અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/મારી આંખે કંકુના સૂરજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
</poem>
</poem>
{{HeaderNav2
|previous =અમે રે અધવચ…
|next =સ્વ. હૂંશીલાલની યાદમાં
}}

Latest revision as of 10:55, 23 October 2021


મારી આંખે કંકુના સૂરજ

રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા….
મારી વ્હેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…