અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગળ રાઠોડ/એ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એ|મંગળ રાઠોડ}} <poem> એ રોજ સવારે મુઠ્ઠીઓ ભરી ભરીને અબીલગુલાલ ઉ...")
 
No edit summary
 
Line 44: Line 44:
{{Right|શબ્દસૃષ્ટિ, ઑક્ટો., ૯}}
{{Right|શબ્દસૃષ્ટિ, ઑક્ટો., ૯}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/વહેતાં વૃક્ષ પવનમાં  | વહેતાં વૃક્ષ પવનમાં ]]  | નીલ ગગન પર્વત નીંદરમાં ખળખળ વહેતાં...]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગળ રાઠોડ/મારા ભાથામાં | મારા ભાથામાં]]  | મારા ભાથામાં હજી ઘણાં તીર છે. ]]
}}

Latest revision as of 10:04, 23 October 2021


મંગળ રાઠોડ


રોજ
સવારે
મુઠ્ઠીઓ ભરી ભરીને
અબીલગુલાલ
ઉડાડતો આવે છે!
રોજ સવારે!
હર કદમ પર એ
વધતો રહે છે આગળ ને આગળ.
કોઈ અટકાવી શકતું નથી એને.
પાછળ ફરીને
એ કદી જોતો જ નથી અતીતને,
નથી કરતો એ કદી ભવિષ્યની ચિંતા,
હર હંમેશ રહે છે વર્તમાનમાં ખુશ...
પોતાની ધૂનમાં,
પોતાની મસ્તીમાં
મૃદંગ બજાવતો જાય છે.
ગીત ગાતો જાય છે.
કોઈ સાંભળે કે ન સાંભળે
એ વાતની એને કશી પડી જ નથી.
માર્ગમાં એના
ક્યાંક વેરાયેલાં હોય છે
મઘમઘતાં ફૂલ,
તો ક્યાંક કંટક.
ક્યાંક હસતાં ઝરણાં
તો વળી ક્યાંક પહાડો ઉત્તુંગ!
અવરોધોની વાડ પર વાડ એ
ઠેકતો જાય છે.
કંઈક રચતો જાય છે.
કંઈક ભૂંસતો જાય છે.
ક્યાંક કોમળમાં કોમળ,
ક્યાંક પ્રખર બનતો જાય છે.
યુગો પછી હું આવીશ ક્યારેક
એવું આપતો નથી એ કદી આશ્વાસન.
હરરોજ
સાંજે
ક્ષણેક્ષણની સંભાવનાઓના એ
રૂપ સોનેરી
વેરતો જાય છે...!
શબ્દસૃષ્ટિ, ઑક્ટો., ૯