અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/લાગણીવશ હાથમાંથી (જડભરત): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાગણીવશ હાથમાંથી (જડભરત)|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> લાગણીવશ હા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો. | બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હમરદીફ-હમકાફિયાની ગઝલ | |||
|next = લઈ લો | |||
}} |
Latest revision as of 10:41, 23 October 2021
લાગણીવશ હાથમાંથી (જડભરત)
ચિનુ મોદી `ઈર્શાદ'
લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.
હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી,
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!
મોગરાની મ્હેકમાંથી છૂટવાના યત્નમાં,
કાંચળી છોડી જતાં હું ઘેનમાં પાછો પડ્યો.
આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ શું વટ રાખવો?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.