કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ, | રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ, | ||
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ; | બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ; | ||
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી :{{space}} | વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી :{{space}}{{space}}રામનીo | ||
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર, | રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર, |
Revision as of 12:58, 13 July 2021
૭. રામની વાડીએ
ઉશનસ્
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : રામનીo
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : રામનીo
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : રામનીo
૭-૧૧-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૬૭)