અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ચૈત્રની રાત્રિઓમાં :: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 20: Line 20:
કાવ્યનો આરંભ સરવા કાનના ભાવકોને તરત જ સ્પર્શી જાય છે:

{{Block center|<poem>આવે ગ્રીષ્મ ત્વરિત ગતિ, નાસે મધુ ધૂર્ત, છાનો
{{Poem2Close}}{{Block center|'''<poem>આવે ગ્રીષ્મ ત્વરિત ગતિ, નાસે મધુ ધૂર્ત, છાનો
ફરી ચારે દિશ વિભવ ઉદ્રેક-ઘેલી કલાનો:</poem>}}
ફરી ચારે દિશ વિભવ ઉદ્રેક-ઘેલી કલાનો:</poem>'''}}{{Poem2Open}}

મંદાક્રાન્તામાં આરંભે ગાગાગાગા — ચાર ગુરુ વર્ણ હોય છે એ તો બધા જાણે છે. અહીં પહેલી નજરે તો ચોથો વર્ણ લઘુ છે. પણ ‘આવે ગ્રીષ્મ’ પછી આવતો ‘ત્વરિત’ શબ્દના ‘ત્વ’નો થડકો ‘ષ્મ’ને ગુરુ બનાવે છે. આ થડકાની સાથે જ ગ્રીષ્મની ત્વરિત ગતિના અનુભવમાં આપણે મુકાઈએ છીએ. પંક્તિનો ઉત્તરાર્ધ ‘નાસે મધુ ધૂર્ત’ વાંચતી વેળાએ મધુનો હ્રસ્વ ‘ધુ’ દીર્ઘ ઉચ્ચારવો પડે છે. એ દીર્ઘ ધૂ ‘ધૂર્ત’ની સાથે ઉચ્ચારાતાં સહેજ ભરાયેલા શ્વાસે નાસતા વસંતનું રૂપ પણ પ્રગટે છે. આ પંક્તિના નવમા અને પંદરમા અક્ષરે આવતા અલ્પવિરામો તથા છેલ્લા શબ્દ સાથે જોડાતી બીજી પંક્તિની પ્રવાહી અભિવ્યક્તિથી કાવ્યોપકારક યતિભંગ થાય છે.

Line 29: Line 29:
દ્વિતીય ખણ્ડની લાલિત્યસભર ભવ્ય કલ્પના ગુજરાતી સાહિત્યમાં અ-પૂર્વ છે. પુષ્પોની સુવાસથી (એટલે કે પોતાની સુવાસથી) ઉન્મત્ત બનેલી પૃથ્વી પદ્મિની નાયિકા જેવી લાગે છે. પૃથ્વી પોતાના પ્રિયને મળવા ઠાઠથી આકાશમાં પ્ર-સરે છે, ફરે છે. દશે દિશામાં વહેતી પીમળ પૃથ્વીના મુખનો ઉચ્છ્વાસ છે. આ ઉત્સુકાના અંગ પર જે ઓઢણી લહેરાય છે તે કેવી છે? કવિએ સુવાસિત ચાંદનીના ઉપરણાને પૃથ્વીના અંગ પર ફરફરતું દર્શાવીને સ્પર્શ, દૃશ્ય ને સુગંધ-સંવેદનોને યુગપત્ રીતે વ્યંજિત કર્યાં છે:

{{Block center|<poem>વ્યોમે પૃથ્વી મૃદુ અભિસરે સૌરભોન્મત્ત મંદ,
{{Poem2Close}}{{Block center|'''<poem>વ્યોમે પૃથ્વી મૃદુ અભિસરે સૌરભોન્મત્ત મંદ,
દિક્પ્રાન્તોમાં અવિરત વહંતો મુખોચ્છ્વાસગંધ.

હૈયે એને યુગ યુગ તણી ઊછળે પ્રીત છાની,
હૈયે એને યુગ યુગ તણી ઊછળે પ્રીત છાની,
લ્હેરે અંગે પરિમલભરી પામરી ચંદિરાની.</poem>}}
લ્હેરે અંગે પરિમલભરી પામરી ચંદિરાની.</poem>'''}}{{Poem2Open}}

અહીં મને કવિ લાભશંકર ઠાકરના ‘શ્રાવણી પૂર્ણિમા’ની પંક્તિઓ સ્મરણે આવે છે:

{{Block center|<poem>ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં
{{Poem2Close}}{{Block center|'''<poem>ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં
આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આકાશેથી રજતવરણું રેશમી વસ્ત્ર મોંઘું
આવ્યું નીચે ફરફર થતું…         
આવ્યું નીચે ફરફર થતું…         
{{right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ.૪૨)}}</poem>}}
{{right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ.૪૨)}}</poem>'''}}{{Poem2Open}}

મહેકતી ચાંદનીની પામરી ઓઢી અભિસારે નીકળેલી પૃથ્વી નક્ષત્રો સાથે પ્રેમમાં તરબોળ બને ત્યારે અવનવા છંદો ન પ્રગટે કે તે કેફલ ન બને તો જ નવાઈ!

Line 51: Line 51:
કાવ્યના ઉત્તરાર્ધ(ચોથા ખણ્ડ)માં કવિનો પ્રવેશ થાય છે. પૂર્વાર્ધ (પ્રથમ ત્રણ ખણ્ડ)માં કવિ વાસંતી-ગ્રીષ્મી ક્ષણોમાં ધરણીની અંદર-બહારની ગતિવિધિ નિરૂપે છે. હવે કવિના હૈયામાં આ ચૈત્રની રાત્રિઓનો પ્રભાવ ઝિલાય છે. તે પોતાની અંદર ક્યાંકથી મોગરાને મ્હેકતો અનુભવે છે:

{{Block center|<poem>મારે હૈયે મધુર કહીંથી મોગરો મત્ત મ્હેક્યો;</poem>}}
{{Poem2Close}}{{Block center|'''<poem>મારે હૈયે મધુર કહીંથી મોગરો મત્ત મ્હેક્યો;</poem>'''}}{{Poem2Open}}

આ ખણ્ડનો ‘મારે હૈયે’થી આરંભ ને એ જ ખણ્ડની અંતિમ પંક્તિની શરૂઆત ‘તારે હૈયે’થી થાય છે. કવિ પૃથ્વીને નિર્દેશી કહે છે કે અંધકારની વેલ મ્હેકી રહી છે તેનાથી અનેક ગણો તારા હૈયાનો રસ આ વાતાવરણમાં બ્હેકે છે. વસુંધરાનાં સુગંધ, શ્રવણ, સ્પર્શ ને દૃશ્ય-પર્વમાં કવિ પણ એકાકાર થાય છે. તિમિર વેલના મઘમઘવાની સાથે સાથે દૂરથી ‘આ અંધકાર શો મ્હેકે છે’ (પ્રજારામ રાવળ), ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ (પ્રહ્લાદ પારેખ) પંક્તિઓ આછી આછી સંભળાય છે. આ ખણ્ડની ત્રીજી અને ચોથી પંક્તિમાં કવિના હૈયાનો મોગરો, પૃથ્વી પરનો મોગરો ને આકાશના તારલા પરસ્પરમાં ભળી જતાં ભાવક વિલક્ષણ ભાવ-બોધમાં મુકાય છે:

{{Block center|<poem>હો ધોવાતા અમૃતમય કાસારમાં કૌમુદીના
{{Poem2Close}}{{Block center|'''<poem>હો ધોવાતા અમૃતમય કાસારમાં કૌમુદીના
એવા સોહે ઉડુગણ નભે મોગરા મોદ-ભીના.</poem>}}
એવા સોહે ઉડુગણ નભે મોગરા મોદ-ભીના.</poem>'''}}{{Poem2Open}}

અમૃતમય ચાંદનીના સરોવરમાં સતત ધોવાઈને તારાઓ સોહે છે; તો એ જ ચાંદનીમાં મોજથી સ્નાન કરતા મોગરા આનંદ-ભીના છે. બીજી રીતે કહીએ તો તારા એ જ મોગરા ને મોગરા એ જ તારા! એમ પણ કહી શકાય કે ચાંદનીથી સભર સરોવરજળમાં સ્નાન કરી, ડૂબકી મારી તારાઓ વધુ ઊજળા થયા છે. તો, મોગરાના સ્પર્શે ચાંદની પણ ગંધવતી

Line 63: Line 63:
પાંચમા ખણ્ડમાં કવિ ગામડાના ઘર-આંગણાની, શેરી-ખૂણાની ને અરણ્યની પ્રમાણમાં ઓછી જાણીતી વનસ્પતિઓની વિવિધ સુગંધને માણવા ભાવકને લઈ જાય છે. સુગંધનાં વિવિધ પોત આપણી ચેતનાને સભર બનાવે છે. આંગણાનો લીમડો સહેજ કડવી(‘કટુક’ શબ્દનો પ્રયોગ ઔચિત્યસભર)-મીઠી, પણ ગાઢી છાયા ફેલાવી છાની રીતે પુષ્પોની વિશ્રંભકથા સાંભળે છે. અથવા તો એમ પણ વાંચી શકાય કે લીમડાની મંજરીઓ ને અન્ય પુષ્પોની સુવાસથી આખું આંગણું રણઝણે છે! અહીં સંદર્ભ થોડો જુદો હોવા છતાં ‘વાતો’ (પ્રહ્લાદ પારેખ) સૉનેટની કેટલીક પંક્તિઓનું સ્મરણ કરી શકાય. કવિ આંગણેથી હવે શેરી-ખૂણે લઈ જઈ અરણિના પમરાટ (સુગંધ શબ્દ જરા વજનદાર લાગે) અને અરણ્યમાં ખીલતી કરમદી ને કડાની વાચાળ સુવાસ વચ્ચે આપણને મૂકી દે છે. સુગંધથી રણકતી ને ચાંદનીથી છલકતી રાત્રિઓનો આવો કેફલ અનુભવ ઉમાશંકર જોશીની બહુ જ ઓછી કૃતિઓમાં મળે છે:

{{Block center|<poem>મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની
{{Poem2Close}}{{Block center|'''<poem>મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની
ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની.
ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની.
શેરી ખૂણે અરણિ પમરે, ને ભરીને અરણ્ય
શેરી ખૂણે અરણિ પમરે, ને ભરીને અરણ્ય
લ્હેરાતી સૌરભ કરમદી ને કડાની વરેણ્ય.
લ્હેરાતી સૌરભ કરમદી ને કડાની વરેણ્ય.
પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની
પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની
{{gap}}સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની રાત્રિઓમાં.</poem>}}
{{gap}}સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની રાત્રિઓમાં.</poem>'''}}{{Poem2Open}}

અહીં કવિએ ચૈત્રની સુગંધ-વહી લાવતા પવનને પૃથ્વી પારથી મોરની છટામાં ઢળકતો તાદૃશ કર્યો છે.

Line 74: Line 74:
કાવ્યના અંતિમ-ખણ્ડમાં અચાનક ગાંધીયુગનો કવિ પ્રગટે છે. અદ્ભુત ચૈત્રી સૌંદર્ય પ્રગટાવનાર કવિ વાચાળ બની કહે છે:

{{Block center|<poem>આ શાતામાં જગત-સરણીનાં રહસ્યો પ્રમાણું, વગેરે વગેરે…</poem>}}
{{Poem2Close}}{{Block center|'''<poem>આ શાતામાં જગત-સરણીનાં રહસ્યો પ્રમાણું, વગેરે વગેરે…</poem>'''}}{{Poem2Open}}

પાંચ ખણ્ડોમાં ઇન્દ્રિયસન્તર્પક વિશ્વમાં વિહાર કરાવનાર કવિ સમાપનમાં સીધેસીધા વિધાન કરે છે એટલે અંશે કાવ્યને હાનિ પહોંચે છે. પ્રથમ ખણ્ડને અંતે સર્વત્ર રેલાતા ટહુકા માટે ‘ભટકતો’ શબ્દ પ્રયોજ્યો છે તે કઠે છે.