અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગભરુ ભડિયાદરા/બાઈ, મારે આંગણે...: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(પરબ, જૂન)}}
{{Right|(પરબ, જૂન)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત ચૌહાણ/ચોર કોટવાળને દંડે | ચોર કોટવાળને દંડે]]  | કૂતરાં ભસે છે. પાછળ દોડે છે. ક્યારેક લાગ મળે તો,]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/આકાશનું ગીત  | આકાશનું ગીત ]]  | — કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી? ગોફણથી છૂટતો...  ]]
}}

Latest revision as of 11:04, 23 October 2021


બાઈ, મારે આંગણે...

ગભરુ ભડિયાદરા

બાઈ, મારે આંગણે માલતી વેલ કે
વેલે ચૂંદડી ઓઢી રે લોલ,
બાઈ, મારે આંગણે ઊભો આંબો કે
આંબે છાયા પોઢી રે લોલ.
બાઈ, મારે તોરણે ટૌકે મોર કે
મોરના પડઘા પડે રે લોલ,
બાઈ, મારા ગોખમાં બળે દીવો કે
દીવામાં ઉજાશ જડે રે લોલ.
બાઈ, મારા ક્યારામાં ઊભી કેળ કે
કેળમાં લીલાશ દડે રે લોલ,
બાઈ મારા શેઢે ઊભો સાગ કે
સાગ પર વેલી ચડે રે લોલ.
બાઈ, મારા ચાકળામાં ટાંકી ખાપું કે
ખાપુંમાં દીવા જગે રે લોલ,
બાઈ, મારા વાડામાં પડ્યા ઝાકળ કે
ઝાકળમાં સૂરજ તગે રે લોલ.
બાઈ, મારા ઘરમાં પાડી ઓકળી કે
ઓકળીમાં મોજાં છલકે રે લોલ,
બાઈ, મારા આંબે લીલેરાં પાન કે
પાનમાં ઉઘાડ ઝલકે રે લોલ.
(પરબ, જૂન)