિબાવલાવેડા શું કામ કરતી હશે?’ એમ મનમાં ગણગણી ગંગા આગળ જાય ત્યાં તો સુશીલા વધુ ઉતાવળી બોલીઃ ‘વાસણ પાછી મૂકતી ના આવું!’
‘આ આટલા બધા ચિબાવલાવેડા શું કામ કરતી હશે?’ એમ મનમાં ગણગણી ગંગા આગળ જાય ત્યાં તો સુશીલા વધુ ઉતાવળી બોલી : ‘વાસણ પાછી મૂકતી ના આવું!’


હવે ગંગાથી એ સહ્યું ન ગયું. એણે સ્પષ્ટ, પણ કોઈ ન સાંભળે તેમ કહ્યુંઃ ‘આટલા બધા ચાળા કર્યા કરતાં સીધી ઘરમાં જ બેસી જા ને એટલે નિકાલ મટે!’
હવે ગંગાથી એ સહ્યું ન ગયું. એણે સ્પષ્ટ, પણ કોઈ ન સાંભળે તેમ કહ્યું : ‘આટલા બધા ચાળા કર્યા કરતાં સીધી ઘરમાં જ બેસી જાને એટલે નિકાલ મટે!’


અને સુભદ્રા હતી ત્યાં સુધી એને ખ્યાલ નહોતો આવ્યો તે આંખ આગળ ભજવાતો લાગ્યો, જરૂર, જરૂર, આજની નખરાળી છોકરીઓ ચૂકે જ નહિ. એવું ના હોય તો એને નહિ સગું, નહિ સાગવું, તોય આટલી બધી પૈડ શું કરવી જોઈએ? એ બિચારી આવશે ત્યાં સુધીમાં તો ભલી હશે તો એના ધણીને જ પચાવી પાડશે!
અને સુભદ્રા હતી ત્યાં સુધી એને ખ્યાલ નહોતો આવ્યો તે આંખ આગળ ભજવાતો લાગ્યો. જરૂર, જરૂર, આજની નખરાળી છોકરીઓ ચૂકે જ નહિ. એવું ના હોય તો એને નહિ સગું, નહિ સાગવું, તોય આટલી બધી પૈડ શું કરવી જોઈએ? એ બિચારી આવશે ત્યાં સુધીમાં તો ભલી હશે તો એના ધણીને જ પચાવી પાડશે!


વળી એણે મન વાળ્યુંઃ ‘આપણે શી તે લોકોની પંચાત? આપણે તો કામ સાથે કામ! એમાં જો એ બહુ ટક ટક કરશે તો બે દા’ડા સાંભળીશ. પછી તો રોકડું જ પરખાવી દેઈશઃ ‘એટલું બધું દાઝતું હોય તો ઘરમાં પેસીને કરી લે ને? કોણ તને ના કહે છે?’
વળી એણે મન વાળ્યું : ‘આપણે શી તે લોકોની પંચાત? આપણે તો કામ સાથે કામ! એમાં જો એ બહુ ટકટક કરશે તો બે દા’ડા સાંભળીશ. પછી તો રોકડું જ પરખાવી દેઈશ : ‘એટલું બધું દાઝતું હોય તો ઘરમાં પેસીને કરી લેને? કોણ તને ના કહે છે?’


ત્યારે સુશીલા એના તરંગોમાં વિહરતી હતીઃ ‘વાસણ લાવે તેમાં શું રંધાયું? પછાડપછાડ કરી ગોબા ના પાડે તેય જોવાનું રહ્યું ને? કાચનાં વાસણ તો હું જ ધોઈને મૂકી દેઈશ એટલે ભાંગવા કરવાની ચિંતા જ નહિ.’
ત્યારે સુશીલા એના તરંગોમાં વિહરતી હતી : ‘વાસણ લાવે તેમાં શું રંધાયું? પછાડપછાડ કરી ગોબા ના પાડે તેય જોવાનું રહ્યુંને? કાચનાં વાસણ તો હું જ ધોઈને મૂકી દેઈશ એટલે ભાંગવા કરવાની ચિંતા જ નહિ.’


અને ગંગા આવે ત્યાં સુધીમાં તો ઓરડો વાળેલો હતો છતાં ફરીથી વાળીઝૂડીને સાફ કર્યો. ખીંટીએ ભરવેલાં કપડાં ઝાડી નાખ્યાં. કૅલેન્ડરનું પાનું ફાડ્યું. ટેબલ ઉપર કાગળો પડ્યા હતા તે સરખા કરી ઉપર બાજુમાં પડેલી ચોપડી મૂકી દાબી દીધા.
અને ગંગા આવે ત્યાં સુધીમાં તો ઓરડો વાળેલો હતો છતાં ફરીથી વાળીઝૂડીને સાફ કર્યો. ખીંટીએ ભરવેલાં કપડાં ઝાડી નાખ્યાં. કૅલેન્ડરનું પાનું ફાડ્યું. ટેબલ ઉપર કાગળો પડ્યા હતા તે સરખા કરી ઉપર બાજુમાં પડેલી ચોપડી મૂકી દાબી દીધા.
Line 319: Line 319:
ગંગાએ એ બધો ફેરફાર જોઈ લીધો. અને સૂનું ઘર પડતાં પોતે ફાવશે તે આશા નિષ્ફળ જવાથી કે સુશીલાની ખોટી ટોકથી, ગમે તેમ પણ એ જતી વખતે એના ભણી તીક્ષ્ણ નજર ફેંકતી ગઈ.
ગંગાએ એ બધો ફેરફાર જોઈ લીધો. અને સૂનું ઘર પડતાં પોતે ફાવશે તે આશા નિષ્ફળ જવાથી કે સુશીલાની ખોટી ટોકથી, ગમે તેમ પણ એ જતી વખતે એના ભણી તીક્ષ્ણ નજર ફેંકતી ગઈ.


પણ એ સર્વ કરતાં સુભદ્રાના પુત્રજન્મની ખુશાલીનો હર્ષ સુશીલાથી ઢાંક્યો ઢંકાયો નહિ. વિનોદ કચેરીમાં આવતાં આંગણામાં પિતાજી સાથે વાત કરતો, એ સાંભળી લેતાં સુશીલા કૂદતી, છલાંગો ભરતી અંદર દોડી.
*
 
પણ એ સર્વ કરતાં સુભદ્રાના પુત્રજન્મની ખુશાલીનો હર્ષ સુશીલાથી ઢાંક્યો ઢંકાયો નહિ. વિનોદ કચેરીમાં આવતાં આંગણામાં પિતાજી સાથે વાત કરતો હતો, એ સાંભળી લેતાં સુશીલા કૂદતી, છલાંગો ભરતી અંદર દોડી.


સાસરે જવા લાયક છોકરી આમ બાળકોની પેઠે કૂદાકૂદ કરે એ અસભ્ય માની, માએ રોષ કરતાં કહ્યુંઃ ‘તને કેટલી વખત કહ્યું કે તું તે કંઈ હવે નાની છે, તે આમ હેલાળા ભર્યા કરે છે?’
સાસરે જવાલાયક છોકરી આમ બાળકોની પેઠે કૂદાકૂદ કરે એ અસભ્ય માની, માએ રોષ કરતાં કહ્યું : ‘તને કેટલી વખત કહ્યું કે તું તે કંઈ હવે નાની છે, તે આમ હેલાળા ભર્યા કરે છે?’


અંતરનો ભાવ વ્યક્ત કરતાં એ બોલીઃ ‘એવું ખુશ થવા જેવું હોય તો કૂદીય પડાય?’
અંતરનો ભાવ વ્યક્ત કરતાં એ બોલી : ‘એવું ખુશ થવા જેવું હોય તો કૂદીય પડાય?’


‘એવી તે શી વધામણી છે?’
‘એવી તે શી વધામણી છે?’
Line 329: Line 331:
‘સુભદ્રાબહેનને પુત્ર જન્મ્યો!’
‘સુભદ્રાબહેનને પુત્ર જન્મ્યો!’


માનેય આનંદ થયો. એણે પૂછ્યુંઃ ‘કોણે કહ્યું?’
માનેય આનંદ થયો. એણે પૂછ્યું : ‘કોણે કહ્યું?’


સુશીલાએ જવાબ ટાળતાં કહ્યુંઃ ‘એ બધીયે તારે પંચાત!’
સુશીલાએ જવાબ ટાળતાં કહ્યું : ‘એ બધીયે તારે પંચાત!’


ત્યાં સુધીમાં પિતાએ વધાઈ ખાધીઃ ‘સાંભળે છે કે? સુભદ્રાબેનને…’
ત્યાં સુધીમાં પિતાએ વધાઈ ખાધી : ‘સાંભળે છે કે? સુભદ્રાબેનને…’


‘પુત્ર જન્મ્યો એ કહો છો ને?’ માએ આગળથી ઝડપી લીધું.
‘પુત્ર જન્મ્યો એ કહો છોને?’ માએ આગળથી ઝડપી લીધું.


‘તને કોણે કહ્યું?’
‘તને કોણે કહ્યું?’
Line 345: Line 347:
વળી એટલું નાનું બાળકેય, સુભદ્રા આવી ત્યારે કેટલાંએ લેવા હાથ લંબાવ્યા પણ કોઈની પાસે ન જતાં સુશીલાની સાથે જૂની ઓળખાણ હોય તેમ એની સોડમાં સંતાઈ ગયું.
વળી એટલું નાનું બાળકેય, સુભદ્રા આવી ત્યારે કેટલાંએ લેવા હાથ લંબાવ્યા પણ કોઈની પાસે ન જતાં સુશીલાની સાથે જૂની ઓળખાણ હોય તેમ એની સોડમાં સંતાઈ ગયું.


સુશીલા જોકે બધાનાં દેખતાં એના મોંનો આકાર બરાબર મેળવી ન શકી. પણ એકાંતમાં નકલની મૂળ પ્રત સાથે મેળવણી કરતી હોય તેમ એનાં અંગ-ઉપાંગ મેળવવા લાગી. નાક તો એના જેવું અણિયાળું જ છે; આંખ જરા મોટી છે કે શું? ના, ના; એ તો હજુ બાળક એટલે લાગે. જબરો ભાગ્યશાળી લાગે છે. કપાળ કેટલું મોટું છે? પણ ટાલિયો થશે કે શું? માથે વાળ બહુ જણાતા નથી. મોં ગોળ લાડવા જેવું છે ને! બધું તો બધું, પણ દાઢીનો ખાડોય બાકી નથી રહી ગયો ને!
સુશીલા જોકે બધાનાં દેખતાં એના મોંનો આકાર બરાબર મેળવી ન શકી. પણ એકાંતમાં નકલની મૂળ પ્રત સાથે મેળવણી કરતી હોય તેમ એનાં અંગ-ઉપાંગ મેળવવા લાગી. નાક તો એના જેવું અણિયાળું જ છે; આંખ જરા મોટી છે કે શું? ના, ના; એ તો હજુ બાળક એટલે લાગે. જબરો ભાગ્યશાળી લાગે છે. કપાળ કેટલું મોટું છે? પણ ટાલિયો થશે કે શું? માથે વાળ બહુ જણાતા નથી. મોં ગોળ લાડવા જેવું છેને! બધું તો બધું, પણ દાઢીનો ખાડોય બાકી નથી રહી ગયોને!


એને હસતો જોઈ એણે કહ્યુંઃ ‘લુચ્ચા! શું હસે છે?’ એને ટૂંટિયું વાળેલા પગ સાથે હાથનું માપ લેતાં હાથ ઢીંચણથી નીચે ગયેલા જોઈ એ હર્ષઘેલી થઈ ગઈ, અને માને વધાઈ ખાવા દોડીઃ ‘બા, બા! જો તો ખરી; આના હાથ તો ઢીંચણથી નીચા છે!’
એને હસતો જોઈ એણે કહ્યું : ‘લુચ્ચા! શું હસે છે?’ અને ટૂંટિયું વાળેલા પગ સાથે હાથનું માપ લેતાં હાથ ઢીંચણથી નીચે ગયેલા જોઈ એ હર્ષઘેલી થઈ ગઈ, અને માને વધાઈ ખાવા દોડી : ‘બા, બા! જો તો ખરી; આના હાથ તો ઢીંચણથી નીચા છે!’


વગર જોયે માએ પ્રતિકાર કર્યોઃ ‘શું ગાંડા જેવી વાત કરે છે!’
વગર જોયે માએ પ્રતિકાર કર્યો : ‘શું ગાંડા જેવી વાત કરે છે!’


‘પણ જો તો ખરી?’
‘પણ જો તો ખરી?’
Line 357: Line 359:
પણ પોતાનું સત્ય સાબિત કરવા માપી બતાવવા ગઈ, ત્યાં તો એણે પગ લાંબા કરી નાખ્યા.
પણ પોતાનું સત્ય સાબિત કરવા માપી બતાવવા ગઈ, ત્યાં તો એણે પગ લાંબા કરી નાખ્યા.


એને મીઠી મધુરી ટપલી મારતાં સુશીલાએ કહ્યુંઃ ‘આવડો છે પણ કેવી એની મા જેવો પાક્કો છે! તે વખતે ટૂંટિયું વાળી દીધું હતું તે હું તો ભૂલી જ ગઈ.’
એને મીઠી મધુરી ટપલી મારતાં સુશીલાએ કહ્યું : ‘આવડો છે પણ કેવો એની મા જેવો પાક્કો છે! તે વખતે ટૂંટિયું વાળી દીધું હતું તે હું તો ભૂલી જ ગઈ.’


અને ચોળાચોળા થતાં એ રડવા જેવો થાય એ પહેલાં એ સુભદ્રાને આપવા ગઈઃ ‘લ્યો આને ધવરાવો… ભૂખ્યો થયો છે.’
અને ચોળાચોળા થતાં એ રડવા જેવો થાય એ પહેલાં એ સુભદ્રાને આપવા ગઈ : ‘લ્યો આને ધવરાવો ભૂખ્યો થયો છે.’


સુભદ્રાને સુશીલાની શરમાળ વૃત્તિ યાદ આવી એટલે પિયેરમાં જે હોય તે ‘ભાણાનું મોં એના બાપ જેવું છે’ કહેતું એ સાંભરી આવ્યું. એણે પૂછ્યુંઃ ‘સુશીલા! આનું મોં કોના જેવું છે?’
સુભદ્રાને સુશીલાની શરમાળ વૃત્તિ યાદ આવી એટલે પિયેરમાં જે હોય તે ‘ભાણાનું મોં એના બાપ જેવું છે’ કહેતું એ સાંભરી આવ્યું. એણે પૂછ્યું : ‘સુશીલા! આનું મોં કોના જેવું છે?’


‘તમારા જેવું વળી!’ સુશીલાએ ભાવ છુપાવતાં કહ્યું.
‘તમારા જેવું વળી!’ સુશીલાએ ભાવ છુપાવતાં કહ્યું.
Line 379: Line 381:
‘જા, જા; એમ શરમ રાખે ત્યાં ઓછું નભવાનું છે?’
‘જા, જા; એમ શરમ રાખે ત્યાં ઓછું નભવાનું છે?’


સુશીલાએ કંઈ જવાબ ન આપ્યો એટલે સુભદ્રાએ કહ્યુંઃ ‘જે હોય તે એના બાપના જેવું મોં કહે છે, ને તું મારું નામ દે તે હું કેમ માનું?’
સુશીલાએ કંઈ જવાબ ન આપ્યો એટલે સુભદ્રાએ કહ્યું : ‘જે હોય તે એના બાપના જેવું મોં કહે છે, ને તું મારું નામ દે તે હું કેમ માનું?’


સુશીલાઃ ‘ત્યારે જાણીને શું કરવા પૂછો છો?’ ને ત્યાં તો બચુએ સુશીલાને મોંએ બાચકો ભરવા માંડ્યો એટલે એણે કહ્યુંઃ ‘આટલો છોકરોય માનું ઉપરાણું લેઈ મને મારે છે ને!’
સુશીલા : ‘ત્યારે જાણીને શું કરવા પૂછો છો?’ ને ત્યાં તો બચુએ સુશીલાને મોંએ બાચકો ભરવા માંડ્યો એટલે એણે કહ્યું : ‘આટલો છોકરોય માનું ઉપરાણું લેઈ મને મારે છેને!’


સુભદ્રાઃ ‘જૂઠું બોલે એટલે મારે સ્તો.’
સુભદ્રા : ‘જૂઠું બોલે એટલે મારે સ્તો.’


અને સુભદ્રાના આવતાં, ઘરનો કામચલાઉ લીધેલો ચાર્જ પાછો સોંપી એણે બચુનો લગભગ સંપૂર્ણ કબજો લેઈ લીધો.
અને સુભદ્રાના આવતાં, ઘરનો કામચલાઉ લીધેલો ચાર્જ પાછો સોંપી એણે બચુનો લગભગ સંપૂર્ણ કબજો લેઈ લીધો.


જો ઝભલાને સહેજ ડાઘ પડ્યો હોય તો તરત બદલી નાખતાં એ સુભદ્રાને કહેતીઃ ‘ઝભલું કેટલું બધું મેલું થયું છે, પણ બદલતાંય નથી ને?’
જો ઝભલાને સહેજ ડાઘ પડ્યો હોય તો તરત બદલી નાખતાં એ સુભદ્રાને કહેતી : ‘ઝભલું કેટલું બધું મેલું થયું છે, પણ બદલતાંય નથીને?’


સુભદ્રા એની લાગણીને સમજી કહેતીઃ ‘તું છે, પછી મારે એની શી પંચાત?’
સુભદ્રા એની લાગણીને સમજી કહેતી : ‘તું છે, પછી મારે એની શી પંચાત?’


એની આંખોમાં મેશ ઘાલવા એ વળગતી ત્યારે મા એને ટોકતીઃ ‘રે’વા દે તારું ડહાપણ? કંઈ ઉડઝૂડ કરતાં તેની આંખ ઝૂંકવીશ.’
એની આંખોમાં મેશ ઘાલવા એ વળગતી ત્યારે મા એને ટોકતી : ‘રે’વા દે તારું ડહાપણ? કંઈ ઉડઝૂડ કરતાં તેની આંખ ઝૂંકવીશ.’


આછા વાળને ઓળી પાંથી પાડવાના એ વ્યર્થ પ્રયત્ન કરતી, ત્યારે સુભદ્રા એની ઘેલછાને હસતીઃ ‘તું એને માથે ક્યાં વાળ જુએ છે કે ક્યારની પાંથી પાડવા મથે છે?’
આછા વાળને ઓળી પાંથી પાડવાના એ વ્યર્થ પ્રયત્ન કરતી, ત્યારે સુભદ્રા એની ઘેલછાને હસતી : ‘તું એને માથે ક્યાં વાળ જુએ છે કે ક્યારની પાંથી પાડવા મથે છે?’


એક દિવસ સુશીલાની એ ઘેલછા વિશે સુભદ્રા અને મંછાબહેન વાત કરતાં હતાં. મા બોલીઃ ‘મૂઈને તમારો છોકરો જોઈને શું ઘેલું લાગ્યું છે કે હું ટોકતી રહું છું તોય નજર ચૂકવી એને રમાડી જાય ત્યારે એને જંપ વળે છે!’
એક દિવસ સુશીલાની એ ઘેલછા વિશે સુભદ્રા અને મંછાબહેન વાત કરતાં હતાં. મા બોલી : ‘મૂઈને તમારો છોકરો જોઈને શું ઘેલું લાગ્યું છે કે હું ટોકતી રહું છું તોય નજર ચૂકવી એને રમાડી જાય ત્યારે એને જંપ વળે છે!’


સુભદ્રાઃ ‘પણ ટોકો છો શું કરવા?’
સુભદ્રા : ‘પણ ટોકો છો શું કરવા?’


માઃ ‘સમજ્યા વગરનું ડહાપણ કરે ત્યારે ના કહેવું પડે? તે દિવસે તમે રેચ આપતાં હતાં ત્યારે મેં એને બોલતી સાંભળીઃ આટલી બધી દવા પવાતી હશે! તે મેં એને કહ્યું, મા કરતાં તું વધારે ડાહી છે કે ડહાપણ કરતી હતી? તે ઊલટી પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે મને કહેઃ ‘તુંય બા જોયા વગર શું બોલતી હશે? ખાસ્સો ચમચો ભરીને એવડા છોકરાને પાય તે એ વેઠે? પણ મેં કહ્યુંઃ તને એની શી ગતાગમ કે વેઠે કે ના વેઠે? એક વખત તો એ શરમાઈ ગઈ. પણ બોલે બંધાય એવી ક્યાં છે? કહેઃ નાનાભાઈને તું કેટલી દવા પાતી એ કંઈ મેં નથી જોઈ? ને હુંય મૂઈનું ડહાપણ સાંભળી કંઈ ન બોલી.’
મા : ‘સમજ્યા વગરનું ડહાપણ કરે ત્યારે ના કહેવું પડે? તે દિવસે તમે રેચ આપતાં હતાં ત્યારે મેં એને બોલતી સાંભળી : આટલી બધી દવા પવાતી હશે! એથી તો બિચારાનું ધાવણે નીકળી જશે! તે મેં એને કહ્યું, મા કરતાં તું વધારે ડાહી છે કે ડહાપણ કરતી હતી? તે ઊલટી પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે મને કહે : ‘તુંય બા જોયા વગર શું બોલતી હશે? ખાસ્સો ચમચો ભરીને એવડા છોકરાને પાય તે એ વેઠે? પણ મેં કહ્યું : તને એની શી ગતાગમ કે વેઠે કે ના વેઠે? એક વખત તો એ શરમાઈ ગઈ. પણ બોલે બંધાય એવી ક્યાં છે? કહે : નાનાભાઈને તું કેટલી દવા પાતી એ કંઈ મેં નથી જોઈ? ને હુંય મૂઈનું ડહાપણ સાંભળી કંઈ ન બોલી.’


સુભદ્રાઃ ‘આમ તો એ જબરી કાળજી રાખે છે. કાનના મૂળ આગળ બે દિવસ પાઉડર છાંટવાનું ભૂલી ગઈ ને સહેજ કહોવારો લાગ્યો ત્યારથી રોજ મેં પાઉડર છાંટ્યો હોય તોય ફરી છાંટ્યા વગર નથી રહેતી.’
સુભદ્રા : ‘આમ તો એ જબરી કાળજી રાખે છે. કાનના મૂળ આગળ બે દિવસ પાઉડર છાંટવાનું ભૂલી ગઈ ને સહેજ કહોવારો લાગ્યો ત્યારથી રોજ મેં પાઉડર છાંટ્યો હોય તોય ફરી છાંટ્યા વગર નથી રહેતી.’


માઃ ‘છોકરાં તો એને નાનપણથી જ બહુ વહાલાં છે. પણ તમારા છોકરાને જોઈને તો એ ગાંડી જ બની ગઈ છે!’
મા : ‘છોકરાં તો એને નાનપણથી જ બહુ વહાલાં છે. પણ તમારા છોકરાને જોઈને તો એ ગાંડી જ બની ગઈ છે!’


આમ સુશીલા બચુની કાળજી રાખતી એટલું જ નહિ, પણ એને રડતો દેખીને એ સાનભાન ભૂલી જતી. પોતે એની મા હોય ને સુભદ્રાને સાચવવા માટે આયા રાખી હોય તેમ એ એને વઢતાં પોતાની જાત ભૂલી જતી.
આમ સુશીલા બચુની કાળજી રાખતી એટલું જ નહિ, પણ એને રડતો દેખીને એ સાનભાન ભૂલી જતી. પોતે એની મા હોય ને સુભદ્રાને સાચવવા માટે આયા રાખી હોય તેમ એ એને વઢતાં પોતાની જાત ભૂલી જતી.
Line 409: Line 411:
‘સુભદ્રાબેન! આ ક્યારનોય રડી મરે છે ને તમે શું મોતી પરોવો છો?’
‘સુભદ્રાબેન! આ ક્યારનોય રડી મરે છે ને તમે શું મોતી પરોવો છો?’


‘એ તો આખો દિવસ રડે… માટે કામ મૂકી દેવાય?’
‘એ તો આખો દિવસ રડે માટે કામ મૂકી દેવાય?’


‘તે એના કરતા કામ કેવુંક જબરું છે?’
‘તે એના કરતા કામ કેવુંક જબરું છે?’


અને જે વિનોદની એ પૂરેપૂરી સગવડ સાચવવાની ઇચ્છા રાખતી હતી તે ઢીલી પડી હોય તેમ સુભદ્રા રસોઈનું બહાનું કાઢતી, ત્યારે એ બચાવેય સુશીલા માન્ય ન કરતીઃ ‘એવું હોય તો એક દિવસ રોટલી વગર ભૂખે મરી જવાય છે?’
અને જે વિનોદની એ પૂરેપૂરી સગવડ સાચવવાની ઇચ્છા રાખતી હતી તે ઢીલી પડી હોય તેમ સુભદ્રા રસોઈનું બહાનું કાઢતી, ત્યારે એ બચાવેય સુશીલા માન્ય ન કરતી : ‘એવું હોય તો એક દિવસ રોટલી વગર ભૂખે મરી જવાય છે?’


સુભદ્રા હસીને કહેતીઃ ‘છોકરું તો રાજાનુંય રડ્યા વગર મોટું નહિ થવાનું.’
સુભદ્રા હસીને કહેતી : ‘છોકરું તો રાજાનુંય રડ્યા વગર મોટું નહિ થવાનું.’


સુશીલા છેલ્લી ચેતવણી આપતીઃ ‘જુઓ, સુભદ્રાબહેન! કહેનાર કહી રહ્યાં! હવે બચુને રડાવશો તો હું તમારી સાથે લડ્યા વગર નહિ રહું.’
સુશીલા છેલ્લી ચેતવણી આપતી : ‘જુઓ, સુભદ્રાબહેન! કહેનાર કહી રહ્યાં! હવે બચુને રડાવશો તો હું તમારી સાથે લડ્યા વગર નહિ રહું.’


સુભદ્રા હસતાં હસતાં જવાબ દેતીઃ ‘અત્યારે જ વઢ ને, એટલે હું જોઉં તો ખરી?’
સુભદ્રા હસતાં હસતાં જવાબ દેતી : ‘અત્યારે જ વઢને, એટલે હું જોઉં તો ખરી?’


અને ઘણી વખત તો સુભદ્રા, વિનોદ ઘેર હોય ત્યારે સુશીલા આવી શકશે નહિ એમ જાણતી, એટલે એને ખીજવવા જાણીજોઈને બચુને રડતો છાનો રાખતી નહિ. જોકે વિનોદના ગયા પછી સુશીલાનો રોષ વહોરી લેવો પડતો.
અને ઘણી વખત તો સુભદ્રા, વિનોદ ઘેર હોય ત્યારે સુશીલા આવી શકશે નહિ એમ જાણતી, એટલે એને ખીજવવા જાણીજોઈને બચુને રડતો છાનો રાખતી નહિ. જોકે વિનોદના ગયા પછી સુશીલાનો રોષ વહોરી લેવો પડતો.


સુભદ્રા હસતીઃ ‘આટલી બધી લાગણી અત્યારે થાય છે ત્યારે તે વખતે કેમ ન આવી?’
સુભદ્રા હસતી : ‘આટલી બધી લાગણી અત્યારે થાય છે ત્યારે તે વખતે કેમ ન આવી?’


સુશીલા હથિયારને મ્યાન કરતાં કહેતીઃ ‘બહુ અત્યાચાર કરશો તો મને આવતાં કંઈ શરમ આવવાની છે?’
સુશીલા હથિયારને મ્યાન કરતાં કહેતી : ‘બહુ અત્યાચાર કરશો તો મને આવતાં કંઈ શરમ આવવાની છે?’


અને ખરેખર એવો પ્રસંગ આવ્યા વગર ન રહ્યો. વિનોદ એનાં કાગળિયાં લખ્યા કરતો હતો, સુભદ્રા રસોડામાં ગડમથલ કરતી હતી અને બચુ પારણામાં રહ્યો રહ્યો ચીસો પાડતો હતો. સુશીલાથી એની ચીસો ન સહી શકાઈ. એ વિનોદની હાજરીનો ખ્યાલ ભૂલીઃ ‘સુભદ્રાબહેન! તમે મા છો કે…’ બોલતી એ ઘરમાં એટલી ઝડપે દાખલ થઈ કે વિનોદને જોઈ એને પાછા વળવાનો અવસર ન રહ્યો. હા, એની જીભ તો અટકી જ ગઈ, અને પારણામાંથી એને શકરાબાજની ઝડપે ઊંચકી એ બહાર નીકળી ગઈ.
અને ખરેખર એવો પ્રસંગ આવ્યા વગર ન રહ્યો. વિનોદ એનાં કાગળિયાં લખ્યા કરતો હતો, સુભદ્રા રસોડામાં ગડમથલ કરતી હતી અને બચુ પારણામાં રહ્યો રહ્યો ચીસો પાડતો હતો. સુશીલાથી એની ચીસો ન સહી શકાઈ. એ વિનોદની હાજરીનો ખ્યાલ ભૂલી : ‘સુભદ્રાબહેન! તમે મા છો કે…’ બોલતી એ ઘરમાં એટલી ઝડપે દાખલ થઈ કે વિનોદને જોઈ એને પાછા વળવાનો અવસર ન રહ્યો. હા, એની જીભ તો અટકી જ ગઈ, અને પારણામાંથી એને શકરાબાજની ઝડપે ઊંચકી એ બહાર નીકળી ગઈ.


છતાં આપદ્‌ધર્મ વખતે શીલવતી ગૃહિણીય સંકોચ છોડી મેદાને પડે છે, તેમ બચુના મંદવાડ વખતે એણે વિનોદની હાજરીમાંય ત્યાં બેસી રહેવા માંડ્યું. સુભદ્રા બીજે કામે હોય તો વિનોદના હાથમાંથી અવળી નજરે દવાય લેવા લાગી.
છતાં આપદ્‌ધર્મ વખતે શીલવતી ગૃહિણીય સંકોચ છોડી મેદાને પડે છે, તેમ બચુના મંદવાડ વખતે એણે વિનોદની હાજરીમાંય ત્યાં બેસી રહેવા માંડ્યું. સુભદ્રા બીજે કામે હોય તો વિનોદના હાથમાંથી અવળી નજરે દવાય લેવા લાગી.
Line 447: Line 449:
‘બળ્યો જીવ એવો છે કે ચાખ્યા વગર જંપ વળતો નથી.’
‘બળ્યો જીવ એવો છે કે ચાખ્યા વગર જંપ વળતો નથી.’


અને જાણે કહેતી હોય કે માંદો પડે તો વચવેગળે તમારે શું? હું તો છોકરો ખોઈ જ બેસું ને? ‘તમને તો ચાખવાનું મન થાય સ્તો! માંદો પડે તો તમારે શું? તમે જોડે ખાટલો ઢાળી સૂઈ જાવ એટલે બીજાને વચવેગળે ઉપાધિ!’
અને જાણે કહેતી હોય કે માંદો પડે તો વચવેગળે તમારે શું? હું તો છોકરો ખોઈ જ બેસુંને? ‘તમને તો ચાખવાનું મન થાય સ્તો! માંદો પડે તો તમારે શું? તમે જોડે ખાટલો ઢાળી સૂઈ જાવ એટલે બીજાને વચવેગળે ઉપાધિ!’


સુભદ્રાએ એનો સ્વીકાર કરતાં કહ્યુંઃ ‘એ તો ખરું. તે વખતે તારે કેટલી ચાકરી કરવી પડી હતી?’
સુભદ્રાએ એનો સ્વીકાર કરતાં કહ્યું : ‘એ તો ખરું. તે વખતે તારે કેટલી ચાકરી કરવી પડી હતી?’


સુશીલાએ પોતાનો ભાવ સંતાડતાં કહ્યુંઃ ‘લ્યો, આ તો કહ્યું એટલે મારા ઉપર જ લેઈ ગયાં! પણ તે વગર બીજાંને ઓછી હેરાનગતિ વેઠવી પડે છે?’
સુશીલાએ પોતાનો ભાવ સંતાડતાં કહ્યું : ‘લ્યો, આ તો કહ્યું એટલે મારા ઉપર જ લેઈ ગયાં! પણ તે વગર બીજાંને ઓછી હેરાનગતિ વેઠવી પડે છે?’


સુભદ્રા ‘બીજાં’નો અર્થ સમજી ગઈ એટલે બોલીઃ ‘એમ હેરાનગતિ વગર અમસ્તું બાપ થવાય છે? આપણે નવ મહિના પેટમાં રાખી દુઃખ ભોગવીએ ત્યારે એમને એટલોય લહાવો ન મળે?’
સુભદ્રા ‘બીજાં’નો અર્થ સમજી ગઈ એટલે બોલી : ‘એમ હેરાનગતિ વગર અમસ્તું બાપ થવાય છે? આપણે નવ મહિના પેટમાં રાખી દુઃખ ભોગવીએ ત્યારે એમને એટલોય લહાવો ન મળે?’


સુભદ્રા તરફનો બધોય અસંતોષ તેણે આજ પહેલી જ વખત, એક જ વાક્યમાં, સંકોચસહ છતાં વિનોદમાં વાળ્યોઃ ‘તમારું ચાલે તો એય તમે તો એમને સોંપી દો!’
સુભદ્રા તરફનો બધોય અસંતોષ તેણે આજ પહેલી જ વખત, એક જ વાક્યમાં, સંકોચસહ છતાં વિનોદમાં વાળ્યો : ‘તમારું ચાલે તો એય તમે તો એમને સોંપી દો!’


સુભદ્રા પહેલી જ વખત આવો મર્માળુ ટોણો સાંભળી ગાલ પર ટપલી મારતાં બોલીઃ ‘પાછી બોલતાં શીખી!’
સુભદ્રા પહેલી જ વખત આવો મર્માળુ ટોણો સાંભળી ગાલ પર ટપલી મારતાં બોલી : ‘પાછી બોલતાં શીખી!’


*
*
Line 463: Line 465:
પરીક્ષા પાસ થતાં જ સારી લાગવગ હોવાથી સુશીલાના વરને નોકરી મળી ગઈ. જે ઇચ્છા માબાપે રાખી હતી તે સફળ થઈ. જે હૈયું પિયુ ઝંખતું હતું તેને એની પાસે જવાનો સુઅવસર આવ્યો.
પરીક્ષા પાસ થતાં જ સારી લાગવગ હોવાથી સુશીલાના વરને નોકરી મળી ગઈ. જે ઇચ્છા માબાપે રાખી હતી તે સફળ થઈ. જે હૈયું પિયુ ઝંખતું હતું તેને એની પાસે જવાનો સુઅવસર આવ્યો.


રડતી આંખે અને હસતે હૈયે એને વળાવી ત્યારે સુભદ્રાએ સલાહ આપીઃ ‘હવે એવી ને એવી શરમાળ ના રહેતી. એમને કેમ રાજી રાખવા એ જરા શીખજે!’
રડતી આંખે અને હસતે હૈયે એને વળાવી ત્યારે સુભદ્રાએ સલાહ આપી : ‘હવે એવી ને એવી શરમાળ ના રહેતી. એમને કેમ રાજી રાખવા એ જરા શીખજે!’


આંખ લૂછતાં લૂછતાં એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતુંઃ ‘તું ના મળી હોય તો કદાચ ન શીખી હોત; પણ હવે તો એમાં તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું!’
આંખ લૂછતાં લૂછતાં એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતું : ‘તું ના મળી હોય તો કદાચ ન શીખી હોત; પણ હવે તો એમાં તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું!’
(તાણાવાણા, ૧૯૪૬)
(તાણાવાણા, ૧૯૪૬)
{{Poem2Close}}
{{Poem2Close}}