પ્રતિપદા/૪. વિનોદ જોશી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 180: | Line 180: | ||
::ડાબે હાથે ઓરું સાજન લાપસી, | ::ડાબે હાથે ઓરું સાજન લાપસી, | ||
::જમણે હાથે ચોળું રે કંસાર, | ::જમણે હાથે ચોળું રે કંસાર, | ||
:::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | :::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | ||
પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે, | પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે, | ||
Line 187: | Line 187: | ||
::અજવાળે ઓઢું રે અમરત ઓરતા, | ::અજવાળે ઓઢું રે અમરત ઓરતા, | ||
::અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર; | ::અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર; | ||
:::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | :::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | ||
સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે, | સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે, | ||
Line 194: | Line 194: | ||
::ઊગમણે ભણકારા ભીના વાગતા, | ::ઊગમણે ભણકારા ભીના વાગતા, | ||
::આથમણે કાંઈ ઓગળતા અણસાર; | ::આથમણે કાંઈ ઓગળતા અણસાર; | ||
:::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | :::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | ||
</poem> | </poem> |
Revision as of 04:16, 15 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના
વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
અખશરનાં અજવાળાં ઉપડાવજો;
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
ટાંકટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
લેખીજોખીને વળતર વાળજો;
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
પીળી પાંદડિયે અભરક ટાંકજો;
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
પરથમ પૂજ્યાની લાજું રાખજો.
૨. આપી આપીને તમે....
આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ...
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લાગી લાવ્યાં;
આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ...
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?
આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ...
૩. એકસટસી
- (પૃથ્વી)
ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.
પ્રચંડ દ્રુત ૐ ઝબાકઝબ અવાક્ ક્ષણાર્ધાર્ધમાં
ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ
ઊંડે ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો.
કડાક હુડુડુમ્ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને
ધમે ધમણ હાંફતાં હફડ ધૂર્જટિ ઝાડવાં.
કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો
ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો,
છળે, છળી લળે, ઢળે, વળી પળે પળે ઑગળે.
અચાનક ધડામ ઘુમ્મટ ખબાંગ ખાંગો થતો,
ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી.
સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્ નસે,
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે!
૪. કાચી સોપારીનો કટ્ટકો....
એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવીંગડીનું પાન,
આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મે’માન...
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો, કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બ્હાવરી, લિખિતંગ કોનાં છે નામ;
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન,
ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં ગુમાન,
એક કાચી સોપારીનો...
ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા, નીચી નજરુંના મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા, આંગણમાં રોપાતી કેળ;
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન,
જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન,
એક કાચી સોપારીનો...
૫. કૂવાકાંઠે
સોળ સીંચણ બાર બેડલાં રે
કૂવાકાંઠે વહુવારુ કરે વાત,
કિયે ઘડુલે ઊગ્યો ચાંદલો ને
કિયે ભમ્મર કાળી કાળી રાત;
બોલે ગોરાંદે બોલે સૈયરું રે
કાંઈ બોલે પાડોસણ નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
કોણે લીધા ઉજાગરાના ભાર;
કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે
પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નિરખે રે
હેલ્ય મોતીડે અભરે ભરાય;
ભારી જોબન ભારે ઝાટકા રે
સરે બેવડ મશરૂનાં ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
અણજાણ્યાં અદીઠાં વાગે તીર;
આઘી શેરી ને આઘી ઑસરી રે
આઘે આઘે બુઝારે બેઠો મોર;
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
મારી સગી નીંદર કેરો ચોર?
૬. કૂંચી આપો, બાઈજી!
કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ, જી?
કોઈ કંકુથાપા ભૂંસી દઈ
મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ
મને પાંચીકડાં પકડાવો;
ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ, જી?
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
મારી નદિયું પાછી ઠેલી;
મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી?
૭. ખડકી ઉઘાડી હું તો...
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી,
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન;
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી’તી,
લાલા છાંટો ઉડ્યો રે શણગારમાં...
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી,
દઈ પડછાયે ટેકો સૂનકારમાં...
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી,
સાવ નોંધારી થઈને ભણકારમાં...
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપ્પરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી,
હવે અમથી ઊભી’તી એંકારમાં,
હજી અડધે ઊભી’તી એંકારમાં;
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
૮. ડાબે હાથે ઓરું...
ડાબે હાથે ઓરું સાજન લાપસી,
જમણે હાથે ચોળું રે કંસાર,
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...
પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે,
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે;
અજવાળે ઓઢું રે અમરત ઓરતા,
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર;
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...
સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે,
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે;
ઊગમણે ભણકારા ભીના વાગતા,
આથમણે કાંઈ ઓગળતા અણસાર;
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...