અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુરાજ જોષી/કાળું પતંગિયું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાળું પતંગિયું|પુરુરાજ જોષી}} <poem> હમણાં હમણાંનું રોજ રાત્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 46: | Line 46: | ||
થરકતું લાગે છે... | થરકતું લાગે છે... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =એક સવારે | |||
|next =ચાલી નીકળવું | |||
}} |
Latest revision as of 10:17, 23 October 2021
કાળું પતંગિયું
પુરુરાજ જોષી
હમણાં હમણાંનું
રોજ રાત્રે
જગત જંપી ગયું હોય અને
હું મારી જાત સાથે સંવાદ સાધતો હોઉં
એ સમયે
એક પતંગિયું
ક્યાંકથી આવતુંકને
બેસે છે મારા હાથ પર,
ખભા પર,
મસ્તક પર...
એનો અવાજ
હું સાંભાળી શકતો નથી
પણ લાગે છે કે
એ મને કશુંક કહી રહ્યું હોય છે.
આ રેશમી, કાળું, નાજુક પતંગિયું
શું કહેતું હશે મને?
શા માટે એ રોજ રાત્રે આવીને
આટલા વ્હાલથી સ્પર્શતું હશે મને?
પણ
એ આવતું હશે ક્યાંથી?
બારી-બારણાં તો
સમી સાંજનાં ભીડી દીધાં હોય છે.
બારી-બારણાંની
કોઈક તિરાડમાંથી આવતું હશે?
કે પછી
દિવસે ઘરના કોઈક અંધારા ખૂણે
સંતાઈ રહેતું હશે?
અને રાતના એકાંતમાં
થોડી વાર પછી
હું એને ખોળું છું —
ક્યાં ગયું હશે એ?
ઘરના કોઈ ખૂણે, ક્યાંય
એના સગડ મળતા નથી.
છેવટે
એને વિસારે પાડી
કામમાં ગૂંથાઉં છું
ત્યાં
અચાનક
મારી ભીતર
મસૃણ
કશુંક
થરકતું લાગે છે...