અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુ પુવાર/લૅંચુજીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લૅંચુજીનું ગીત|ઇન્દુ પુવાર}} <poem> અમે લયનું લૂંટાવ્યું ગામ :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
::: કે લૅંચુ લચકેલો. | ::: કે લૅંચુ લચકેલો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/સ્વ. હૂંશીલાલની યાદમાં | સ્વ. હૂંશીલાલની યાદમાં]] | ગગનગુફા ફાટી પડે ને તારા લબ લબ થાય,]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુ ગોસ્વામી/છાંટાનું ગામ | છાંટાનું ગામ]] | પાણીને હોય નહીં પોતાનો ઢાળ એ તો પડછાયો... ]] | |||
}} |
Latest revision as of 10:58, 23 October 2021
લૅંચુજીનું ગીત
ઇન્દુ પુવાર
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લૅંચુ લચકેલો,
તમે વાણીનો કરજો વેપાર
કે લૅંચુ ચસકેલો.
સૂના તળાવની પાળે ઊભેલા
જાંબાનો જુગજૂનો જોગી,
લ્હેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં
લપાક લઈને ભોગી.
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લૅંચુ લસકેલો.
અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર
હું અર્થોની ઠાઠડી બાંધું,
મહાંણિયા મ્હાદેવના ડમરુના હાદે
ઘૂઘરમાળ બાંધી નાચું.
મારી કાયામાયાનાં આ નામ
કે લૅંચુ ફસકેલો.
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લૅંચુ લચકેલો.