અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત ચૌહાણ/ચોર કોટવાળને દંડે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોર કોટવાળને દંડે|દલપત ચૌહાણ}} <poem> કૂતરાં ભસે છે. પાછળ દોડે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
એવું કોઈ કહેતું નથી. | એવું કોઈ કહેતું નથી. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુ ગોસ્વામી/છાંટાનું ગામ | છાંટાનું ગામ]] | પાણીને હોય નહીં પોતાનો ઢાળ એ તો પડછાયો...]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગભરુ ભડિયાદરા/બાઈ, મારે આંગણે... | બાઈ, મારે આંગણે...]] | બાઈ, મારે આંગણે માલતી વેલ કે ]] | |||
}} |
Latest revision as of 11:00, 23 October 2021
ચોર કોટવાળને દંડે
દલપત ચૌહાણ
કૂતરાં ભસે છે.
પાછળ દોડે છે.
ક્યારેક લાગ મળે તો, લ્હાવુંય નાખે.
અને
‘એ’ કહે છે, તમે સુધરી જાવ,
એ કરડશે નહીં.
સાફ રહો
ગંદુ કામ છોડો — અખાદ્ય ભોજન છોડો
અચાર – વિચાર – ભાન છોડો.
ખાસ તો તમારી ગંધ –
ખેરની વાસ –
કુંડની ગંધ –
આનાથી જ તો કૂતરાં આકર્ષાય છે.
પૂજા પાઠ
અગડમ્ બગડમ્ –
ટીલાં ટપકાં –
મુંડ ત્રિપુંડ
સંધ્યાગાન કરો.
કદાચ, હવે એ બધુંય કરે છે.
તો ય,
સાલ્લાં... કૂતરાં બેસે છે.
પાછળ દોડે છે.
લાગ મળે તો, લ્હાવુંય નાખે.
કૂતરાંએ સુધરવું જોઈએ.
એવું કોઈ કહેતું નથી.